________________
૨૧
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૬ કરતા. પણ એમને તો જૈન સંપ્રદાય પ્રત્યે એવી સૂગ વ્યાપી ગઈ છે કે તેઓ બીજી કશી વાતનો વિચાર જ નથી કરી શક્યા.
પણ પ્રાકૃત સાહિત્ય પ્રત્યેનો લેખકનો અણગમો આટલેથી જ ક્યાં અટકે છે? તેમને તો પ્રાકૃત સાહિત્ય “સૂકા રણ” સમું લાગે છે !
આ રીતે ટીકા કરવામાં કલમને રમતી મૂકનાર લેખકને આપણે એટલું તો જરૂર પૂછી શકીએ, કે “ભાઈ ! આ બધી વાતો જાણે આપે સમગ્ર પ્રાકૃત સાહિત્યનું સંપૂર્ણ પાન કરી જઈને લખી હોય એવી છટાથી લખી છે; પણ આપનો પ્રાકૃત સાહિત્યનો સાચો અભ્યાસ કેટલો એ જણાવવાની, જાહેર કરવાની આપનામાં હિંમત છે? અને નહીં તો આજે સરકારના મોટામાં મોટા પ્રધાનોનાં ખાનગીમાં ખાનગી દફતરની વાત જાણવાનો દાવો કરતા શેરીના સામાન્ય બડાઈખોર માનવી જેટલું જ આપનું મહત્ત્વ ગણાય.”
(૩) આ પછી આવે છે હેમચંદ્રાચાર્ય અને જૈન સાહિત્યનો વારો.
શ્રી હેમચંદ્રાચાર્યના સાહિત્ય માટે લેખક લખે છે : “કોઈ પણ પૂર્વગ્રહ વિના કહી શકાય કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રના ગ્રંથોમાં પણ મૌલિકતા કેટલી છે તે એક સવાલ છે.” મૌલિકતા કોને કહેવી એના શાસ્ત્રીય વિવાદમાં ન ઊતરતાં આપણે લેખકને એટલું જ પૂછીએ, કે આપે હેમચંદ્રનું સમગ્ર સાહિત્ય વાંચ્યા પછી જ આ વિધાન કર્યું છે કે મનગમતી કલ્પનાથી ? બાકી પોતાની જાતને પૂર્વગ્રહમુક્ત કહેવી એ તો પોતાના હાથની જ વાત છે ને ?
સમગ્ર જૈન સાહિત્ય પણ લેખકની કૃપાપ્રસાદીથી બાકાત નથી રહી શક્યું. એ માટે તેમણે લખ્યું છે : “સર્જક બળ કે દ્રષ્ટાનું અભિનવ તત્ત્વદર્શન જેન તેમ જ પ્રાકૃત સાહિત્યમાં સંસ્કૃતના મુકાબલે અલ્પ છે.” પણ લેખકે આ લખતાં પહેલાં એટલું જાણી લીધું હોત કે જૈન સાહિત્ય પ્રાકૃત ભાષામાં જેટલું રચાયું છે, તેના કરતાં જરા પણ ઓછું સંસ્કૃત ભાષામાં રચાયું નથી, તેમ જ જૈનેતર સંસ્કૃત ગ્રંથોના વિકાસમાં પણ જૈન વિદ્વાનોએ નોંધપાત્ર ફાળો આપ્યો છે, તો તેઓ આવું વિધાન ભાગ્યે જ કરવા પ્રેરાત.
(૪) અને લેખકે એક વાત તો ભારે રમૂજ ઉત્પન્ન થાય એવી લખી છે. તેમણે લખ્યું છે : “આ વસ્તુનો સ્વીકાર જૈન સાહિત્યના સાંપ્રદાયિક દૃષ્ટિવાળા અભ્યાસીઓ ન કરે તે સ્વાભાવિક છે, પણ તટસ્થ રીતે જોનાર સત્યપ્રિયે તો તેમ જ કહેવું રહ્યું.” આ તો ફરિયાદી પણ પોતે અને ન્યાયાધીશ પણ પોતે જેવી વાત થઈ. જે લેખકની વાત માને તે તટસ્થ અને સત્યપ્રિય અને તેમની વાત ન માને તે સાંપ્રદાયિક દૃષ્ટિવાળા ! આ વિધાન માટે તો લેખકને શું કહીએ?
(તા. ૨-૧૦-૧૯૪૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org