SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ જિનમાર્ગનું જતન શ્રી અમરેન્દ્રવિજયજીને પિંડવાડામાં મળવાનો અવસર મળવાનો હતો. હું ૧૭મી ડિસેમ્બરે પિંડવાડા પહોંચ્યો. મહારાજશ્રીએ સાથે આવીને મંદિરનાં દર્શન કરાવ્યાં. એ ધાતુપ્રતિમાઓ ખરેખર અનોખી છે. કાઉસગ્ગ-મુદ્રાની બે વિશાળ પ્રતિમાઓ અને મોટી-નાની, જુદા-જુદા આકાર-પ્રકારની, કળાના વિશિષ્ટ નમૂના સમી સંખ્યાબંધ પદ્માસનસ્થ ધાતુપ્રતિમાઓનાં દર્શન કરીને વર્ષોની ઝંખના સફળ થયાનો સંતોષ અને આનંદ થયો. કળામય ધાતુપ્રતિમાઓના આવા સંગ્રહનું મૂલ્ય શું આંકી શકાય? પિંડવાડાના જિનમંદિરમાં સાદા પથ્થરની કોરણીનું જે નવું કામ થઈ રહ્યું છે, તે પણ શિલ્પકળાના ઉત્તમ નમૂના સમું છે. - બપોરે ને રાત્રે શ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ સાથે મન ભરીને વાતો કરી. એમના વાચન-ચિંતનમાંથી મનનીય કેટલીય નવી વાતો જાણવા મળી. દરિદ્ર મન કંઈક મૂડીવાળું બન્યું. ૧૮મીની સવારે હું સિરોહી પહોંચ્યો. સિરોહીનાં મંદિરોની નામના ઘણા વખતથી સાંભળી હતી. ત્યાંનો એક મહોલ્લો તો શત્રુંજય તીર્થની ટૂંકની યાદ આપે એવો જિનમંદિરોથી સમૃદ્ધ છે. રાજસ્થાનના જાણીતા કાર્યકર અને અમારા સ્નેહી શ્રી અચલમલજી મોદીએ સાથે ફરીને બધાં ૧૬-૧૭ જેટલાં મંદિરોનાં દર્શન કરાવ્યાં. મંદિરો નાનાં પણ છે. મોટાં પણ છે. કળાના નમૂના જેવાં પણ છે અને સાદાં પણ છે. એક મંદિર તો એની રચનામાં રાણકપુરના વિશાળ મંદિરનો નાનો નમૂનો દર્શાવે એવું મોટું છે. મંદિરોમાં ક્યાંક ગંદકી પણ જોઈ. મંદિરોની સાચવણી માટે જરૂરી એવાં પૂરતાં નાણાંના અભાવને લીધે એમ હશે એમ લાગે છે. સિરોહી-સંઘમાં ધર્મને નિમિત્તે કુસંપ પેઠો છે, એ દુઃખદ છે. ત્યાંની જુદા-જુદા ગચ્છની મોટી-મોટી પોશાળો અને આ દેવમંદિરો સિરોહીની જાહોજલાલીની સાક્ષી પૂરે છે. ૧૮મી ડિસેમ્બરની સાંજે સિરોહીથી રવાના થઈ, પાંચ દિવસમાં ફાલના, રાતા મહાવીર, રાણકપુર, પિંડવાડા ને સિરોહી એ પાંચ તીર્થોની યાત્રા પૂરી કરી. (તા. ૧૪-૩-૧૯૭૦) (૬) સંસારતાપ શમાવતું શ્રી સેરિસાતીર્થ ભૂખ્યો માણસ ભોજનને ઝંખે, થાક્યો માનવી વિસામો શોધે, એ જ રીતે થાકેલ શરીર અને મન થોડીક કાર્યમુક્તિ અને થોડાક આરામની, કેટલાય મહિનાઓથી, તીવ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy