________________
૪પ૬
જિનમાર્ગનું જતન સાધો. અપરિગ્રહ તો આગળ વધીને એમ કહે છે કે જરૂર કરતાં વધારે ભેગું જ ન કરો, કે જેથી એની ગડમથલમાં પડવું ન પડે.
આ અપરિગ્રહ કે ટ્રસ્ટીશિપની ભાવનાને ભૂલીને માણસ જ્યારે કેવળ પોતાની પાસે ધન ભેગું કરવામાં જ પાગલ બને છે, ત્યારે એ ક્રમેક્રમે ભેગા થયેલા ધનના દોષોની સામે સામ્યવાદ કે એવી જ કોઈ ભયંકર અને જલદ વસ્તુ આવી પડે તો તેને શી રીતે રોકી શકાય?
આવું થવા ન પામે, અને ખાડાટેકરા જેવી વિષમતામાં સમાજ ના સપડાતાં સમાજમાં સમતા પ્રવર્તે તે માટે માનવીએ પોતાની જીવનનિર્વાહની દૃષ્ટિનો ધ્રુવતારક સામાજિક કલ્યાણને બનાવવો જોઈએ. સમાજકલ્યાણનો ખ્યાલ રાખનારનું કદી અકલ્યાણ નથી થવાનું એવી અટળ શ્રદ્ધા આ દૃષ્ટિનો પાયો છે.
વ્યક્તિ અને સમાજમાં કોને કેટલું મહત્ત્વ આપવું જોઈએ એ વિવેક ઉપર જ જીવનનિર્વાહની દૃષ્ટિનો મુખ્ય આધાર છે. વ્યક્તિ તો આજે છે અને કાલે નથી; સમાજ તો સદાકાળ રહેવાનો જ છે. એટલે જીવનનિર્વાહની મુશ્કેલીઓનો પાર પામવા માટે આપણે જે કંઈ પણ સાધનોનો આશ્રય લઈએ તે સ્વ-પરનું કલ્યાણ કરી શકે એવાં જ હોવાં જોઈએ; પણ એવાં તો કદી પણ ન હોવાં જોઈએ કે જે આપણું દેખીતું હિત સાધીને સમાજને માટે શાપરૂપ બનતાં હોય – જેમ આજે ઠેરઠેર જોવામાં આવે છે !
સમાજના કલ્યાણમાં જ સંસ્કારિતા અને સલામતી બંને સમાયેલી છે. આપણે એવી જીવનનિર્વાહની દૃષ્ટિ કેળવીને સ્થિર ઉદયને આરાધીએ.
(તા. ૨૧-૧-૧૯૫૦)
(૨) પહેલ કોણ કરે? શિયાળો બેસે, ટાઢનો અનુભવ થવા લાગે, શરીરની અંદરની તાકાત ઓસરી ગઈ હોય અને ગરમ વસ્ત્રો વગેરે સામગ્રીનો અભાવ હોય એવા સમયે માનવી જે અસહાય સ્થિતિનો અનુભવ કરે, એવી જ સ્થિતિનો અનુભવ, લગ્નગાળો બેસતાં, જેઓને લગ્નના ભારે ખર્ચાળ રીતરિવાજોનો સામનો કરવાનો વખત આવે છે એમને થાય છે. જેને સમાજ કે આ દેશના ઉજળિયાત ગણાતા બીજા સમાજોનાં મોટા ભાગનાં (લગભગ નેવું ટકા જેટલાં) ભાઈ-બહેનો માટે લગ્નના જંગી ખર્ચને કેવી રીતે પહોંચી વળવું એ એક ભારે મૂંઝવણભરેલો કોયડો બની ગયો છે. આ કોયડાએ અત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org