SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૨ - તીર્થભૂમિઓનાં જીર્ણોદ્વારો કે સ્મારકો અત્યારે કેવી બેઢબ રીતે કરવામાં આવે છે અને એ કાર્યો કેવી આદર્શ રીતે થવાં જોઈએ એ અંગે બોલતાં શેઠશ્રીએ કહ્યું – “આપણાં તીર્થોમાં જે જાતનું સમારકામ કરાવવું જોઈએ, જે જાતની મંદિરોની બાંધણી હોવી જોઈએ તે આપણે વીસરી ગયા છીએ; એટલું જ નહીં, પણ જૈન સંસ્કૃતિને અને જૈન શિલ્પને આજે મોટામાં મોટું નુકસાન કોઈ કરી રહ્યું હોય તો તે આપણાં અજ્ઞાન જૈન ભાઈઓ અને બહેનો છે. કોઈ પણ મંદિર સમારાવવાનું હોય અને તેમાં સુંદરમાં સુંદર જૂનું લાકડા ઉપર કરેલું ચિત્રકામ હોય તો તેને સંભાળીને સમરાવી લેવાને બદલે તે લાકડકામ ફેંકી દઈ ત્યાં આરસનાં પાટિયાં લગાવી મંદિર ભવ્ય બનાવવાની જે ખોટી માન્યતા આપણામાં ફેલાઈ છે, તેને તત્કાળ બંધ કરવી જોઈએ. હમણાં-હમણાં એક બીજી ખોટી અને અણસમજુ પ્રથા ચાલુ થઈ છે ઃ તે મંદિરોમાં પટો ચિતરાવવાની. તે પટોમાં કોઈ જાતની કારીગરી તો હોતી નથી; એટલું જ નહીં, પણ એટલા બેરંગી હોય છે કે આપણાં મંદિરોની સૌમ્યતાને તે ભારે હાનિ પહોંચાડી રહ્યા છે. તે જાહેર મત કેળવી તદ્દન બંધ કરાવવા જોઈએ.' જીર્ણોદ્ધાર વગેરેનાં કાર્યોમાં નાણું ખરચવામાત્રથી કામ નથી સરતું, પણ એના માટે તો સ્થાપત્યોને જાળવવાની દૃષ્ટિ પણ હોવી બહુ જરૂરી છે. આ દૃષ્ટિના અભાવે ખુદ ગિરનાર ઉપરનાં જિનમંદિરોના જીર્ણોદ્વારમાં જ પુષ્કળ નાણું ખરચવા છતાં એનું પ્રાચીન સ્થાપત્ય આપણે સાચવી ન શક્યા એ પ્રત્યક્ષ પુરાવારૂપ છે. જૈન સંસ્કૃતિના સંરક્ષણ માટે શેઠશ્રીએ ઉચ્ચારેલ નીચેના શબ્દો આપણને વિશિષ્ટ કર્તવ્ય તરફ પ્રેરે તેવા છે : “સામાયિક-પ્રતિક્રમણ કરે, ઉપવાસ-એકાસણાં કરે, જૈન મંદિરે દર્શન-પૂજાએ જાય એટલે ભાવિકજન; માટે આ ક્રિયાઓ જરૂરી. પણ મારી નમ્ર માન્યતા પ્રમાણે તેનાથી આપણી જૈન સંસ્કૃતિ ટકાવી શકાશે નહીં. જૈન સંસ્કૃતિ ટકાવવા સારુ આપણાં તીર્થ અને મંદિરો શુદ્ધ જૈન શિલ્પને અનુસરીને થાય તે માટે સાવચેતી રાખવી જોઈશે.’’ જૈન સંસ્કૃતિના સંરક્ષણ અંગેના સૂચનના અનુસંધાનમાં શેઠશ્રીએ જ્ઞાનભંડારો અંગે જે સૂચન કરેલું તે અત્યારની દૃષ્ટિએ ખૂબ અગત્યનું છે એમ અમને લાગે છે. તેઓએ કહ્યું : ૨૮૫ “આપણા ભંડારોમાં જે અલભ્ય અને અમૂલ્ય પુસ્તકો પડેલાં છે, તેનો ઊંડો અને તલસ્પર્શી અભ્યાસ માત્ર જૈનોની નહીં, પણ જૈનેતરની દૃષ્ટિએ પણ થવો જોઈએ. એમ કરવાથી જૈન તત્ત્વજ્ઞાનનું સ્થાન અનેરું થશે... આપણે એવી યોજના કરવી જોઈએ કે જેથી આ ભંડારોનો ઉપયોગ વ્યવસ્થિત રીતે અને વધુ છૂટથી થાય. “આપણા કેટલાક જ્ઞાનભંડારોની સ્થિતિ અત્યંત શોચનીય છે, અને આપણી વાણિયાશાહી સંકુચિતતાને કારણે કેટલાય ગ્રંથો નાશ પામ્યા, અથવા જીર્ણ કે વેરવિખેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy