SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ જિનમાર્ગનું જતન “આ સમસ્ત સંસાર ભૌતિકવાદથી પીડાઈ રહ્યો છે. સંસારને તેમાંથી બચાવવાની શક્તિ માત્ર વ્યાપક અને શુદ્ધ ધર્મમાં જ છે. પરંતુ જ્યાં સુધી ધર્મ ઉપર ચડી ગયેલાં અંધવિશ્વાસ, હિંસા, અનાચાર, અન્યાય આદિ આવરણ હટાવી દેવાય નહીં, ત્યાં સુધી ધર્મ શુદ્ધ નથી થઈ શકતો; અશુદ્ધ ધર્મ તેનો પ્રયોગ કરવાવાળાઓ માટે તારક નહીં, મારક નીવડે છે; ધર્મને પણ બદનામ કરે છે. ધર્મને નામે દેવદેવીઓનાં ચરણે પશુબલિ ચઢાવવા તે પણ આ જ પ્રકારની એક અશુદ્ધિ છે, જેને ભારત જેવા ધર્મપ્રધાન દેશના પ્રત્યેક પ્રાંતમાંથી દૂર કરવી આવશ્યક છે. ભારતના ચાર પ્રાંતો મદ્રાસ, મૈસૂર, કેરળ અને આંધ્રમાં તો આ કુરિવાજ કાનૂન દ્વારા અટકાવાયેલ છે. ગુજરાતમાં હવે સત્વરે બંધ થવાની આશા છે. પરંતુ બંગાળમાં, અને ખાસ કરીને ભારતના મશહૂર શહેર કલકત્તામાં કાલીમાતાના પવિત્ર મંદિરમાં પશુબલિ-પ્રથા આથી પણ વધુ ભયંકર અને ખુલ્લા સ્વરૂપમાં હજી સુધી ચાલે છે. તેને માટે મહાત્મા ગાંધીજીએ પણ હૃદયવિદારક મનોવેદના વ્યક્ત કરી હતી. સામાન્યપણે દુનિયાના બધા જ ધર્મો કોઈ ધર્મને નામે દેવ-દેવી સન્મુખ પશુબલિ ચઢાવાય તેની વિરુદ્ધ છે; એટલું જ નહિ, હિંદુધર્મની સઘળી શાખાઓમાંથી લગભગ શાક્ત સંપ્રદાયમાં જ આ કુપ્રથા પ્રચલિત છે. શાક્ત સંપ્રદાયના ધર્મગ્રંથોમાં પણ પશુબલિને બદલે સાત્ત્વિક બલિનો અનુરોધ – વિધાન મળે છે. બંગાળની ૮૦ ટકા સમજુ જનતા હવે પશુબલિને ચઢાવવા નથી ઇચ્છતી. શાક્ત સંપ્રદાયના પણ ગણ્યાગાંઠ્યા મૂઢ, સ્વાર્થી તથા અંધવિશ્વાસથી પ્રેરાયેલા લોકો જ પશુબલિ ચઢાવે છે. રાજા રામમોહનરાય, ચૈતન્ય મહાપ્રભુ, સ્વામી વિવેકાનંદ, યોગી અરવિંદ, ચિત્તરંજનદાસ, ગિરિશચંદ્ર ઘોષ, કવિવર રવીન્દ્રનાથ ટાગોર આદિ બંગાળના લોકમાન્ય મહાપુરુષો પણ પશુબલિની વિરુદ્ધ હતા. “એમ તો બંગાળની જનતા ભાવનાશાળી અને સાધુસંતો પ્રત્યે ભક્તિશીલ છે, પરંતુ સાથે-સાથે અહીંયાં સામ્યવાદનો અતિરેકી પ્રચાર થવાથી પ્રાંતીયતાનો ઝનૂનવાદ ભડકી જતાં આ પ્રશ્ન બંગાળી-બિનબંગાળીની વચ્ચે દ્વન્દ્વરૂપ ન બની જાય તેને જાગૃતપણે દૃષ્ટિ સમક્ષ રાખીને છેલ્લા ૮-૯ માસથી ધર્મમય સમાજરચનાના પ્રયોગકાર શ્રી સંતબાલજી તે કુરિવાજો બંધ કરાવવા કલકત્તામાં ચતુર્મુખી સૌમ્ય યત્ન કરી રહ્યા છે : ૧. હસ્તાક્ષરો દ્વારા લોકમત સંકલિત કરવો, ૨. હિંદુધર્મના – વિશેષતઃ શક્તિ-સંપ્રદાયના – પંડિતોનો મત જાણવો. ૩. બંગાળના આગેવાનોનો તથા ભારતના સાધુ–સંન્યાસીઓનો અભિપ્રાય જાણવો. ૪. સેવાયત્ત સમિતિ તથા કાલીઘાટ—ટેંપલ સમિતિ વગેરેનો ગાઢ સંપર્ક રાખવો. “જો એક વાર ધર્મના નામથી ચાલતા આ પશુવધને આપણે બંગાળમાં બંધ કરાવી શકીશું, તો એનો પ્રભાવ ભારતના અન્ય પ્રાંતો ઉપર પણ પડશે. પછી તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy