SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ જિનમાર્ગનું જતન પોતાના વિષયમાં વધુ કાબેલ બનાવવા માટે પરદેશનાં વિશ્વવિદ્યાલયોમાં પણ અભ્યાસ કરવાની આર્થિક જોગવાઈ કરી આપી છે. અને તેથી આ સંસ્થાને પગભર, સમૃદ્ધ અને ચિરંજીવી બનાવવા માટે પોતાનો યત્કિંચિત પણ ફાળો નોંધાવનાર દરેકે દરેક વ્યક્તિ અભિનંદનને પાત્ર ઠરે છે. પોતાની પાસે જેમજેમ આર્થિક સગવડ વધતી ગઈ, તેમતેમ આ સંસ્થાએ પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારતા રહેવા હંમેશાં પ્રયત્નો કર્યા છે એ બીના એ સંસ્થાની પ્રગતિશીલતાની સાખ પૂરે છે, અને સાથોસાથ એ સંસ્થા, આપણી બીજી કેટલીક સંસ્થાઓની જેમ, પૈસો ભેગો કરી રાખવાના મોહમાં નથી સપડાઈ એ વાતની પણ જાણ કરે છે. સંસ્થાએ મુંબઈ ઉપરાંત પોતાની શાખાઓ અમદાવાદ અને પૂના ઉપરાંત વડોદરા, આણંદ અને ભાવનગર તરફ પણ વિસ્તારી છે એ વાત હર્ષ ઉપજાવે એવી છે. પણ અમને લાગે છે, કે આખા દેશમાં શિક્ષણ પ્રત્યે જે જબરું આકર્ષણ જમ્મુ છે, તે જોતાં આ સંસ્થા અત્યારે જેટલા ક્ષેત્રમાં પહોંચી શકે છે તેટલાથી આપણું કામ સરવાનું નથી. અત્યારની શિક્ષણ-સંબંધી માગણીને પહોંચી વળવા માટે તો આ સંસ્થાની શક્તિમાં અનેકગણો વધારો કરવાની જરૂર છે. આ માટે નવીનવી સંસ્થાઓ સ્થાપન કરીને આપણી કાર્યશક્તિ અને અર્થશક્તિ વહેંચી નહીં નાખતાં આ સંસ્થાને જ વધુ સમૃદ્ધ અને વધુ શક્તિશાળી બનાવવાની જરૂર છે. એકાદ પ્રાણવાન જૈન કોલેજનું સ્થાપન કરવાનો મનોરથ પણ આ સંસ્થા દ્વારા જ પૂરો પડી શકે. (કાળક્રમે વિદ્યાલય ઉચ્ચ જૈન સાહિત્યનાં અધિકૃત સંપાદનોનું પ્રકાશન તથા પાછળથી જૈનાગમોનાં સમીક્ષિત સંપાદન-પ્રકાશનનું કામ પણ હાથ ધર્યું છે. – સં.) (તા. ૮-૧૧-૧૯૫૨) (૫) નારી-ઉત્થાનનું તીર્થઃ શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ શત્રુંજય મહાતીર્થની છાયામાં, પાલીતાણામાં આવેલ શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ જૈનસંઘની એક જાણીતી સામાજિક ધાર્મિક સ્ત્રી-સંસ્થા છે. બે વીશી કરતાં પણ વધુ સમયની એની કાર્યવાહી જોતાં એમ સ્વીકારવું પડે છે કે એના કાર્યક્ષેત્રનો ઉત્તરોત્તર વિસ્તાર થતો રહ્યો છે અને આપણા સમાજની વિધવા, ત્યકતા કે અસહાય બહેનોને, તેમ જ ધાર્મિક સંસ્કારોની કેળવણી સાથે અભ્યાસમાં આગળ વધવા ઇચ્છતી ઊછરતી ઉંમરની બહેનોને એનો વધુ ને વધુ લાભ મળતો રહ્યો છે. આવી સંખ્યાબંધ સ્ત્રીઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy