________________
૩૨૫
વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૧
પણ અહીં મુખ્ય સવાલ આપણી સામાજિક સંસ્થાઓને કાર્યકુશળ અને પ્રામાણિક સંચાલકો નથી મળી શકતા એ છે. આમ જોઈએ તો શિક્ષિતોમાં પ્રવર્તતી બેકારીને કારણે, કોઈ પણ ખાલી જગ્યા માટે, એ જગ્યાની જવાબદારી સંભાળી શકે એવા કર્મચારી મેળવવામાં મુશ્કેલી ન નડવી જોઈએ. છતાં સામાજિક સંસ્થાઓને જોઈએ તેવા સંચાલકો નથી મળી શકતા એ એક હકીકત છે. આમ થવામાં કદાચ વસ્તુસ્થિતિ એવી પણ છે, કે આવી સંસ્થાઓ માટે સુયોગ્ય સંચાલકો નથી મળતા એમ હોવાને બદલે એક યા બીજા કારણે, આપણે યોગ્ય સ્થાને યોગ્ય વ્યક્તિની નિમણૂક નથી કરી શકતા એ વાત વધારે સાચી હોય.
આમ થવાનાં મુખ્ય બે કારણ છે :
પહેલું તો એ કે આપણી કોઈ પણ જાહેર સંસ્થાના કાર્યકર માટે કોઈ પણ જાતની સ્થાયી આર્થિક વ્યવસ્થા આપણે કરતા નથી. પરિણામે, એવા કાર્યકરની સ્થિતિ ઘણે-ખરે અંશે રોજરોજની રોટી રળતા મજૂરના જેવી બની રહે છે. એટલે કે, જ્યારે પણ એને છૂટા થવાનો કે છૂટા કરવાનો વખત આવે ત્યારે તેની આર્થિક સ્થિતિ તો આકાશવૃત્તિ જેવી જ હોય. કાં તો એને તાત્કાલિક જીવનનિર્વાહની ચિંતા ઘેરી વળે, કાં એ પોતાની આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા જૈન સમાજના કાર્યક્ષેત્રને જ આખરી સલામ કરી દે ! ખરી વાત તો એ છે, કે આપણી જાહેર સંસ્થાઓ માટે જેમ આપણે મકાન વગેરેની અનિવાર્ય જરૂર માનીએ છીએ, એવી જ રીતે એના કર્મચારીઓ માટેની આર્થિક વ્યવસ્થા પણ અનિવાર્ય બનાવી જોઈએ. આમ કરવા માટે પહેલું તો દરેક કાર્યકરને દર વર્ષે કે દર બીજે વર્ષે બઢતીની (પગારવધારાની) આમ ગોઠવણ કરવી જોઈએ, અને સાથે સાથે પ્રોવિડન્ટ ફંડ જેવી વ્યવસ્થા પણ હોવી જ જોઈએ, કે જેથી જ્યારે પણ એ કાર્યકર સંસ્થાથી છૂટો થાય ત્યારે એને આર્થિક મુસીબતનો સામનો કરવો ન પડે. આવી નિશ્ચિત આર્થિક વ્યવસ્થાનો અભાવ એ કાર્યકરોની અછતનું પહેલું કારણ સમજવું.
અને આનું બીજું કારણ તે આપણી સંસ્થાઓના કાર્યકરો તરફ બહુમાનની દૃષ્ટિએ જોવાની ટેવનો અભાવ. આવી ટેવ આપણે – આપણા શ્રીમંતો અને આગેવાનો – નથી કેળવી શક્યા એ દુઃખ ઉપજાવે એવી બીના છે. પણ આપણે સમજવું જોઈએ કે જે વ્યક્તિઓને આપણે આપણી સંસ્થાનો વહીવટ સોંપતા હોઈએ તે અચૂક રીતે આપણા સન્માનના પહેલા અધિકારી છે. કોઈ પણ સંસ્થાના કાર્યકર ગણાવું એ જ્યારે પણ સન્માનભરેલું ગણાવા લાગશે ત્યારે ચોક્કસ સાચા કાર્યકરોની અછત આજના જેટલી ઉઝ નહીં હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org