________________
જિનમાર્ગનું જતન
પડે છે. આ અશુદ્ધિઓમાંથી મુક્તિને જ જીવનસાધકોએ સાચી મુક્તિ તરીકે બિરદાવી છે (ષાયવિત: વિન મુવિસ્તરેવ), અને એની સાધના માટે જ પોતાની સમગ્ર શક્તિ કેન્દ્રિત કરવાનું અને કામે લગાડવાનું તેઓએ ઉદ્બોધ્યું છે.
ભગવાન મહાવીરનું જીવન એ ૫૨મ મહાયોગીનું જીવન હતું. આત્મશુદ્ધિની પૂર્ણ સાધના, આત્મભાવનો પૂર્ણ સાક્ષાત્કાર અને આત્મામાં પરમાત્મભાવનું પૂર્ણ પ્રકટીકરણ એ જ એમની યોગસાધનાનું ધ્યેય હતું. એ ધ્યેયની સંપૂર્ણ સિદ્ધિમાં જ મહાવીર-જીવનનો મહિમા છે. પણ આ આત્મસાધનાનો વિચાર જેટલો રળિયામણો છે, એટલો જ અતિશ્રમસાધ્ય અને અતિકષ્ટસાધ્ય એનો અમલ છે. પણ જેમણે આત્માની ભીતરમાં જ છુપાયેલ પરમાત્મભાવના અમૃતનું દર્શન કર્યું હોય એમને આવો શ્રમ થકવી શકતો નથી અને આવાં કષ્ટો વિચલિત કરી શકતાં નથી. એમનું લક્ષ્ય તો સર્વદા આ અમૃત ઉપર જ કેન્દ્રિત થયેલું હોય છે; એના પરમ આહ્લાદક દર્શનમાં તેઓ દુનિયાનાં કષ્ટમાત્ર વીસરી જાય છે. અરે, એ કષ્ટો તો એમને શત્રુ જેવાં આકરાં નહીં, પણ મિત્ર જેવાં પ્યારાં લાગે છે !
૧૦૦
આમ જોઈએ તો ધર્મમાત્રનું ધ્યેય પાપ કે દોષથી નીચે પડતા જીવને બચાવીને એનો ઉદ્ધાર કરવો, એને આત્મવિકાસના ઉન્નત માર્ગે દોરી જવો એ જ છે. પણ જૈનધર્મે જે રીતે આ ધ્યેયનું કેવળ સમર્થન કે પ્રરૂપણ જ નહીં, પણ પાલન કરી બતાવ્યું છે, તેથી આત્મશુદ્ધિ એ એનો આત્મા બની ગયો છે. અને આ આત્મશુદ્ધિને પ્રાપ્ત કરવાના અમોઘ સાધનરૂપ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિંસાનું પાલન અને સાવ વિરોધી કે પ્રથમ દૃષ્ટિએ અમાન્ય લાગતા વિચારમાં પણ રહેલા સત્યને શોધીને તેનો સ્વીકાર કરવાની અનેકાંતવાદની વૈજ્ઞાનિક પદ્ધતિ એ જૈનધર્મની અસાધારણ વિશેષતાઓ છે. પણ આ વિશેષતાઓ એ કંઈ જૈનધર્મને એમ ને એમ સાંપડી ગયેલી વિશેષતાઓ નથી; એની પાછળ તો એના પ્રરૂપક તીર્થંકરોનાં મહાતપ અને પરમ પુરુષાર્થનું બળ રહેલું છે.
પુરાતન (પ્રાગૈતિહાસિક) કાળમાં જીવનકૌશલ અને સંસ્કારિતાથી વંચિત જનસમૂહને ભગવાન ઋષભદેવે જીવનકૌશલ અને સંસ્કારિતાનું દર્શન કરાવીને સંસ્કૃતિનું નિર્માણ કર્યું, તો ભગવાન નેમિનાથે એને કરુણા અને વૈરાગ્યનો વારસો આપીને સમૃદ્ધ બનાવ્યું.
ઇતિહાસકાળમાં ભગવાન પાર્શ્વનાથે હિંસામાં ધર્મ માનનાર પ્રજાને ઢંઢોળીને અહિંસાની દિવ્ય શક્તિનો પરચો બતાવ્યો; અને એ રીતે જૈન સંસ્કૃતિના આત્માને વિશેષ તેજસ્વી બનાવ્યો. એમણે ચાર મહાવ્રતો(ચતુર્યામ – જેમાં બ્રહ્મચર્યનો અપરિગ્રહ એ ચોથા મહાવ્રતમાં સમાવેશ થતો હતો)ની દેશના આપીને હિંસક કે ધ્યેયશૂન્ય બાહ્ય ક્રિયાકાંડોમાં ધર્મ માની બેઠેલ જનતાને સાચા ધર્મનો માર્ગ બતાવ્યો, અને ‘આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org