________________
તીર્થરક્ષા અને તીર્થસેવન : ૫
એની એક-એક વાત ઉપર શેઠશ્રીએ ધ્યાન આપ્યું. સાદડીથી રાણકપુર પહોંચવાનો માર્ગ પાકો થઈ ગયો, નવી-નવી ધર્મશાળાઓ ઊભી થઈ; અને તીર્થની શોભાને કશી જ ક્ષતિ ન પહોંચે એની પૂરી તકેદારી રાખી. તીર્થના જીર્ણોદ્વા૨થી પ્રભાવિત થઈને મારવાડના એક ભાવિક સગૃહસ્થને, ત્યાં નવી ધર્મશાળા કરાવવાની ભાવના થઈ. એમણે પેઢીને લખ્યું. એ માટે આજથી ૩૦-૩૫ વર્ષ પહેલાં એ ભાઈએ પચાસ હજાર રૂપિયા આપવા કહ્યું ! તેઓ શ્રી કસ્તૂરભાઈ શેઠને મળ્યા. એમણે મંદિરની સામે ધર્મશાળા કરવાની માગણી કરી. શેઠે એનો ઇન્કાર કરી દીધો. મંદિરની શોભા અને પવિત્રતા પહેલી, પૈસા પછી ! આ રીતે આ તીર્થ ફરી જાજરમાન બની રહ્યું. અને મંદિરની શોભા ! જેવું વિશાળ, એવું જ ઊંચું અને એવું જ કોણીથી સમૃદ્ધ ! એનું વર્ણન શું થઈ શકે ? પાસે જ બીજાં મંદિરો અને સુંદર સૂર્યમંદિર એ સ્થાનની રમણીયતામાં વધારો કરે છે.
બપોરે બધા સાથીઓ રવાના થયા, હું રોકાઈ ગયો. બપોરે ત્રણેક કલાક ફરી દેવમંદિરનાં નિહાળી-નિહાળીને દર્શન કર્યાં. નીરવ એકાંતમાં પ્રભુ સામે બેસીને પ્રાર્થના કરી; નિર્મળ બુદ્ધિ અને સ્વસ્થ ચિત્તની યાચના કરી !
અને રાત પડી – દેવમંદિરની આરતીના ઘંટારવ શાંત થયા. થોડી વાર ભાવનાનાં ગીતો રેલાયાં અને દેવદરબારનાં દ્વાર બંધ થયાં. હું ચોમેર ફરવા લાગ્યો.
ઊજળી આઠમનો અર્ધો ચંદ્ર મધ્ય આકાશે શોભતો હતો, ચોમેર ચાંદની ફેલાતી હતી. મંદિરની પાછળની ટેકરીઓ સાધના કરતા કો' સ્વસ્થ યોગીઓની જેમ બેઠી હતી. એ ટેકરીઓની કોરે હરણીના ત્રણ તારા ચમકતા હતા : જાણે દર્શન, જ્ઞાન અને ચરિત્ર ! હું મંદિરની આસપાસ ફરતો રહ્યો, આંગણામાં ઘૂમતો રહ્યો. મન શાતા અને આહ્લાદ અનુભવી રહ્યું.
૨૯૦
પરોઢિયે પાંચેક વાગે જાગ્યો ત્યારનું દૃશ્ય વળી અનોખું હતું. ચંદ્રનો પ્રકાશ સંકેલાઈ ગયો હતો. ચોમેર અંધારું ફેલાયું હતું. રાત્રે ચાંદનીમાં પ્રકાશમાન લાગતાં મંદિરનાં શિખરો અને ટેકરીઓ ભવ્ય પડછાયા જેવાં શોભતાં હતાં અને આકાશ અગણિત તારાઓથી ઊભરાઈ ગયું હતું – આત્માના અનંત ગુણો આ રીતે ખીલી ઊઠે તો?...
અને રવાના થવાનો સમય પણ આવી પહોંચ્યો. સવારના સાત વાગ્યા. દેવાધિદેવનાં છેલ્લાં દર્શન કરી જાણે એમને સદાને માટે અંતરમાં વસવા પ્રાર્થના કરી દેવમંદિરને ફરી-ફરી નીરખ્યું, ચોમેરની શોભાનું ફરી પાન કર્યું અને હું રવાના થયો. એનાં દર્શન કરવાની ઘણા વખતથી ઇચ્છા હતી. ઉપરાંત આ વખતે ત્યાં જવામાં મૌલિક વિચારક, આત્મચિંતક અને નિજાનંદનાં શોધક મુનિવર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org