SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ - જિનમાર્ગનું જતન ઊંચી આ ઇમારત જોતાં જ ચિત્તોડનો જૈન કીર્તિસ્તંભ યાદ આવી જાય છે. સ્તંભના બિહારના ભાગમાં કીર્તિસ્તંભની પ્રશસ્તિ, શ્રી વિજયવલ્લભસૂરિજીની જીવનકથા, એમની વાણી અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની યોગશાસ્ત્રમાં વહેલી વાણી ઉત્કીર્ણ કરવામાં આવી છે. એના અંદરના ભાગમાં, ઉપર ચઢતાં-ચઢતાં શ્રી વિજયવલ્લભસૂરિજીનો જીવન-પરિચય થાય એવાં ચિત્રો દોરાવવાનું વિચારવામાં આવ્યું છે. અને છેક ઉપરની દેરીમાં શ્રી આત્મારામજી, શ્રી લક્ષ્મીવિજયજી, શ્રી હર્ષવિજયજી અને શ્રી વિજયવલ્લભસૂરિજીની મૂર્તિઓ પધરાવવામાં આવી છે. આ મૂર્તિઓના અણસારમાં કેટલોક ફરક છે, અને ચારેની છબીઓ મળતી હોવાથી એમાં જરૂરી સુધારો કરવાની જરૂર છે. મુનિવર્ય શ્રી વલ્લભદત્તવિજયજી સાથે આ અંગે વાત થઈ છે. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીનાં દર્શન એ તો ધીર, ગંભીર, પ્રશાંત, પાપભીરુ અને સર્વહિતકારી સાધુતાનાં પ્રત્યક્ષ દર્શન કરવા જેવો લાભ છે. ખાસ નોંધપાત્ર અને અંતર ઉપર અસર કરી જાય એવી વાત તો છે તેઓની ઉત્કટ ગુરુભક્તિ, ગુરુવર્યનાં સમાજઉત્કર્ષનાં કાર્યોને આગળ વધારવાની તાલાવેલી અને શ્રીસંઘમાં એકતા સ્થાપવાની ઝંખના. - સાદાઈ અને અન્ય ગુણોથી શ્રીમંતાઈને જીરવી જાણવાની મારવાડની શક્તિ જાણીતી છે. મોટામાં મોટા શ્રીમંત મહાનુભાવને પણ આપણે ઉપરથી ન ઓળખી શકીએ એવી સાદી અને સ્વાશ્રયી એમની રહેણીકરણી હોય છે. આવા બે શ્રીમંત મહાનુભાવનાં ફાલનામાં દર્શન થયાં : એક બીકાનેરના શ્રી કોચરજી અને બીજા બીજાપુરના શ્રી ઉમેદમલજી. બંને શ્રી વિજયવલ્લભસૂરિજીની ઉપર ખૂબ આસ્થા અને ભક્તિ ધરાવે છે. બંનેને ત્યાં ગર્ભશ્રીમંતાઈ દૂઝે છે, અને છતાં બંને સામાન્ય માનવીની જેમ જ જીવે છે. (તા. ૨૮-૨-૧૯૭૦) રાતા-મહાવીરની યાત્રા ઉદ્યમશીલ અને ભાવનાશીલ માનવીનો જ્યાં હાથ ફરે છે, ત્યાં વેરાનમાં પણ સુંદર બગીચો ખીલી નીકળે છે. રાજસ્થાનનું રાત-મહાવીર તીર્થ આનો દાખલો છે. બિજાપુરથી બે-એક માઇલને અંતરે એ તીર્થ આવેલું છે. ત્રીસેક વર્ષ પહેલાં હું એની યાત્રાએ ગયેલો, ત્યારે ત્યાં નાના-સરખા ધ્વસ્ત મંદિરમાં ભગવાન મહાવીરની રાતી વિશાળ મૂર્તિ હતી; અને આસપાસ બધે જ વેરાન હતું. એના સ્થાને અત્યારે સુંદર જિનમંદિર, સગવડવાળી મોટી ધર્મશાળા, ભોજનશાળા, પાણીની પૂરી સગવડ – આ બધું જોઈને મન પ્રસન્ન થઈ ગયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy