________________
જિનમાર્ગનું જતન
વીતરાગનો માર્ગ, જૈનધર્મનો માર્ગ તો સૌને માટે કેવો ખુલ્લો અને સહુનું કલ્યાણ કરનારો છે એનું જે યથાર્થ વર્ણન, સીમંધરસ્વામીને મીઠો ઉપાલંભ આપતાં, પોતાની હૃદયંગમ બાનીમાં મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજે કર્યું છે, તે સદા અંતરમાં કોતરી રાખવા જેવું છે. એક ભક્તના જેવા ભાવ નીતરતા હૈયામાંથી એ સંતપુરુષ કવે છે
૧૯૨
મ્હોટાં-નાનાં અંતરો રે, ગિરુઆ નવિ દાખંત; શિશ-દરસણ સાયર વધે હૈ, કૈરવ વન વિકસંત. ઠામ-કુઠામ વિ લેખવે રે, જગ વ૨સંત જળધાર; કર દોય કુસુમે વાસીયે રે, છાયા વિ આધાર. રાય ને રંક સરખા ગણે રે, ઉદ્યોતે શશિ-સૂર; ગંગા-જળ તે બિહું તણા રે, તાપ કરે સવિ દૂર. સિરખા સહુને તારવા રે, તિમ તમે છો મહારાજ ! મુજશું અંતર કિમ કર્યો રે, બાંહ્ય ગ્રહ્યાની લાજ. મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હોય પ્રમાણ; મુજરો માને સવિતણો રે, સાહિબ તેહ સુજાણ.
કવિ કહે છે : “હે ભગવાન્ ! નાના-મોટાનો આંતરો મોટાનાં દિલમાં ન હોય. ચંદ્રના દર્શનથી તો સાગર હેલે ચડે છે, અને કુમુદવન પણ ખીલી ઊઠે છે. મેઘ વરસતી વખતે કંઈ સારી કે નરસી જગ્યાનો વિચાર નથી કરતો. મઘમઘતાં ફૂલડાં તો જેમ જમણા હાથને તેમ ડાબા હાથને પણ સુગંધિત બનાવે છે. છાયા જીવમાત્રને આશરો આપે છે. સૂર્ય, ચંદ્ર અને ગંગાના જળને મન રાજા અને રંક બંને સમાન છે. તેમ હે પ્રભુ ! આપ પણ સહુના સરખી રીતે તારણહાર છો.' (છેલ્લી ત્રણ લીટીઓ સ્વયં સમજાય તેવી છે.)
કેવી ઉદાત્ત, ઉદાર, ઉમદા ભાવના !
(૫) મંદિર-પ્રવેશ-પ્રશ્નમાં માર્ગદર્શક શાસ્ત્ર-પાઠો
ભગવાન મહાવીરે જૈનધર્મનું નવસંસ્કરણ કર્યું તેમાં સામાજિક દૃષ્ટિએ સૌથી મહત્ત્વનો ફે૨ફા૨ એ કર્યો કે ધર્મક્ષેત્રમાં જન્મ, જાતિ અને વર્ણને કારણે માણસ-માણસ વચ્ચે જે ઊંચ-નીચપણાના નકલી ભેદો ઘર કરી બેઠા હતા, તે ભેદોને તેમણે સદંતર
Jain Education International
(તા. ૨૩-૪-૧૯૫૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org