________________
૨૬
જિનમાર્ગનું જતન
રૂપાળા બાળકની જેમ, કુદરતમાતાની ગોદમાં વસેલા આ શાંત, એકાંત, સુંદર તીર્થમાં આઠ-દસ દિવસ રહીને પરમાત્મા અને આત્માના સાનિધ્યના આનંદરસનું આચમન કરવા અર્દનો પ્રયત્ન કરવો. પણ દરિદ્રના મનોરથોની જેમ, આ ઝંખના તો ફળે ત્યારે ખરી !
પહેલી વાર આ તીર્થનાં દર્શન કર્યાં હતાં આજથી બારેક વર્ષ પહેલાં પૂજ્ય પંડિત શ્રી સુખલાલજી સાથે. ત્યારે ત્યાં ફકત વીસેક કલાક જ રહેવાનો લ્હાવો મળ્યો હતો. ઝંખના સાવ અધૂરી રહી ગઈ : ક્યારે ફરી યાત્રાનો અવસર મળે ! અને એવો થોડોક અવસર મળી ગયો.
અમે રાતા-મહાવીર તીર્થની યાત્રા કરી તા. ૧૫ મી ડિસેમ્બરે રાતના દસેક વાગે રાણકપુર પહોંચ્યા.
ચારે કોર નીરવ શાંતિ હતી. સુદિ સાતમના ચંદ્રની સોહામણી ચાંદની જાણે ધરતી, દેવમંદિર અને આસપાસની ટેકરીઓ ઉપર રમવા નીકળી હતી. બધે ય એનું સોહામણું રૂપ રેલાઈ રહ્યું હતું. મેં ધાર્યું હતું કે રાણકપુર પહોંચીને રાતના જ દેવમંદિરની આસપાસ અને એના વિશાળ આંગણામાં ફરીને ઈશ્વરના અને કુદરતના અનોખા રૂપનાં દર્શન કરીશું. પણ કંઈક થાક, કંઈક ટાઢ અને કંઈક માર્ગભૂલ્યા મુસાફરની જેમ અમે આડીઅવળી નકામી વાતોમાં અટવાઈ ગયા, તેથી એ ધારણા ન ફ્ળી !
જાગ્યા. જિનમંદિરનાં દર્શન કર્યાં, જિનેશ્વરનાં દર્શન કર્યાં, ચોમેરની કુદરતનાં દર્શન કર્યાં; જિંદગીની રોજ-બ-રોજની જળોજથા ભૂલીને ચિત્ત આહ્લાદ અનુભવી રહ્યું ! જેવું સુંદર એવું જ સ્વચ્છ ! અવ્યવસ્થાનું કોઈ નામ નહીં; અસ્વચ્છતા કે અવ્યવસ્થા કરતાં આપણે પોતે જ શરમાઈ જઈએ !
ચારે કોર નાની-નાની ટેકરીઓ. આગળ નાની-સરખી નદી. આસપાસ વિશાળ વગડો. નદીનાં નીર તો સુકાઈ ગયાં છે, પણ એની શોભા સુકાઈ નથી. માનવીએ સરજેલી કળા અને કુદરતની કળાને વસાવતું આ ધામ જાણે પરમેશ્વરની જ હૃદયંગમ કથા સંભળાવે છે !
જેમ આ તીર્થની સ્થાપનાની કથા જાણવા-સાંભળવા જેવી છે, તેમ એના જીર્ણોદ્ધારની વાર્તા પણ મનમાં વસી જાય એવી છે, તીર્થ તો જાણીતું હતું, પણ માનવીની ભૂલથી કહો કે કાળબળથી કહો, એ જીર્ણ અને વેરાન થઈ ગયું હતું. ત્યાં પહોંચવું બહુ મુશ્કેલ બની ગયું હતું. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું અને એના પ્રમુખ શેઠ શ્રી કસ્તૂરભાઈનું ધ્યાન એ ત૨ફ ગયું, એમણે એનો નમૂનેદાર જીર્ણોદ્વા૨ ક૨વાનું નક્કી કર્યું. શિલ્પ અંગેની એમની વિશિષ્ટ સૂઝ અને દીર્ઘદૃષ્ટિ, કુશળ શિલ્પીઓની વર્ષોની કામગીરી અને લાખોના ખર્ચે જીર્ણોદ્વાર સાંગોપાંગ પૂરો થયો. તીર્થની શોભા અને ભવ્યતા ફરી ખીલી નીકળી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org