________________
૩૩૪
જિનમાર્ગનું જતન અને જૂની દૃષ્ટિથી કામ નહીં ચાલે; એમ કરવા જતાં તો અધિવેશન માત્ર જલસારૂપ કે કોઈને મોટા બનાવવાના સાધનરૂપ બની જવાનું. આમ ન થાય એ જોવાનું કામ કૉન્ફરન્સના પ્રતિનિધિ-બંધુઓનું છે. તેઓ બરોબર કામ બજાવે અને કૉન્ફરન્સનું અધિવેશન પૂર્ણ થતાં સમાજમાં નવી ચેતના અને પ્રાણ પૂરી શકે એવો સમયસૂચકતાભર્યો કાર્યક્રમ સમાજ સમક્ષ રજૂ કરે એમ ઇચ્છીએ.
(તા. ૭-૬-૧૯૫૨)
(૩) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો સાચો કર્તવ્યમાર્ગ
શેઠ આણંદજી કલ્યાણજી(આણંદ કલ્યાણી સંઘ)ની પેઢી એ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયની એક માતબર અને સધ્ધર ધાર્મિક સંસ્થા છે. આટલી વિશાળ આર્થિક સગવડોવાળી – એટલે કે કોઈપણ ધાર્મિક કાર્યને પહોંચી વળવા માટેની તમામ આર્થિક ચિંતાઓથી મુક્ત એવી – ધાર્મિક સંસ્થાઓ ઘણી જ ઓછી હશે, અને જૈન સંઘમાં તો કદાચ આવી બીજી એકે સંસ્થા નથી. પેઢીની આટલી સારી આર્થિક સધ્ધરતા તો ધાર્મિક ભાવનાથી પ્રેરાઈને આર્થિક સમર્પણ કરવાની જૈનસંઘમાં પ્રવર્તતી સદ્દવૃત્તિનું પરિણામ છે.
ચાલ્યા આવતા રિવાજ મુજબ, પેઢીના સ્થાનિક (બહારગામના પ્રતિનિધિઓની ચાલુ સાલની વાર્ષિક બેઠક આવતી કાલે તા. ૭-૩-૧૯૪૯ને સોમવારના રોજ મળે છે તે પ્રસંગે, કેટલીક વાતો કહેવાનું જરૂરી લાગવાથી આ નોંધ લખી છે. કેવળ અર્થપ્રધાન નિસ્તેજ વાર્ષિક બેઠકઃ
સૌથી પહેલી વાત તો એ કે પેઢીની આ વાર્ષિક બેઠક એ મુખ્યત્વે સરવૈયા મંજૂર કરાવવા માટે બોલાવવામાં આવતી મિલોના ભાગીદારોની કે વ્યાપારી મંડળોના મેમ્બરોની વાર્ષિક બેઠક જેવી જ થાય છે એ સામે અમારો ખાસ વાંધો છે; કારણ કે આ. ક. ની પેઢી એ કંઈ આર્થિક વહીવટ કરવાની સંસ્થા નથી, પણ સમગ્ર જૈન જે. મૂ. સંઘનો વહીવટ કરનાર સંસ્થા છે. એટલે સમસ્ત જૈનસંઘના વહીવટની આગળ આર્થિક વહીવટ એ તો બહુ જ ગૌણ વસ્તુ બની જાય છે; એ આર્થિક વહીવટ તો માત્ર સાધનરૂપ જ ગણી શકાય. પણ આજે સમસ્ત સંઘના વહીવટના બદલે આર્થિક વહીવટ જ મુખ્ય વસ્તુ બની ગઈ છે એ ભારે કમનસીબી છે; આમ થવાનાં અનેક દુષ્પરિણામો જૈનસંઘ ભોગવી રહ્યો છે. જૈનસંઘનું વર્ચસ્વ કે બળ દિવસેદિવસે ઓછું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org