SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૮ ૧૨૭ પણ એમાં તેઓ કામિયાબ ન થયા. મહાત્મા ગાંધીએ આ ક્રૂરતા જોઈ અને એમની વેદનાને કોઈ અવધિ ન રહી. એમણે કહ્યું કે “આ જન્મમાં કદાચ હું આ કાર્ય નહીં કરી શકું તો બીજો જન્મ ધરીને પણ કરવા ઇચ્છું અથવા તો મારા જેટલી જ અંતરની લાગણીવાળી બીજી કોઈ વ્યક્તિ આ કાર્ય ઉપાડશે અને છેવટ સુધી પુરુષાર્થ કરી છૂટશે.” ગાંધીજીની આવી ઉત્કટ કરુણાની લાગણી પણ, સૈકાઓથી ધર્મનો અંચળો પહેરીને દઢમૂલ બની ગયેલી આવી ઘાતક કુરૂઢિની જડને ઢીલી ન કરી શકી ! આ ઉપરથી અહિંસાના ઉપાસકો અને જીવદયાપ્રેમીઓ, “હવે આમાં આપણાથી કશું થઈ શકે તેમ નથી” એવી હતાશા સેવીને ઉદાસીન કે નિષ્ક્રિય બની જાય એ બરાબર નથી. અતિમુકેલ કે અશક્ય જેવાં લાગતાં કામોને સફળ કરવાનો પ્રયત્ન કરવામાં જ અહિંસાની શક્તિની અને અહિંસા તરફની ભક્તિની કસોટી છે. ફળ જ્યારે મળવાનું હોય ત્યારે ભલે મળે, આપણા માટે (સર્વ અહિંસાધર્મીઓને માટે) મુખ્ય કર્તવ્યનો માર્ગ એ જ છે કે આવી ભયંકર હિંસાના નિવારણ માટે સમજણ, ધીરજ અને સમતાપૂર્વક દિલ દઈને પ્રયત્ન કરવો. ગુજરાતના જાણીતા સેવાપ્રેમી મુનિશ્રી સંતબાલજીનું ધ્યાન કેટલાક વખતથી આ બાબત તરફ ગયું, અને કલકત્તાના કાલીમાતાના મંદિરમાં અપાતા પશુબલિદાનના નિવારણને પોતાનું એક ધર્મકાર્ય (મિશન) બનાવીને એ માટે બનતો પ્રયત્ન કરવા તેઓ પાદવિહાર કરીને એકાદ વર્ષથી છેક કલકત્તા સુધી પહોંચી ગયા છે. ત્યાં પહોંચીને એમણે કેટલોક સમય જનસંપર્ક સાધીને પરિસ્થિતિનો અને કાર્યની દુષ્કરતાનો તાગ મેળવવામાં વિતાવ્યો, અને ત્યાર પછી એમણે પોતાની સૂઝ પ્રમાણે ધીરજ અને ખંતપૂર્વક એ દિશામાં પોતાના પ્રયત્નો આદર્યા. મુનિશ્રી સંતબાલજીની આ અહિંસા અને દયા પ્રત્યેની પ્રીતિ, કર્તવ્યશીલતા અને ધર્મભાવના સૌ કોઈની પ્રશંસા માગી લે એવી છે. આ ધર્મકાર્ય કરવાની પ્રેરણા ઘણા વખત પહેલાં અનેક શ્રમણોને મળવી જોઈતી હતી, અને એ માટે દિલ દઈને પ્રયત્ન કરવાની એમનામાં ધગશ પણ જાગવી જોઈતી હતી; પણ બાહ્ય ક્રિયાકાંડોની જટિલતાને લીધે બંધિયાર બની ગયેલી આપણી અહિંસાની ભાવના અને સમજણને કારણે અત્યાર સુધી એ કામ કરવાનું આપણને ન સૂઝયું! છેવટે એક જૈન શ્રમણે જ આ કામ માટે કદમ ઉઠાવ્યાં, એટલી શ્રમણ-સંસ્કૃતિની ખુશનસીબી ! મુનિશ્રી સંતબાલજીના આ પ્રયત્નોનો કંઈક ખ્યાલ આપતું અને અહિંસાપ્રતિષ્ઠાના આ કાર્યમાં આપણો સહકાર માગતું, શ્રી સંતબાલજીના સાથી મુ. શ્રી નેમિચન્દ્રજીનું એક નિવેદન “શ્રી જીવદયા' માસિકના ચાલુ જૂન માસના અંકમાં છપાયું છે. તે ઉપયોગી હોવાથી અહીં ઉદ્ધત કરીએ છીએ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy