SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર-જીવન : ૨, ૩ દૈવી ગુણસંપત્તિ અને આસુરી દુષ્ટવૃત્તિઓમાંથી કોની પસંદગી કરવી એ માનવીના પોતાના હાથની વાત છે. અહીં જ આત્મસાધનાની જરૂર ઊભી થાય છે. આ બે વૃત્તિઓનો માનવીના ચિત્તમાં સતત સંગ્રામ તો ચાલતો જ રહે છે, અને એ સંગ્રામ પામર માનવીને બેચેન અને માર્ગભ્રષ્ટ બનાવતો રહે છે. કંઈક વિશ્વની રચના જ એવી છે કે એમાં મોટા ભાગે દૈવી વૃત્તિઓ ઉપર આસુરી વૃત્તિઓ પોતાનું વર્ચસ્વ જમાવીને વિશ્વને દીન-હીન-દુઃખી બનવાને માર્ગે દોરી જાય છે. પોતાના અંતરમાં રહેલી આસરી વૃત્તિઓ ઉપર વિજય મેળવીને પોતાની દૈવી ગુણવિભૂતિને પ્રગટાવનારા સાધકો ભાગ્યે જ જન્મે છે. પણ જ્યારે પણ આવી ધર્મવિભૂતિ પ્રગટે છે ત્યારે જગતું ભારે રાહત અનુભવે છે, અને આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ દુઃખના સાગરને તરી જવાનો ઉપાય એને લાધ છે; આનું જ નામ તીર્થસ્થાપના. ભગવાન મહાવીર સર્વોદયતીર્થના સ્થાપક આવા જ તીર્થંકર હતા. આવા ધર્મતીર્થનો આશ્રય લઈને પોતાની આંતરિક ગુણસંપત્તિને વિકસાવવાનો પુરુષાર્થ કરવાને બદલે જ્યારે માનવી આસુરીવૃત્તિના પંજામાં સપડાઈ જાય છે, ત્યારે એ માનવ મટીને દૈત્ય, દાનવ કે રાક્ષસ જેવો ક્રૂર, કરુણાહીન અને સ્વેચ્છાચારી બની જાય છે. ભગવાન મહાવીરની સાધના આવી આસુરીવૃત્તિને નાથવાની અને જગતને શાંતિનો સાચો માર્ગ બતાવવાની હતી. | (તા. ૮-૪-૧૯૭૧) (૩) મહાવીરસવામી ધર્મશુદ્ધિના સમર્થ પુરસ્કર્તા શુદ્ધિ એ ધર્મનું ધ્યેય છે, ધર્મનો આત્મા છે અને ધર્મનો મર્મ છે. શુદ્ધિ વિના ધર્મ ટકી શકતો નથી, અને શુદ્ધિનો લાભ થતો ન હોય તો પછી ધર્મનો કોઈ ઉપયોગ રહેતો નથી. આંતરિક અશુદ્ધિના નિવારણનો માર્ગ એનું નામ જ ધર્મ, અને એ માટેનો પ્રબળ પુરુષાર્થ એનું નામ જ ધર્મનું આરાધન કે અધ્યાત્મસાધના. શરીર પર કે વસ્ત્ર-પાત્ર જેવી વસ્તુઓ પર લાગેલા બાહ્ય મળોનું નિવારણ એ તો સુસાધ્ય બાબત છે, એ માટે કંઈ ઊંડી સાધના કે મોટી મહેનતની જરૂર રહેતી નથી. પણ પોતાના આત્મા સાથે એકરૂપ થઈ ગયેલી કર્મો, ક્લેશો અને કષાયોના મળોની અશુદ્ધિઓને દૂર કરવાનું કામ ભારે શ્રમસાધ્ય કાર્ય છે; એમાં સામાન્ય જ્ઞાન કે ક્રિયાથી કામ ચાલતું નથી, પણ વિશિષ્ટ જ્ઞાન અને ક્રિયાના નિપુણ સમન્વયની જરૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy