________________
જિનમાર્ગનું જતન
સમયનો જ કોયડો નથી; એ તો અનાદિકાળનો સનાતન કોયડો છે, અને એ માટે યુગે-યુગે યોગીપુરુષોને પોતાનાં જીવન તેમ જ કવન દ્વારા સમર્થ પ્રયત્નો કરવા પડ્યા છે; અને છતાં લપસણી ભૂમિની જેમ એ બાબતો હંમેશાં લપસણી જ રહી છે. સંઘને બ્રહ્મચર્ય અને અપરિગ્રહ મહાવ્રતના ભંગના દોષમાંથી સ્પષ્ટપણે મુક્ત કરવા માટે ચોથા વ્રતમાં અભિપ્રેત અન્ય વ્રતને અલગ વ્રત ગણાવી ભગવાને ચોથા અને પાંચમા એમ બે વ્રતોનું સ્પષ્ટ વિધાન કર્યું.* ભગવાન મહાવીરનું આ પગલું સંઘશુદ્ધિ અને ધર્મશુદ્ધિના ઇતિહાસમાં યાદગાર અને હંમેશને માટે માર્ગદર્શક બની રહે એવું છે.
પણ ભગવાન મહાવીરના આ મહાન કાર્યની પ્રશંસા કરીએ કે કેવળ ભૂતકાળની વાતો કરીને રાચીએ, એટલું પૂરતું નથી. એ ભૂતકાળનો ઉપયોગ આપણે આપણી સામેથી પસાર થતા કાળને અર્થાત્ આપણા વ્યક્તિગત જીવન અને સમાજને ઘડવામાં કરીએ તો જ એનો સાચો મહિમા સમજાયો ગણાય.
૧૦૨
(૪) મહાવીર-જીવનમાંથી સ્ફુરતો બોધ
ભગવાન મહાવીરને થઈ ગયા અઢી હજાર વર્ષ થઈ ગયાં; સારું છે આપણે એમને ‘ભૂલ્યા' નથી, અને છતાં ય એમને ભૂલી ગયા હોઈએ એવી બિનજવાબદાર રીતે આપણે વર્તીએ છીએ ત્યારે સહેજે ભગવાન મહાવીરના જીવનનું થોડુંક પણ અર્થપૂર્ણ દર્શન કરવાનું મન થાય છે.
(તા. ૬-૪-૧૯૬૩)
ભગવાન મહાવીરના જીવનનો આપણે ચાર ભાગમાં વિચાર કરી શકીએ: (૧) પૂર્વભવો, (૨) ગૃહસ્થ-જીવન, (૩) સાધક-જીવન (૪) તીર્થંક૨-જીવન. આમાંના કોઈ પણ ભાગનો વિચાર કરીએ અને તે-તે ભાગનું વર્ણન કરતા જે પ્રાચીન-અર્વાચીન ગ્રંથો આપણે ત્યાં ઉપલબ્ધ છે એનો વિચાર કરીએ તો એમાંથી રોચક, આહ્લાદક અને પ્રેરક કથા તો જાણવા મળે જ; ઉપરાંત એ બધામાંથી જીવનપ્રેરક બોધપાઠો પણ મળી શકે એમ છે.
આનું થોડુંક અવલોકન કરીએ
* અર્થાત્ ‘અપરિગ્રહ’ વ્રતમાં, તે વખતે, સ્થૂળ મિલ્કતરૂપ જ ગણાતી સ્ત્રીના ત્યાગનો પણ સમાવેશ, ખરેખર તો, અભિપ્રેત હતો જ; છતાં પણ અપરિગ્રહના મનમાન્યા અર્થઘટનથી તે બાબત છૂટી ન જાય તે માટે ‘બ્રહ્મચર્ય'ને ચોખ્ખા અલગ વ્રત તરીકે સ્થાપ્યું. – સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org