________________
જિનમાર્ગનું જતન
પૈસો પણ નહીં અને માન પણ નહીં, અને છતાં આપણી સંસ્થાઓને સારા કાર્યકરો મળી રહે તેવી આશા રાખવી એ તો આકાશકુસુમની આશા બરોબર છે. સંભવ છે આવી સ્થિર આર્થિક જોગવાઈની અનિવાર્ય આવશ્યકતા આપણે સ્વીકારીએ તો આજના જેટલી વધારે સંખ્યાની સંસ્થાઓ આપણે ન ચલાવી શકીએ. આમ થાય તો પણ સરવાળે તો લાભ જ થવાનો, એમાં જરા પણ શક નથી. થોડી પણ સુવ્યવસ્થિત સંસ્થાઓ ચલાવવાનું ફળ મોટી સંખ્યાની છતાં અવ્યવસ્થિત સંસ્થાઓના ચલાવવાના ફળ કરતાં અનેકગણું વધારે અને અનેકગણું સ્થાયી, ઉપયોગી અને નક્કર આવવાનું. વળી આમ થાય તો અનેક નબળી સંસ્થાઓના એકીકરણનો સુયોગ પણ કદાચ ઊભો થાય, અને એ રીતે પણ સમાજને સ્થિર અને સુવ્યવસ્થિત સંસ્થાઓનો લાભ મળે.
૩૨૬
વળી, સંસ્થાઓના કાર્યકરો માટેની આર્થિક સગવડ નિશ્ચિત અને તેમને અમુક અંશે નિશ્ચિંત બનાવે એવી હોય તો આપણે ત્યાં કસાયેલા અને લાંબો અનુભવ ધરાવતા કાર્યકરોનું એક જૂથ જ તૈયાર થઈ જાય. આજની સ્થિતિ મોટે ભાગે એવી જ છે કે હંમેશાં અનિશ્ચિત દશામાં રહેવું પડતું હોવાથી આપણી સંસ્થાના ઘણાખરા કાર્યકરો બીજા સારા અને નિશ્ચિત સ્થાનની શોધ કર્યા કરે છે, અને એવું સ્થાન મળી આવતાં આપણી સંસ્થાઓને છોડીને ચાલતા થાય છે.
અત્યારની જે કંઈ સ્થિતિ છે, તે તો એવી જ છે, કે તેજસ્વી અને સાથેસાથે પ્રામાણિક કાર્યકરને આપણે ત્યાં કામ કરવાની ઊર્મિ જ ન જાગે; જેઓ નબળા, ખુશામતિયા કે આવડત વગરના હોય તેઓ ભલે આપણી સંસ્થાઓને વળગી રહે. આ સ્થિતિ ચાલુ રાખવી લાભકર્તા નથી.
આપણી સંસ્થાઓ મારફત આપણે ધાર્યું કાર્ય કરવું હોય, તો સાચા અને સારા કાર્યકરોનું જૂથ આપણે જમાવવું જ પડશે. કેવળ સેવાની ભાવના ભાવતા અને વગર વેતને (ઑન૨ી) કામ કરવા માગતા આગેવાનો મારફત આપણી સંસ્થાઓનું સુયોગ્ય સંચાલન થઈ શકશે એ માન્યતા ભૂલભરેલી છે.
સેવાભાવી માનાર્હ કાર્યકરો સંસ્થાની નીતિ અને કાર્યપદ્ધતિ નક્કી કરે અને પગારદાર સંચાલકો એનો કુશળતાપૂર્વક અમલ કરે એ જ કોઈ પણ સંસ્થાને કાર્યશીલ રાખવાનો મુખ્ય ઉપાય છે. વળી માનાર્હ કાર્યકરોને સંસ્થાના કાર્યથી સતત પરિચિત રાખીને એમને સંસ્થાના કાર્ય માટે વિશેષ જાગૃત રાખવાનું કામ પણ મુખ્યત્વે પગારદાર સંચાલકનું જ ગણાય. આજે માનાર્હ કાર્યકરોની જ અછત જોવા મળે છે. એ માટે વ્યક્તિનો કે એની ભાવનાનો દોષ ગણવાને બદલે પરિસ્થિતિનો દોષ ગણવો પડે એવી સ્થિતિ છે. માનાર્હ કાર્યકર શ્રીમંત હોય કે સામાન્ય, એમને એટલાં બધાં
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org