SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૩ અને અર્થકારણની દૃષ્ટિએ પણ દૂધાળાં અને બીજાં ઢોરોની કતલ અટકે એ મહત્ત્વનું કાર્ય છે. ભારતવાસીઓનાં જીવનમાં અતિપુરાતન કાળથી અહિંસા એટલી બધી ઊંડી ઊતરી ગયેલી છે કે જ્યારે પણ અહિંસાની સેવા બજાવતું કોઈ પણ કાર્ય કરવામાં આવે છે ત્યારે આપણાં હૈયાં આનંદથી નાચી ઊઠે છે. બંધારણસભાના આ પ્રશંસનીય કાર્યથી અમે પણ ખૂબ હર્ષિત બન્યા છીએ. આવું પ્રશંસનીય કાર્ય હાથ ધરવા બદલ અમે બંધારણસભાના બધા સભ્યોને, તેના પ્રમુખને અને આ કલમ રજૂ કરનાર શ્રીયુત પંડિત ઠાકુરદાસ ભાર્ગવને હાર્દિક અભિનંદન આપીએ છીએ. આપણા રાજ્યનું સંચાલન આપણા પોતાના જ હાથમાં હોય તો તેનો ઉપયોગ આપણે સમગ્ર દેશના હિતમાં કેવી સરસ રીતે કરી શકીએ એનો બંધારણ સભાએ એક દાખલો પૂરો પાડ્યો છે. સમગ્ર જનતાની તંદુરસ્તી અને દેશની ખેતી-વાડીના હિતની દૃષ્ટિએ વિચાર કરીએ તો દૂધાળાં અને બીજાં ઢોરોની કતલ આપણે ક્યારની ય અટકાવવી જોઈતી હતી. પણ જેને દેશના કલ્યાણની જરા પણ પરવા ન હતી અને દેશનું માંસ અને રુધિર સાવ સુકાઈ જઈને દેશવાસીઓ માત્ર હાડ અને ચામમાં મઢેલાં હાલતાં-ચાલતાં હાડપિંજરો જ બની રહે એમાં જ જે પોતાની સલામતી માનતી હતી, એ પરદેશી સરકારને આ કાર્ય કરવું ન ગમે એ સમજી શકાય એવી વાત છે. આપણી સરકારની સ્થાપના થઈ, અને તેણે દેશની શક્તિને ક્ષીણ કરતી આ ખામીને દૂર કરી છે. વર્ષે-વર્ષે વધતી જતી પ્રજાના ખમીરને પુષ્ટ બનાવવાનું કાર્ય અત્યારે ચિંતાનો વિષય થઈ પડ્યો છે. સંખ્યાની દૃષ્ટિએ પ્રજા થોડી હોય કે વધારે હોય એ બહુ મહત્ત્વનું નથી. ખરી મહત્ત્વની વાત તો પ્રજાની એક-એક વ્યક્તિ બળવાન હોય એ છે. આપણને પોષણ આપનારાં દૂધાળાં ઢોરોની કતલ થયાં કરે, દિવસે-દિવસે દૂધની તંગી અને મોંઘવારી વધતી જાય અને પ્રજાને પોષણ આપવા માટે આપણે દેશી કે પરદેશી નકલી પોષક તત્ત્વો (વિટામિનો) માટે ફાંફાં માર્યા કરીએ એ તો લાખ આપીને રાખ લેવા જેવો અવળો ધંધો ગણાય. આ જ રીતે ખેતી માટેનાં જરૂરી ઢોરોની કતલ થવા દેવી અને ખેડને માટે ટ્રેક્ટરો કે એવાં યંત્રો વસાવવાં એ પણ ખોટનો જ ધંધો હતો. બંધારણસભાએ એ ઊંધી માણે માપવા જેવા કાર્યને અળગું કરવાની મોકળાશ કરી આપી છે એ બહુ સમયસરનું કામ થયું છે. કમિટીની જે ભલામણોના આધારે આ કલમ હાથ ધરવામાં આવી છે તેમાં યોગ્ય જ કહેવામાં આવ્યું છે : “હિંદમાં ઢોરોની કતલ કોઈ પણ સંજોગોમાં ઇચ્છનીય નથી, અને તેથી તેને કાયદાની દૃષ્ટિએ ગુનો ગણાવાની જોગવાઈ કરવી જોઈએ. હિંદની ઉન્નતિ, ઘણે મોટે અંશે, તેનાં ઢોર ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy