SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ જિનમાર્ગનું જતન નામાઠામા કે મુનીમ-કારકુનગીરી જેવી બેઠાડુ નોકરીઓ મુખ્યત્વે જૈનોના જીવનનિર્વાહનું સાધન બની ગયા હતાં. પરિણામે શ્રમસાધ્ય કે વધુ મહેનત માગતાં કાર્યો આપણે છોડી દીધાં; અથવા વધુ ચોકસાઈથી કહેવું હોય તો એમ કહેવું જોઈએ કે એવા શ્રમસાધ્ય ધંધા કરનારાઓ પ્રત્યે આપણે એક પ્રકારની સૂગ કેળવી દીધી અને એમના સામાજિક દરજ્જાને આપણે નીચો ગણવા ટેવાઈ ગયા. એકંદરે આ ઊજળા ધંધાઓએ જૈનોને ઠીકઠીક લાભ કરી આપ્યો એમ પણ સ્વીકારવું જોઈએ. પણ આ પરિસ્થિતિ પણ ભૂતકાળની વાત બની ગઈ છે અથવા ઝપાટાભેર પલટાય છે એ હકીકત જેનોની વધુ ને વધુ કથળતી જતી આર્થિક સ્થિતિ જોતાં દીવા જેવી સ્પષ્ટ થઈ જવી ઘટે. જે ગઈ કાલે હતું તે આજે નથી, અને જે આજે છે તે આવતી કાલે રહેવાનું નથી એવાં એંધાણ ચોખ્ખાં જણાઈ રહ્યાં છે. એટલે સમાજની આ ઘસાતી જતી સ્થિતિનું ચિત્ર જેઓ જઈ શકતા હોય તેઓએ તેમ જ પ્રત્યેક વ્યક્તિએ સમયને પારખીને આપણા જીવનનિર્વાહના સાચા માર્ગોનો નવેસરથી - અને કદાચ ક્રાંતિકારક લાગે તેવી રીતે વિચાર કરવો જોઈએ એમ લાગ્યા વગર રહેતું નથી. જો આપણે બરાબર જોઈ શકીએ તો આપણને જણાયા વગર નહીં રહે કે આખી દુનિયા અત્યારે જાણે ઊકળતા ચરુમાં હોમાઈ ગઈ છે. અને દુનિયાનાં પુરાણાં તોલમાપ નવાં રૂપરંગ ધારણ કરવા માંગતા હોય અને એમાંથી સાવ નિરાળા પ્રકારનો જીવનનો ઘાટ ઘડાવાનો હોય એવી ઝંઝાવાત જેવી સ્થિતિ બધે ય પ્રવર્તી રહી છે, અને દુનિયાના શાણા પુરુષો એમાં પણ ટકી શકાય એ રીતે નિર્વાહના માર્ગોનું નવનિર્માણ કરવામાં લાગી ગયા છે. જ્યારે સર્વત્ર આ સ્થિતિ થઈ ગઈ હોય તો તેમાંથી આપણે અળગા રહી શકીએ એ સર્વથા અશકય છે. તેથી જ આપણે આપણાં સાધનોમાં પણ અનુરૂપ ફેરફારો સ્વીકારવા તૈયાર થવું જોઈએ એ સ્પષ્ટ છે. આ સાધનોની પસંદગીની દિશા કેવી હોઈ શકે તે માટે થોડોક નિર્દેશ કરવો ઉપયોગી થઈ પડશે. પહેલું તો એ કે શ્રમસાધ્ય કે કપડાંને બગાડે એવાં કામો પ્રત્યે આપણે જે સૂગ દાખવીએ છીએ તે દૂર કરીને તેના સ્થાને શ્રમ પ્રત્યે આપણે આદર કેળવવો જોઈએ. આમ થવાથી અત્યારે જીવનનિર્વાહ માટે અનિવાર્ય એવાં સામાન્ય લાગતાં કામો કરવા તરફ પણ આપણે વળી શકીશું; એટલું જ નહિ, આપણી આધ્યાત્મિકતામાં પણ તેથી એક પ્રકારની શુભ્રતા આવી શકશે, અને સાથે-સાથે આજની આપણી ધાર્મિકતા અર્થપરાયણ થઈ ગઈ છે તે દોષનું પણ નિવારણ થશે. બીજુ એ કે મોટાઈનો ખ્યાલ છોડીને દરેક પુરુષ સ્ત્રીઓ અને બાળક-વૃદ્ધ સુધ્ધાં પોતે આર્થિક દૃષ્ટિએ ઉપયોગી થઈ શકે એ રીતે દરરોજ અમુક સમય કામમાં વિતાવવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy