SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૫ ૩૪૧ માટે આ સંસ્થા આધારરૂપ અને આશીર્વાદ-સમાન પુરવાર થયેલ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘમાં આ પ્રકારની આ એક જ સ્ત્રી-સંસ્થા છે, સંઘ એને માટે ગૌરવ લઈ શકે એવી યશસ્વી એની કારકિર્દી છે. શ્રાવિકાશ્રમના કાર્યક્ષેત્રના વિસ્તારની કથા એના ભાવનાશીલ અને ધર્માનુરાગી આગેવાનો, સંચાલકો અને કાર્યકરોની કાર્યદક્ષતા, કુશળતા અને કર્તવ્યપરાયણતાની યશોગાથા બની રહે એવી ઉજ્વળ, પ્રેરક અને પ્રશંસાપાત્ર છે. સાથેસાથે જૈનસંઘની ઉદારતાની પણ એ ગૌરવગાથા બની રહે છે. ભારતમાં પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં તેમ જ લૌકિક પરંપરામાં જેમ નારીજીવનના મહિમાનું ગાન કરીને એની પ્રતિષ્ઠા કરવામાં આવી છે, તેમ એની નિંદા પણ કંઈ ઓછા પ્રમાણમાં નથી અંકિત થઈ! નારીવર્ગની આ પ્રશંસા અને નિંદાનો તોલ કરવામાં આવે તો એકંદરે એમ જ માનવું પડે કે નિંદાનું પલ્લું નીચું નમી જાય છે. પરિણામે નારી-સમુદાયને ધર્મને નામે કે બીજા બહાને, ઘણા મોટા પ્રમાણમાં સામાજિક અન્યાયનો ભોગ બનવું પડ્યું છે. જે વર્ગને જીવનવિકાસના પહેલા પગથિયારૂપ અધ્યયનનો ઇન્કાર, સ્ત્રીઓ અને શૂદ્રો અધ્યયનના અધિકારી નથી' (સ્ત્રી નથયાતામુ) એ રૂપે ફરમાવવામાં આવ્યો હોય, એ વર્ગના મોટા ભાગનું જીવન મૂંગા પશુઓની જેમ વીતે એમાં નવાઈ શી? ભારતનું નારીજીવન કેટલું દબાયેલું, અણવિકસિત અને દુઃખી હતું એ હકીકતની સાક્ષી આપતા અવશેષો અત્યારના સમાજજીવનમાં પણ નામશેષ થયા છે એમ કહેવાની સ્થિતિમાં આપણે નથી. ત્યક્તાપણા અને વૈધવ્ય જેવા જીવનને રોળી નાખનારા કલંકની સામે એને કોઈ યોગ્ય બચાવ નહીં, સમાજને કે ધર્મને એની કોઈ ચિંતા નહીં. એવી નારીમાં વળી, અભ્યાસના અધિકારના અભાવે કોઈ એવી આવડત નહીં, કે જેથી એ દીનતા, અસહાયતા અને પરાધીનતામાંથી બચીને સ્વમાનથી અને સ્વતંત્રતાપૂર્વક જીવી શકે. પણ, રખે આપણે ભ્રમમાં રહીએ, કે આવી કમનસીબ સ્થિતિનાં માઠાં ફળ કેવળ નારીવર્ગને જ ભોગવવાં પડ્યાં છે. એનાં વ્યક્ત અસહ્ય અને અપાર કષ્ટો ભલે નારીવર્ગને વેઠવાં પડ્યાં હોય, પણ એથી પુરુષવર્ગને સાચા જીવન-ઉલ્લાસની ખામી રૂપે જે ગેરલાભ સતત વેઠવો પડ્યો છે, એ પણ કંઈ જેવો-તેવો નથી. આવી બિનકુદરતી અસમાનતાને લીધે કુટુંબ-વ્યવસ્થામાં સમતલાના અભાવનો દોષ પ્રવેશી ગયો છે, અને છેવટે એથી સમાજ અને રાષ્ટ્રની શક્તિનો વિકાસ પણ રૂંધાઈ ગયો છે. પોતાના હાથે જ પોતાના પગ ઉપર કુહાડો મારવા જેવી આ ભૂલ તરફ અંગ્રેજોના શાસનકાળમાં આપણી નજર ગઈ, અને એ ભૂલ સુધારવાનાં કેટલાંક પગલાં ભરવાનું આપણને સૂછ્યું એટલું સદ્ભાગ્ય સમજવું. Jain Education International For Private & Personal. Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy