SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થરક્ષા અને તીર્થસેવનઃ ૪, ૫ ૨૯૩ (૫) જેસલમેર કે એના જેવા કળાના ધામ સમાં તીર્થોના જીર્ણોદ્ધારની સરકારના પુરાતત્વખાતા તરફથી અનુમતિ મેળવવામાં જે મુશ્કેલી પડે છે, તેનું નિવારણ કરવામાં આ ઘટના માર્ગદર્શક કે દાખલારૂપ બની રહે. અનેક રીતે મહત્ત્વની આ ઘટના અંગે અમે ફરી અમારી પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ, અને એનું પુનઃપુનઃ અંતરથી સ્વાગત કરીએ છીએ. (તા. ૧૧-૧૧-૧૯૭૮) (૫) મારવાડનાં તીર્થોમાં મનભર સ્નાન ફાલનાની યાત્રા ગત (૧૯૬૯ની) ૧૪મી ડિસેમ્બરે હું ફલના પહોંચ્યો. ફાલનામાં ત્યારે શૈક્ષણિક અને ધાર્મિક અનેક ઉત્સવો યોજાયા હતા. ફાલના વિદ્યાપ્રવૃત્તિનું ધામ બની શકર્યું, એના પાયામાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રેરણા અને આચાર્યશ્રી વિજયલલિતસૂરિજીનો અવિરત પુરુષાર્થ રહેલાં છે. સ્વનામધન્ય શ્રી ગુલાબચંદજી ઢઢુઢાનો પણ એમાં એવો જ ફાળો છે. આ ત્રણેની ભાવનાને બળ મારવાડના આ પ્રદેશમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાનું વાતાવરણ ઊભું થયું, અને અનેક ભાઈઓ ઉત્સાહ અને ઉદારતાપૂર્વક સહાય આપવા આગળ આવ્યા. પરિણામે ફાલનામાં શ્રી પાર્શ્વનાથ ઉમેદ માધ્યમિક શાળા, શ્રી પાર્શ્વનાથ ઉમેદ મહાવિદ્યાલય અને એ બંને માટે જુદાંજુદાં વિદ્યાર્થીગૃહો સ્થપાયાં. આ બધાં જ વિદ્યા સ્થળો એક જ સ્થાને ખૂબ વિશાળ જગ્યામાં આવેલાં છે. એમાં જ વલ્લભવિહાર ઉપાશ્રય, નવું શાશ્વતા જિનનું દેરાસર, વલ્લભકીર્તિસ્તંભ, અતિથિગૃહ અને શ્રી પાર્શ્વનાથ ઉમેદ જેન શિક્ષણસંઘનું મકાન આવેલાં હોવાથી આ સ્થાન ધર્મતીર્થ અને વિદ્યાતીર્થના સંગમ સમું અને જાજરમાન લાગે છે. શાશ્વતા જિનનું દેરાસર ઉપાશ્રયના પાછળના ભાગમાં, સંગેમરમરનું અને નવી જ ઢબનું છે. અને એમાં ઋષભ, ચંદ્રાનન, વારિષણ અને વર્ધમાન – એ ચાર શાશ્વત તીર્થકરની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. - શ્રી વલ્લભકીર્તિસ્તંભ એ મુનિશ્રી વલ્લભદત્તવિજયજીની આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી પ્રત્યેની ભક્તિનું અને એમની કાર્યશક્તિનું પ્રતીક બની રહે એવો છે. ઊંચી ઊભણી ઉપર ઊભી કરવામાં આવેલી સાદા પથ્થરની ૭૦ ફૂટ જેટલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy