SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નોઃ ૭, ૮ ૨૩ શ્રીયુત “૨' ના આ વિચારો એટલા સરળ અને સ્પષ્ટ છે કે એ ઉપર વિવેચન કરવાની જરૂર નથી. જાણે એમ લાગે છે કે “આંદોલનોના લેખકબંધુને શિખામણરૂપ હોય એવા વિચારો શ્રીયુત “૨ની કલમમાંથી સહજ રીતે સરી પડડ્યા છે. સંપ્રદાયના નામે બખેડા ન જગાવતાં સાંપ્રદાયિક એકતા સાધવી હોય તો સાંપ્રદાયિક પ્રત્યેક વાતનો પૂરેપરા વિવેકપૂર્વક વિચાર કરવો જોઈએ. સાંપ્રદાયિક છે : એટલા માત્રથી કોઈ પણ વાતને તિરસ્કરણીય કે આદરણીય માની લેવાની આપણી જમાનાજૂની ટેવ હવે તો આપણે ભૂલીએ! શ્રી ૨'ના ઉપરના વિચારો નવયુગને અનુરૂપ સાહિત્યનું ઘડતર કરવામાં વિશેષ ઉપયોગી થઈ પડે એવા અમને લાગ્યા છે. કલમના કસબ કરનારાઓએ એ ધ્યાનમાં રાખવા જેવા છે. આપણા હાથે કશું લખવાનું રહી જાય તેનું કંઈ નહીં, પણ જે કંઈ લખાય તે વિચાર ને વિવેકથી ગળાઈને લખાવું જોઈએ એ જ આ લખાણનો સાર છે. (તા. ૯-૧-૧૯૪૯) (૮) સંખ્યાબળ વગર ટકી શકાશે ? વર્તમાન દશા છેલ્લા કેટલાક સૈકાઓમાં વિશ્વમૈત્રીના સંદેશને વરેલા આપણા ધર્મનો લાભ બીજાઓને આપવા તરફની આપણી ઉદાસીનતાને લીધે, તેમ જ આપણામાં વધતી જતી કદરતા અને સંકુચિતતા વગેરે કારણે, જૈનધર્મના અનુયાયીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થતો જ રહ્યો છે. આપણા સંઘની આવી ખેદજનક તેમ જ ચિંતાજનક સ્થિતિ થવા છતાં આપણા ધર્મનાં મંગલદ્વાર સૌ કોઈને માટે ખુલ્લાં મૂકી દેવાની દીર્ઘ દૃષ્ટિ તો આપણામાં, સાવ નગણ્ય જેવા અપવાદોને બાદ કરતાં, જાગી જ નહિ, અને હજી પણ જાગતી નથી! જ્યાં એકંદરે આપણી સંખ્યામાં કંઈક ને કંઈક પણ ઘટાડો જ થતો હોય; એટલું જ નહિ, એ ઘટાડાને આપણા સંઘનાયકો સાવ નચિંતપણે બરદાસ્ત કરી લેવા ટેવાઈ ગયા હોય, ત્યાં આપણા ધર્મના અનુયાયીઓની સંખ્યામાં વધારો થાય એવા યોગ્ય ઉપાયોના અમલની તો આશા જ કેવી રીતે રાખી શકાય ? આવી સ્થિતિમાં તો, છેલ્લી ૧૯૬ ૧ની વસ્તીગણતરીમાં આપણી સંખ્યામાં કશો ઘટાડો ન થયો અને આપણું દર એક હજારે પાંચનું પ્રમાણ જળવાઈ રહ્યું એ પણ ગનીમત ! (તા. ૨૫-૫-૧૯૬૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy