________________
જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો : ૧
૪૫૫
એટલે કે પોતાની અંગત પ્રવૃત્તિઓ વખતે માનવીએ જેમ પોતાની આત્મશુદ્ધિનું સતત ભાન રાખવાનું હોય છે, તેમ પોતાની સાંસારિક પ્રવૃત્તિઓ વખતે પોતાની આસપાસના સમાજની વ્યવસ્થાને ધક્કો ન લાગે કે એ વ્યવસ્થામાં અવરોધ પેદા ન થાય તેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવાનું હોય છે. જોઈ શકાશે કે સામાજિક અને આત્મિક બંને માર્ગોનો અહીં સંગમ છે. જે સામાજિક કલ્યાણનો ખ્યાલ રાખી શકે તેની પ્રવૃત્તિ આત્માને કલુષિત કરનારી જવલ્લે જ બની શકે, અને જે આત્મશુદ્ધિનો ખ્યાલ રાખી શકે તેની પ્રવૃત્તિ સમાજને નુકસાન કરનારી તો ન જ હોય; ઊલટું, સમાજને પ્રગતિના માર્ગે લઈ જઈ શકે.
આનો અર્થ એ થયો કે માનવીએ પોતાના જીવનનિર્વાહની દષ્ટિ સામાજિક કલ્યાણથી જરા પણ અળગી ન પડે એ રીતે કેળવવી અને સ્થિર કરવી જોઈએ. આનું મુખ્ય કારણ એ છે, કે માણસ પોતે સામાજિક પ્રાણી હોઈ એને સામાન્ય જનસમૂહમાં જ રહેવું ગમે છે. પોતાની આસપાસ જો સમાજ ન હોય તો માનવીને સુંદર પહેરવું, શણગાર કરવો, ધન ભેગું કરવું વગેરે કશું ગમે જ નહીં. એટલે સમાજ એ માનવીના જીવનનું પ્રેરણાબળ છે એમ કહી શકાય, અને જ્યાંથી પોતાને પ્રેરણા-બળ મળતું હોય તેને જરા પણ હાનિ ન પહોંચે એ રીતે વર્તવું એ માનવીની પવિત્ર ફરજ બની જાય છે.
દુનિયામાં સમયે-સમયે પ્રવર્તતી મુશ્કેલીનાં મૂળ (ભાગ્યની વાત છોડીએ તો) માનવીએ પોતાની પ્રવૃત્તિમાં સામાજિક કલ્યાણનો ખ્યાલ અળગો કર્યો એમાં જ રહેલાં છે. આમાંથી આપણા આપ્ત પુરુષોએ ઠેર-ઠેર દર્શાવેલા અપરિગ્રહના સિદ્ધાંતની નજીકમાં જઈ પહોંચીએ છીએ. ન્યાયસંપનવિભવ અર્થાત્ પ્રામાણિકતાયુક્ત કમાણી તો અપરિગ્રહનો આત્મા જ છે એ સમજાવવાની જરૂર ન હોય. એટલે જે સમાજમાં અંદરોઅંદર જેટલા અંશે આર્થિક વિષમતા ઓછી, તેટલા અંશે એ સમાજ વધુ સુખી.
સમાજને સંગઠિત અને સુવ્યવસ્થિત રાખનારો આપણો આ અપરિગ્રહનો પુરાતન સિદ્ધાંત એ જ આજની નવી પરિભાષામાં સંપત્તિના ટ્રસ્ટીશિપ(વાલીપણાનો સિદ્ધાંત સમજવો; કારણ કે, એ બંને પાછળની ભાવના એક જ છે.
માનવી પોતે જેટલું રાંધે છે તે બધું પોતે જ ખાઈ જતો નથી એ આપણા રોજના અનુભવનું સત્ય આર્થિક ક્ષેત્રને પણ લાગુ પડે છે; એ લાગુ કરવામાં આપણે જેટલા ચૂકીએ છીએ તેટલી આપણી સામાજિક સ્થિતિ વણસતી જાય છે. ગજા ઉપરાંત ખાવાથી જો બેચેની કે રોગ થયા વગર ન રહેતાં હોય, તો ઉપભોગના ગજા ઉપરાંતનું ધન ભેગું કરવાથી પણ દોષ ઉત્પન્ન થયા વગર કેમ રહે? વાલીપણાનો સિદ્ધાંત એ કહે છે કે કદાચ તમારી પાસે જરૂર કરતાં વધુ ધન ભેગું થઈ જાય તો તમે એનો સમાજના કલ્યાણ માટે છૂટથી ઉપયોગ કરી જે જ્યાંથી આવ્યું છે તેને તે માર્ગે વહાવી જનહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org