SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૩ થતું ગયું તેનાં અનેક કારણોમાં આ અર્થપ્રધાન દૃષ્ટિ એ પણ એક અગત્યનું કારણ છે. આપણી વણિકવૃત્તિને આ અર્થપ્રધાન દૃષ્ટિ એટલી બધી ફાવી ગઈ છે, કે એની આગળ સાચી ધાર્મિક દૃષ્ટિને આપણે મોટે ભાગે વિસરી જ ગયા છીએ; તેનો પુરાવો પેઢીની આવી વાર્ષિક બેઠકોની કાર્યવાહી પોતે જ છે. અલબત્ત, પેઢીની આવી વાર્ષિક બેઠકમાં સ્થાનિક પ્રતિનિધિઓને સરવૈયા ઉપરાંત બીજી કેટલીક બાબતો જાણવા મળતી હશે ખરી; પણ આવી મોટી પેઢી માટે આટલું બસ નથી. આવી વાર્ષિક બેઠકનો કોઈ પણ જાતનો સત્તાવાર અહેવાલ પેઢી તરફથી પૂરો પાડવામાં આવતો નથી કે એ બેઠકમાં વર્તમાનપત્રોના પ્રતિનિધિઓને પણ સ્થાન મળતું નથી એ આજના યુગમાં ખૂબ ખટકે એવી બીના છે. પેઢી એ કોઈ એક વ્યક્તિની કે અમુક ગણ્યાગાંઠ્યા માનવીઓની નહિ, પણ સમસ્ત જૈનસંઘની માલિકીની સંસ્થા છે એ વાત જો સાચી ઠરાવવી હોય, તો પેઢીની કાર્યવાહીનો ઝીણવટભર્યો સંપૂર્ણ અહેવાલ જૈનસંઘ સમક્ષ રજૂ થવો જ જોઈએ. પેઢીનો વહીવટ લોકશાહી ઢબે ચાલતો હોય તો આ તો એનું પ્રથમ જ પગલું ગણાવું જોઈએ. આટલું ય જો ન થઈ શકે, તો કહેવું જોઈએ કે પેઢીના વહીવટદારો આજના યુપ્રવાહ તરફ જરા પણ લક્ષ આપવા માગતા નથી. યુગપ્રવાહ તરફ આંખમીંચામણાં કરવામાં પેઢીના વહીવટદારોને ભલે તાત્કાલિક સહીસલામતી લાગતી હોય અને પોતાનું કામ સરળ રીતે ચાલ્યા કરતું લાગતું હોય, પણ જો લાંબા ભવિષ્યના કલ્યાણની દૃષ્ટિથી વિચાર કરવામાં આવે, તો જેના માટે વણિક કોમની ખ્યાતિ છે તે અગમચેતી કે દૂરદર્શીપણું આમાં નથી. જનતાને એટલે કે જનતાના મોટા ભાગને જો કોઈ સંસ્થામાં રસ લેતી કરવામાં ન આવે, તો એ સંસ્થા લાંબા સમય સુધી લોકકલ્યાણ ન સાધી શકે; એટલું જ નહીં, પણ કાળક્રમે એ સંસ્થા નિષ્ક્રિય અને જડ જ બની જાય. વ્યક્તિ કરતાં સંસ્થા મહાન છે, અને સંસ્થા કરતાં જનકલ્યાણ મહાન છે – એ સત્ય જો આપણા હૈયે વસ્યું હોય તો પેઢીના વહીવટને વ્યક્તિનિષ્ઠ બનાવવાના બદલે સમસ્ત સમુદાયને એમાં રસ લેતો કરવામાં જરા પણ આંચકો ખાવાની કે કોઈ પણ જાતનો ડર રાખવાની જરૂર ન હોય. એની શરૂઆત વાર્ષિક બેઠકમાં જનસમૂહને સ્થાન આપીને કે એનો વિસ્તૃત અહેવાલ જનસમૂહને પૂરો પાડીને કરવી જોઈએ. (ભલે બંધારણીય રીતે મત આપવાનો હક્ક જનસમૂહને ન મળે, પણ કાર્યવાહીનું અવલોકન કરવાની જોગવાઈ તો બંધારણને વફાદાર રહીને પણ થઈ શકે.). પેઢીનું અતિ સંકુચિત કાર્યક્ષેત્ર: આ ઉપરાંત પેઢીનો દાવો – જે પ્રમાણે એના નોટપેપર ઉપર છાપવામાં આવ્યું છે તે પ્રમાણે – ‘હિંદુસ્તાનની સમસ્ત શ્વેતાંબર મૂર્તિ-પૂજક જૈન કોમના પ્રતિનિધિ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy