SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૨ સામાન્ય રીતે સામાજિક પ્રગતિમાં, ઉદારતા કેળવવામાં અને સમાજની એકતા સાધવામાં આપણા મુનિવરો આપણને જોઈતું માર્ગદર્શન જવલ્લે જ કરાવે છે; તેઓ તો ‘જૂનું એટલું સોનું'ના જ જાણે સમર્થક હોય એ રીતે, નવીન દૃષ્ટિ અને નવીન વિચારણાથી મોટે ભાગે વેગળા જ રહે છે. પરિણામે, આપણે તેઓની પૂરેપૂરી ભક્તિ કરીને તેમને સાચવતા હોવા છતાં, તેઓ આપણને સાચવતા નથી આપણાં સુખદુઃખના સહભાગી બનતા નથી; ઊલટા કોઈ ને કોઈ બહાને સમાજમાં ભાગલા પાડવાના નિમિત્ત બની બેસે છે. આ વાતને અમુક અપવાદ છે જ એની ના નથી, પણ મોટા ભાગનાની સ્થિતિ અરાજકતાભરી છે. આ કટુ છતાં સત્ય બીના અમે અહીં એટલા માટે લખી છે કે જૈન-સંઘમાં શ્રમણો અને શ્રાવકો બંને પરસ્પર એવી રીતે સંકળાયેલા છે કે જો આપણો શ્રમણસંઘ શ્રાવકસંઘને તરછોડે કે એના વર્ચસ્વને પડકારે તો એનું પરિણામ જૈનસંઘની નિર્બળતામાં જ આવે. અત્યાર સુધી આપણે ક્રમશઃ સંખ્યા અને શક્તિ બંનેમાં પાછા પડતાં રહ્યાં તેમાં આપણા શ્રમણસંઘની જવાબદારી કેટલી છે તેનું માપ કાઢીને આપણા શ્રાવક-વર્ગ અને શ્રમણ-સમુદાય વચ્ચે દેશકાળાનુસાર જીવંત સંબંધ સ્થપાય એ બહુ જરૂરી છે. સ્થાનકવાસી જૈન સમાજે આનું એક ઉત્તમ ઉદાહરણ આપણી સમક્ષ રજૂ કર્યું છે. ક્ષેત્રવિસ્તારની જરૂર – કૉન્ફરન્સે સમાજને પ્રગતિશીલ બનાવવા માટે દેશમાં જુદાજુદા પ્રાંતોમાં પોતાનો વિસ્તા૨ ક૨વાની જરૂર છે. આ માટે ઠેરઠેર પોતાની ક્રિયાશીલ શાખાઓ એણે સ્થાપવી જોઈએ. આમાં કોઈ બંધારણીય મુશ્કેલી આડે આવતી હોય તો તે દૂર કરીને પણ આ કાર્ય કરવું જોઈએ. મધ્યમવર્ગના નામે ભીખ માગવામાં આવે એ વાત મુદ્દલ યોગ્ય નથી; એ રીતે એની દતિા કાયમી બની જવાનો ભય છે. કાળના પ્રબળ પ્રવાહ આગળ તો કોણ ધનવાન અને કોણ દરિદ્ર ? એટલે મધ્યમવર્ગનો પ્રશ્ન અગ્રણીઓએ સ્વામી-સેવકના પ્રશ્નની જેમ નહીં, પણ સમાન આસને બેસીને ભાઈ-ભાઈના પ્રશ્નની જેમ જ વિચારવો જોઈએ; તો જ કંઈક સન્માનભર્યો અને સાચો ઉકેલ મળી શકે. નહીં તો, મોટાઓને મોટાઈ મેળવવાના સાધનરૂપે એ સંબંધ મધ્યમવર્ગનાં મરસિયાં ગાવાનો જ બની જાય ! અને એમ થાય તો એ ‘સાધર્મિકવાત્સલ્ય’ થયું નહીં ગણાય. અને વાત્સલ્ય નહીં હોય તો સહધર્મીને આપણે શી રીતે ઉપયોગી થઈ શકવાના છીએ ? એને કેમ કરી સમર્થ બનાવવાના છીએ ? આમ પ્રત્યેક પ્રશ્ન નવા દૃષ્ટિકોણથી વિચારવામાં આવે એમ અમે સૂચવીએ છીએ. ભલે ગણ્યાગાંઠ્યા અને તે પણ સાવ ટૂંકાટચ ઠરાવો કરવામાં આવે, પણ એની પાછળની ભૂમિકા નક્કર અને રચનાત્મક હોય એમ અમે માગીએ છીએ. જૂની ઘરેડ Jain Education International 333 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy