________________
૯૮
જિનમાર્ગનું જતન અને મલિન વૃત્તિઓનાં નિરીક્ષણ અને સંશોધનના ઉપાયરૂપ મૌન અને ધ્યાનનું પણ એટલું જ મહત્ત્વનું સ્થાન હતું.
ચિત્તની ભોગપરાયણતાને નાથવા ભગવાને ખાન-પાન ઉપર સ્વેચ્છાથી અનેક આકરી મર્યાદાઓ મૂકીને દેહનું દમન કરવાનો માર્ગ સ્વીકાર્યો હતો. સાડાબાર વર્ષ જેટલા સુદીર્ઘ સાધનાકાળમાં ભગવાને માત્ર ૩૫૦ દિવસ જ આહાર કર્યો હતો. આવું કઠોર દેહદમન કરવા ઉપરાંત કુદરત-સર્જિત કે માનવ-પશુ-પંખી-સર્જિત જે કંઈ કણે આવી પડ્યાં તે પણ તેઓ અદીનભાવે સહન કરતા રહ્યા. આવી રીતે, જેનું વર્ણન વાંચતાં પણ આપણાં રૂંવાડાં ખડાં થઈ જાય, એવાં અપાર અને અસહ્ય કષ્ટો સહન કરવા છતાં ભગવાનની પ્રસન્નતા વિલાઈ જવાને બદલે ઉત્તરોત્તર વિકસતી રહી એ તેઓના ઉત્કટ ધ્યાન અને મૌનને પ્રતાપે જ, આ ધ્યાન અને મૌનના સહારે-સહારે તેઓ આત્મનિરીક્ષણમાં વધુ ને વધુ ઊંડા ઊતરતા ગયા અને પોતાના દોષો અને ગુણોનું તેમ જ જગતના સ્વરૂપ અને સ્વભાવનું વધુ ને વધુ સત્વગામી દર્શન મેળવતા ગયા. સત્યના આશકને સત્યનો સાક્ષાત્કાર થાય, એના જેવો બીજો આનંદ કયો હોઈ શકે ? અને એ સફળ સત્ય-સાધનાને બળે ભગવાન મૃત્યુને તરીને સત્-ચિત્ આનંદરૂપ અમૃતના અધિકારી બની ગયા. (સવ્વસ મા ૩ િસે મેદાવી મારે તને અર્થાત્ સત્યના પ્રતાપે તે પ્રજ્ઞાવાન પુરુષ “માર' એટલે કે કામવાસનાને પાર પહોંચે છે.) પોતાને લાધેલ અમૃતની ગતને લ્હાણી કરવા ભગવાને ધર્મની પ્રરૂપણા કરી, અને જગતના સર્વ માનવોને જ નહીં, પણ પશુ-પંખી અને કીટપતંગ જેવા સર્વ જીવોને પણ પોતાના મિત્ર લેખી હૃદયમાં સમાન સ્થાન આપ્યું ! ભગવાન મહાવીરનો આ જ પરિપૂર્ણ સમભાવ. એ સમભાવને કેળવીને ભગવાન સર્વ બંધનોથી મુક્ત – મોક્ષગામી બની શક્યા. (સનમાવમવિઝM નહેરૂં મુક્કરવું જ સંવેદો અર્થાત્ સમભાવથી વ્યાપેલા આત્માવાળો સાધક મોક્ષ પામે છે એમાં સંદેહ નથી.) મહાવીરનો આ જ મહિમા અને એમના જીવન અને ઉપદેશનો આ જ બોધપાઠ. એ બોધને જે સમજો, ચિંતવશે અને જીવનમાં ઉતારશે તે દુઃખના મહાસાગરને તરીને સાચા સુખને પામશે.
ભગવાન મહાવીરની જીવનસાધનાને જરા આ રીતે પણ સમજવા જેવી છે: 1 દેવાસુર-સંગ્રામની કે દેવો અને અસુરોએ કરેલા સમુદ્રમંથનની પ્રાચીન પુરાણકથાનો ભાવ એ છે કે દૈવી અને આસુરી વૃત્તિઓ વચ્ચે વિશ્વમાં સતત સંઘર્ષ ચાલતો રહે છે. સમભાવના મહેરામણ સમા અહિંસા, કરણા અને મહાકરણાના માર્ગે સમગ્ર વિશ્વને મિત્રરૂપ, બલ્લે પોતાના આત્મારૂપ માનીને કેવળ એના કલ્યાણની જ કામના અને પ્રવૃત્તિ કરવી એ દૈવી ગુણવિભૂતિનું ફળ છે. ત્યારે જ્યાં આસુરી વૃત્તિ જાગી ઊઠે છે ત્યાં કેવળ વેર, દ્વેષ અને ક્લેશનો દાવાનળ જ સળગી ઊઠે છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org