________________
જિનમાર્ગનું જતન
છે, બંનેના તહેવારો જુદા છે, બંનેના આચાર-નિયમો જુદા છે અને બંને એકબીજાને જરાપણ હાનિ પહોંચાડ્યા વગર પોતપોતાની મર્યાદામાં સુરક્ષિત રહી શકે છે. આમ જો જૈનધર્મનો સમાવેશ, શીખ અને બીજા ધર્મોની માફક જ, હિંદુધર્મમાં સહજ રીતે ન થતો હોય, તો તેનો તેમાં પરાણે સમાવેશ કરવો અને તેમ કરીને આ ધારો જૈનોને પણ લાગુ કરવો એ સાસર અન્યાય જ છે.
૩૪
રાષ્ટ્રવાદના આ યુગમાં અલગપણું દર્શાવતી કોઈ પણ બાબત માટે લખવું એ સુખદ તો નથી જ. છતાં જે અલગપણું રાષ્ટ્રની એકતાને કોઈ રીતે હાનિ પહોંચાડતું ન હોય તેના ઉપર ખોટી રીતે કુઠારાઘાત થતો હોય તો તેવે સમયે મૌન સેવવું પણ યોગ્ય ન ગણાય. તેથી અમે મુંબઈ સરકારને અને લાગતા-વળગતા બીજાઓને વિનવીએ છીએ કે હિંદુધર્મથી સાવ સ્વતંત્ર એવા પોતાના ધર્મના સંબંધે કોઈ વ્યક્તિ પોતાને ‘જૈન’ તરીકે ઓળખાવવા માગતી હોય, તો તેની સામે આવો અવરોધ ઊભો કરીને તેને ખોટી રીતે ગુન્હેગાર ઠરાવવાનો આ પ્રયત્ન તો કરશો અથવા છેવટે આમાંથી એને મુક્તિ મળે – પોતાની જાતને જૈન’ કહેવાની એને છૂટ મળે – એટલી જોગવાઈ તો આ ધારામાં જરૂર કરશો. આમ થશે તો જ વ્યક્તિસ્વાતંત્ર્ય અને ધર્મસ્વાતંત્ર્યના સંબંધે જૈનો સાથે ન્યાય કર્યો ગણાશે. આશા રાખીએ કે મુંબઈ પ્રાંતની આપણી લોકશાહી સરકાર અર્થાત્ એના અધિકારીઓ અમારી આ વાત કાને ધ૨શે અને આ સંબંધમાં તરત જ પગલું ભરશે.
આ સંબંધમાં અમારે ખાસ કહેવાનું તો જૈનોના ત્રણ ફિરકાની આગેવાન જૈન સંસ્થાઓને અને આગેવાનોને છે કે તેઓ આ સંબંધમાં સત્વર જાગૃત બને અને આ બિલનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને અને આવનારા ભવિષ્યમાં એનાં પિરણામોને બરાબર વિચાર કરીને આ અંગે જે કંઈ કરવું ઘટે તે કરવામાં અત્યારથી જ લાગી જાય, અને આ બિલ ધારારૂપે ધારાસભામાં સ્વીકારાઈ જાય તે પહેલાં આપણે જે કંઈ કહેવાનું હોય તેનો અવાજ યોગ્ય સ્થળે સમયસર પહોંચાડી દે. અત્યારે આળસ કરીશું તો અત્યારની બગડેલી બાજી ભવિષ્યમાં લાખ પ્રયત્ને પણ સુધારવી મુશ્કેલ બની જશે એ રખે આપણે ભૂલીએ. આપણે ત્યાં આગેવાન સંસ્થાઓ કે વ્યક્તિઓની એવી સ્થિતિ તો નથી જ કે જે આ કામ હાથ ધરીને પાર ન પાડી શકે; ખામી છે માત્ર તમન્નાની. આપણી સંસ્કૃતિના જીવનમરણ-સમા આ પ્રસંગે તો આ ખામી આપણે જરૂ૨ અળગી કરીએ અને સમસ્ત જૈનસંઘને ઘટતું દિશાસૂચન કરીએ. આપણાં વર્તમાનપત્રો આ ઉપયોગી પ્રશ્ન ઉપાડી લેશે અને આખા ય જૈનસંઘને જાગૃત કરશે એવી ઉમેદ સાથે અમારું વક્તવ્ય અહીં પૂરું કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
(તા. ૧૬-૧-૧૯૪૯)
www.jainelibrary.org