SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું જતન બીજી રીતે આપણે નબળા પડ્યા કે સબળા રહ્યા એ માટે કદાચ વિવાદ કે મતભેદને ભલે અવકાશ હોય, પણ આપણી સંખ્યાની બાબતમાં તો, જાણે આપણને ક્ષય લાગુ પડ્યો હોય એમ, આપણે રોજ-બ-રોજ ઘસાતા જ રહ્યા છીએ. ૨૪ (૨૫-૧૨-૧૯૪૯) સને ૧૯૬૧ની સાલમાં કરવામાં આવેલી વસ્તી-ગણતરી પ્રમાણે બધા ય ધર્મોના અનુયાયીઓ કે બધી જાતિઓના માણસો મળીને હિંદુસ્તાનની કુલ વસ્તી ૪૩, ૯૨,૩૫,૦૩૮ (ચુમ્માલીસ કરોડમાં થોડી ઓછી) થઈ છે. તેમાં જુદા-જુદા ધર્મોના અનુયાયીઓની સંખ્યાના આંકડા નીચે પ્રમાણે છે : હિંદુધર્મીઓ – ૩૬,૬૧,૬૨,૬૯૩ (છત્રીસ કરોડથી વધારે) ૪,૬૯,૧૧,૭૩૧ (ચાર કરોડથી વધારે) મુસલમાનો ખ્રિસ્તીઓ શીખો ૧,૦૪,૯૮,૦૭૭ (એક કરોડથી વધારે) - ૭૮,૪૬,૦૭૪ (અઠ્ઠોતેર લાખથી વધારે) ૩૨,૫૨,૮૦૪ (બત્રીસ લાખથી વધારે) બૌદ્ધો જૈનો (બધા ય ફિરકાઓના મળીને) - ૨૦,૨૭,૨૪૬ આ આંકડાઓનું પૃથક્કરણ કરતાં, ભારતવર્ષના ત્રણ પ્રાચીન ધર્મો – બ્રાહ્મણધર્મ (એટલે કે વૈદિક અથવા હિંદુધર્મ), જૈનધર્મ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓમાં આ છેલ્લી (૧૯૬૧ની) વસ્તી-ગણતરી પ્રમાણે જૈનધર્મના અનુયાયીઓની સંખ્યા સૌથી ઓછી છે. અરે, પરદેશથી હિંદુસ્તાનમાં આવીને સ્થિર થઈ ગયેલા ઇસ્લામ અને ખ્રિસ્તીધર્મના અનુયાયીઓની સંખ્યાની સરખામણીમાં પણ જૈનોની સંખ્યા ઘણી જ ઓછી છે. હિંદુસ્તાનમાંથી મુસ્લિમ રાજસત્તાના અસ્તકાળ જેવા છેલ્લા સમયમાં પણ મુસલમાનોની વસ્તી ઘણી સારી સંખ્યામાં રહી. હિંદુધર્મમાંથી જ જુદા સ્થપાયેલ શીખધર્મના અનુયાયીઓની સંખ્યા પણ જૈનો કરતાં લગભગ ચારગણી છે. સાથે-સાથે અહીં એ વાત પણ સવિશેષપણે જાણવા જેવી છે કે સને ૧૯૫૧માં કરવામાં આવેલ વસ્તીગણતરીમાં બૌદ્ધધર્મના અનુયાયીઓની સંખ્યાનું પ્રમાણ દર એક હજારે એક બૌદ્ધધર્મીના હિસાબે એ વખતની ચાલીસ-એકતાલીસ કરોડની વસ્તીના પ્રમાણમાં આશરે ચારેક લાખ બૌદ્ધધર્મના અનુયાયીઓ જેટલું હતું, તે એક જ દસકામાં આઠગણું વધીને, દર એક હજારે આઠના હિસાબે, બત્રીસ લાખ કરતાં ય વધી ગયું છે ! આની સામે જૈનધર્મના બધા ય ફિરકાઓના અનુયાયીઓની ભેગી ગણતરી કરવામાં આવતાં સને ૧૯૫૧ની વસ્તીગણતરીમાં જૈનોની વસ્તીનું પ્રમાણ દર એક હજાર હિંદુસ્તાનીઓએ પાંચ જૈન (એટલે કે ફક્ત અડધા ટકા જેટલું !) – એ પ્રમાણે Jain Education International - - - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy