________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૧૦, ૧૧
(૧૦) જૈનધર્મ બાબત અજાણપણાનો એક વધુ પુરાવો
જૈન સમાજનું ‘દસાડા’ દુનિયાના ‘દફ્તર'ની બહાર થતું જતું હોવાના એક વધુ પુરાવારૂપ નીચેની મતલબના સમાચાર તરફ અમે જૈનસંઘનું ધ્યાન દોરીએ છીએ : ‘ગ્લોબે’ (‘ગ્લોબ’ નામની સમાચાર-સંસ્થાએ) જાહેર કર્યું છે કે લંડનની એક પ્રકાશન-સંસ્થાએ ‘વર્લ્ડ બાયબલ'(વિશ્વધર્મગ્રંથ)ની નવી આવૃત્તિ પ્રગટ કરી છે, જેમાં ક્રિશ્ચિયન, બૌદ્ધ, હિંદુ, જુડાઈક, કન્ફ્યુનિયન, ઇસ્લામ, ટાઓઇસ્ટ ને જોરોસ્ટ્રિયન (પારસી) આ આઠ ધર્મોને જ દુનિયાના મુખ્ય ધર્મ માન્યા છે અને એ આઠ ધર્મના ધર્મગ્રંથોમાંથી એના મુખ્ય સિદ્ધાંતો પસંદ કરીને એમાં પ્રગટ કર્યા છે.
આ સમાચાર વાંચતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે દુનિયાના મુખ્ય ધર્મોની ગણનામાં જૈનધર્મને ઉક્ત ગ્રંથમાં સ્થાન આપવામાં આવ્યું નથી; સિવાય કે હિંદુધર્મ અંગેના વર્ણનવિવેચનમાં કોઈ સ્થળે જૈનધર્મનો હિંદુસ્તાનના એક ધર્મ તરીકે નિર્દેશ કરવામાં આવ્યો હોય. પણ આવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે નહીં એ તો એ ગ્રંથ જોયા પછી જ કહી શકાય. ગમે તેમ પણ અહીં તો એટલું જ કહેવું પ્રસ્તુત છે કે આપણે જૈનો આપણા મનને ગમે તેટલા ‘સવાશે૨' ગણતા હોઈએ, પણ દુનિયાની ગણનામાં જો આપણું સ્થાન વિસરાઈ જતું હોય તો એ બીના આપણા પોતાની જ કોઈક ખામીની દ્યોતક છે. આવી ખામીઓ દૂર કર્યાં વગર આપણે આપણું ગૌરવ ખચીત જ નથી જાળવી શકવાના એ વાત આપણે ધ્યાનમાં રાખી જાગૃત બનીએ એ જ આવા સમાચારનો સાર છે.
(૧૧) રાજકારણ અને જૈનો
Jain Education International
(૧) પૂર્વતૈયારી
રાજકારણ એ અત્યારની દુનિયાનું ભારે મહત્ત્વનું અંગ બની ગયું છે. શું સામાજિક, શું ધાર્મિક કે શું સાંસ્કૃતિક એકેએક ક્ષેત્રનો જાણે રાજકારણે કબજો સંભાળી લીધો ન હોય એ રીતે રાજકારણનું સર્વવ્યાપી વર્ચસ્વ જામી ગયું છે; અને આર્થિક ક્ષેત્ર તો જાણે અત્યારના રાજકારણનો આત્મા જ બની બેઠું છે. પહેલાંના રાજકારણની ભૂમિકા ધરતીની માલિકી ઉપર રચાતી હતી, અત્યારના રાજકારણની ભૂમિકા આર્થિક સત્તા ઉપર જણાય છે. આમ અર્થકારણ અને રાજકારણ જાણે
-
૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org