SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું જતન એકતા માટેનો સમજપૂર્વક પ્રયત્ન કરવામાં જોખમ તો કશું છે જ નહીં; તો પછી મુશ્કેલીઓના વિચારથી અટકવું શા માટે ? મુશ્કેલીઓ જ માનવીને મહાન અને માનવસમાજને શક્તિશાળી બનાવે છે. જેઓમાં શક્તિ હોય તેઓ એકતા માટે સમર્થ પ્રયત્ન કરે, અને જેઓમાં ભક્તિ હોય તેઓ એ પ્રયત્નોમાં સંપૂર્ણ સાથ આપે તો આજે મુશ્કેલ લાગતા કાર્યને આસાન બનતાં વાર નહીં લાગે. (તા. ૭-૧-૧૯૬૬) ૭૬ (૪) એકત્વ સામે પડકાર કટ્ટરતા આ વાતને થોડોક વખત વીતી ગયો છે, છતાં દિગંબર ભાઈઓના મનમાં અત્યારે પણ સાંપ્રદાયિક કટ્ટરતા કેટલા પ્રમાણમાં ઘર કરી રહેલી છે એ જાણવા માટે ઉપયોગી હોવાથી અમે આ લખીએ છીએ. દુઃસ્વપ્ન જેવી અણગમતી વાતની રજૂઆત કે ચર્ચા-વિચારણા એ કંઈ આનંદજનક કાર્ય નથી; છતાં, સંઘ અને સમાજ અણગમતી છતાં સાચી પરિસ્થિતિથી માહિતગાર રહે એ દૃષ્ટિએ આ લખવું અમને જરૂરી લાગ્યું છે. અમારી સામે ભારતવર્ષીય દિગંબર જૈન મહાસાભાના સાપ્તાહિક મુખપત્ર · જૈનગજટ'ના તા. ૫-૧૦-૧૯૬ ૧ના અંકમાં છપાયેલ મુંબઈની તીર્થક્ષેત્ર-કમિટીના મહામંત્રી શ્રી રતનચંદ ચુનીલાલ ઝવેરીનો ‘મારે તીર્થક્ષેત્ર વં ૩ના સંરક્ષળ’શીર્ષકનો એક લેખ છે. એ લેખમાં એમણે શ્વેતાંબરોની વિરુદ્ધમાં જે કંઈ કહ્યું લખ્યું છે, એ જાણવા અને ધ્યાનમાં રાખવા જેવું છે. આ લેખમાં લેખકે ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટી'ની સ્થાપના કેવા સંજોગોમાં કરવામાં આવી એ જણાવીને એ સંદર્ભમાં શ્વેતાંબરોને વિરોધીઓ તરીકે ઠેરઠે૨ નવાજ્યા છે; અને એમ કરીને એમણે પોતાના મનમાં ભરેલી શ્વેતાંબરો સામેની કટ્ટરતા તેમ જ કટુતાને મોકળે મને વ્યક્ત કરી છે. આ રીતે પોતાના મુખ્ય વિરોધીઓ (શ્વેતાંબરો) કે અન્ય લોકો તરફથી દિગંબર જૈન તીર્થો ઉ૫૨ થતાં આક્રમણોથી એમને બચાવી લેવા માટે કે એ અંગેના કેસો લડવા માટે આ કમિટીની સ્થાપના કરવાની જરૂર ઊભી થઈ હતી એમ એમણે પોતાના ઉક્ત લેખમાં જણાવ્યું છે. આ રીતે શ્રી રતનચંદભાઈએ સામાન્ય જનસમૂહની લાગણીને સ્પર્શે અને ‘ધર્મ ભયમાં છે’ એવા પ્રચારસૂત્રને કારણે દિગંબર જૈન સમાજની કટ્ટરતાને કે અંધશ્રદ્ધાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy