________________
જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો : ૧
૪પ૧ જૈનધર્મનો પ્રચાર જ્યારે કોઈ એકાદ વર્ણ કે કોઈ એકાદ વર્ણની અમુક જ્ઞાતિઓ પૂરતો બંધિયાર નહોતો થયો, ત્યારે તો જાતજાતનો ધંધો ખેડનારાઓ જૈનધર્મના અનયાયી હતા કે બની શકતા. ત્યારે જૈનધર્મ એ નિર્મળ વહેતી સરિતા સમો સર્વજનસુલભ હતો, અને જેનું દિલ ચાહે તે માનવી એ સરિતાનાં નીરમાં નિર્મળ બની શકતો. પણ કોણ જાણે શાથી, સમયના વહેવા સાથે એ સદા વહેતી સરિતાએ બંધિયાર સરોવરનું અને વધુ આગળ જતાં નાના-સરખા તળાવનું રૂપ લઈ લીધું. ધીમેધીમે જૈનધર્મનો પ્રચાર સર્વ વર્ગોમાંથી ખસીને બહુ મોટે અંશે વૈશ્યવર્ણમાં જ, અને વૈશ્યવર્ણની પણ અમુક-અમુક જ્ઞાતિઓમાં જ રહ્યો. અત્યાર લગી તો જૈનધર્મના પ્રચાર-પ્રદેશની આવી હીયમાન (ઘસાતી) સ્થિતિ રહી છે. આગળ પણ ઘસારાનો આ જ ક્રમ ચાલુ રહેવા દેવો છે કે એમાં કંઈ ફેરફાર કરવો છે એ વિચારવાનું કામ જેનધર્મના અનુયાયીઓનું પોતાનું છે.
અમને ચોક્કસ લાગે છે. કે જૈનધર્મની ઘસાતી સ્થિતિ રોકવી હોય તો આ ભૂતકાળના પ્રકાશમાં સાવ નવેસરથી આપણાં જીવનનિર્વાહનાં સાધનોનો આપણે વિચાર અને પ્રચાર કરવો જોઈશે.
એક બીજી વાતઃ કોઈ પણ સમાજ કે સમૂહની મુશ્કેલી કે આબાદીનાં મૂળ એમાંની વ્યક્તિઓમાં જ રોપાયેલાં હોય છે - વ્યક્તિદીઠ વળગેલી મુશ્કેલી કે આબાદીનો જ્યારે એકી સાથે સામૂહિક રૂપે વિચાર કરીએ ત્યારે એ વિચાર સામાજિક મુશ્કેલી કે સામાજિક આબાદીરૂપે દર્શન દે છે એટલું જ; મુખ્ય પાયો તો વ્યક્તિ પોતે જ છે. બીજાઓ અમુક હદ લગી સાધનરૂપે કે નિમિત્તરૂપે જરૂર ઉપયોગી થઈ શકે, પણ મુખ્ય કામ તો વ્યક્તિએ પોતે જ માથે લેવું જોઈએ. શરીરમાં થોડેઘણે અંશે પણ ચેતના મોજુદ હોય તો જ ઔષધ એને ઉપયોગી થઈ શકે.
તેથી અત્યારના સંજોગોમાં જીવનનિર્વાહ શી રીતે થઈ શકે એમ છે અને પોતાનું તથા પોતાની સંતતિનું સંરક્ષણ અને સંવર્ધન કયા માર્ગે થઈ શકવાનું છે એનો વિચાર પ્રત્યેક વ્યક્તિએ પોતે કરવાનો છે. અલબત્ત, જેઓમાં દીર્ઘદ્રષ્ટિ અને કાબેલિયત હોય એવા આગેવાનોએ પણ એ માર્ગ ક્યા-કયા હોય એના સમાજવ્યાપી પ્રચાર કરતાં રહી એની પ્રતિષ્ઠા કરવામાં પોતાનો ફાળો આપવાનો છે.
જૈનધર્મના અનુયાયીઓનું વર્તુળ જેમ-જેમ નાનું થતું ગયું, તેમ તેમ તેના નિર્વાહના માર્ગો પણ ઓછા થતા ગયા. છેલ્લે-છેલ્લે અંગ્રેજી અમલની દોઢ-બે સદીઓ દરમ્યાન તો એ સવિશેષ ઓછા થઈ ગયા. જેને આપણા લોકો ઊજળો ધંધો' કહીને ઓળખાવવા ટેવાઈ ગયા છે એવા ધીરધાર, વ્યાજવટાવ, વેપારવણજ, દલાલી, આડત, યાંત્રિક હુન્નર ઉદ્યોગ જેવા ઓછી મહેનતે વધુ લાભ અપાવનાર વ્યવસાયો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org