SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર-જીવન : ૩ ૧૦૧ એ જ સાચો ધર્મ છે એ વાત પોતાના જીવન અને ઉપદેશ દ્વારા સચોટ રીતે સમજાવી. ધર્મશુદ્ધિ માટેનો આ પુરુષાર્થ એ ઇતિહાસકાળની એક નોંધપાત્ર ઘટના બની ગઈ; એની અસર ત્યાર પછી અઢીસો વર્ષે થયેલ ભગવાન બુદ્ધની ધર્મસ્થાપના ઉપર પણ થયા વગર ન રહી. પણ ભગવાન પાર્શ્વનાથ પછી, એમની પરંપરાના આચારને શુદ્ધ રાખવામાં ચતુર્યામ ઊણા ઊતર્યા! પણ, ખરી રીતે એ કમજોરી એ તત્ત્વોની નહીં, માનવીની પોતાની હતી. તેવીસમા અને ચોવીસમા તીર્થકર વચ્ચેનું અંતર તો માત્ર અઢીસો વર્ષનું જ, પણ એટલા સમયમાં કાળબળ કહો કે માનવીની પોતાની કમજોરી કહો, પાશ્વપત્યિક (પાર્શ્વનાથના અનુયાયી) ધર્મસંઘમાં શિથિલતા પ્રવેશી ગઈ અને વધવા લાગી. જાણે, ઉત્ક્રાંતિના નિયમ મુજબ આ શિથિલતાને નાથીને ધર્મશુદ્ધિની પુનઃસ્થાપના કરવા માટે જ ભગવાન મહાવીરનો જન્મ થયો. ભગવાન મહાવીરને તો આત્મશુદ્ધિ કે જીવનશુદ્ધિ સિવાય બીજું કશું જ ખપતું ન હતું. એમણે જોઈ લીધું કે પ્રત્યેક વ્યક્તિની જીવનશુદ્ધિ એ જ ધર્મશુદ્ધિ કે સંઘશુદ્ધિની જનેતા બનવાની છે. વ્યક્તિની શુદ્ધિની જો ઉપેક્ષા કરવામાં આવે તો ધર્મશુદ્ધિ કે સંઘશુદ્ધિ એ કેવળ આકાશકુસુમ જેવી વાત બની રહે. અહિંસામૂલક સમભાવથી પ્રેરાઈને ભગવાને સમાજપરિવર્તનના પાયારૂપ ચાર ક્રાંતિકારી પગલાં ભરીને ધર્મશુદ્ધિને વેગ આપ્યો : (૧) સમાજમાં પતિત, દલિત કે અધમ ગણાતા જનસમૂહના ઉદ્ધારને માટે માનવી-માનવી વચ્ચેના ઊંચ-નીચાણાના નકલી ભેદને નાબૂદ કરીને ધર્મમંદિરનાં (સમવસરણનાં, ધર્મસભાનાં દ્વાર સૌને માટે મોકળાં કરી દીધાં, (૨) ધર્મસાધનામાં સ્ત્રીને સમાન દરજ્જો આપીને નારી-પ્રતિષ્ઠા કરી અને એ ભાવનાને અમલી રૂપ આપવા ભિક્ષુસંઘોની જેમ ભિક્ષુણીસંઘોની રચના કરી, (૩) લોકોને ધર્મની વાતો સહેલાઈથી સમજાય એ માટે ધર્મોપદેશ માટે લોકભાષાને અપનાવી અને એને ધર્મશાસ્ત્રની ભાષાનું ગૌરવ અપાવ્યું અને (૪) જુદાજુદા ધર્મમતોમાંથી સારતત્ત્વ સ્વીકારવા માટે અને સત્યની સર્વાગી શોધને વેગ આપવા માટે અનેકાંત-પદ્ધતિની પ્રરૂપણા કરી. અને આટલું જ શા માટે? ભગવાન મહાવીરની વિચક્ષણ બુદ્ધિએ જોયું કે ભગવાન પાર્શ્વનાથે બ્રહ્મચર્ય અને અપરિગ્રહના પાલન માટે લાઘવથી યોજેલ માત્ર એક યામની બાબતમાં ભિક્ષુસંઘો શિથિલ બનતા જાય છે; અને એમાં ઠીક-ઠીક અવ્યવસ્થા ઊભી થઈ ગઈ છે. ખરી રીતે તો કામિની (વિલાસપ્રિયતા) અને કંચન (સંગ્રહશીલતા) ઉપર સંયમ મેળવવાની વાત એ કંઈ આજકાલનો કે મહાવીરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy