SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૫ ૩૪૭ થયે બીજી બહેનને પણ તે દાતાર દાખલ કરી શકશે. મતલબમાં, જ્યાં સુધી સંસ્થાની હસ્તી હશે ત્યાં સુધી દાતારના નામથી એક વિદ્યાર્થિની-બહેન ચાલુ રહી શકશે. અને તે મુજબ જો માત્ર એકસો દાતા મળી જાય તો પાંચ લાખ મળી જાય અને તે મળશે તેવી મારી ખાતરી છે.” વળી, જેઓના રોમ-રોમમાં શ્રાવિકાશ્રમના ઉત્કર્ષની અને બહેનોની સેવાની ભાવના ધબકી રહી છે, અને જેઓ એ માટે પોતાનાં ઊંઘ અને આરામની કે સ્વાથ્યની ખેવના કર્યા વગર રાત-દિવસ ચિંતા સેવતા, યોજનાઓ વિચારતા અને પ્રયત્ન કરતા રહે છે તે સંસ્થાના મૂક કાર્યકર શ્રી મનસુખલાલ જીવાભાઈએ પણ પોતાના હૃદયસ્પર્શી ભાષણમાં સંસ્થાની આર્થિક સ્થિતિ સુધારવા માટે યોગ્ય રીતે આંગળી ચીંધી હતી : “આ નવું મકાન તથા જિનમંદિર તૈયાર થયેથી કાર્યકરો આત્મસંતોષ લઈ શકે નહિ. આથી તો કાર્યકરોની જવાબદારી ઘણી વધી છે. અત્યારના મોંઘવારીના સમયમાં સંખ્યા વધતાં નિર્વાહખર્ચ ઘણું વધી જશે. સ્ટાફ પણ વધારવો પડશે. શિક્ષણના ક્ષેત્રે પણ આગળ વધવાનું રહેશે. આ બધાના ખર્ચને પહોંચી વળવાની જવાબદારી વધે છે. એ માટે કાર્યકરોએ સતત જાગૃત રહેવું પડશે. સંસ્થાની વિદ્યાર્થિની બહેનોની પણ જવાબદારી વધે છે. તેમણે શિસ્ત, શિક્ષણ, સંસ્કારો અને ધર્મભાવના એટલાં સુંદર કેળવવાં પડશે કે સમાજના દાતાઓની સંસ્થા પ્રત્યે દૃષ્ટિ ખેંચાય, લાગણી વધે અને દાન દેવાની સદા ય ભાવના વહેતી રહે. અને સંસ્થાના સ્ટાફની પણ એટલી જ જવાબદારી વધે છે. તે માટે તેમણે જાગૃત રહેવું પડશે. સમાજના દાનપ્રેમીઓએ સંસ્થાને વધુ પ્રગતિને માર્ગે લઈ જવા દાનનો પ્રવાહ ચાલુ રાખવો પડશે.” આ યોજનાનો પૂરેપૂરો લાભ લેવાની અને શ્રી જીવાભાઈ (જીવતલાલ શેઠની ટહેલને સત્વર પૂરી કરી દેવાની ભલામણ શ્રીસંઘને કરતાં અમને આનંદ થાય છે. અમારી સમજ મુજબ તો, અત્યારની આવી મોંઘવારીના સમયમાં પાંચહજાર રૂપિયામાં કાયમને માટે એક બહેનને રાખવાનો લાભ એ ઓછા ખર્ચે ઘણો મોટો લાભ છે. ઘણાં ભાઈ-બહેનો લાભ લઈ શકે એ રીતે આ રકમ આટલી ઓછી રાખી છે. તેમાં જૈનસંઘની ઉદારતા ઉપરની એમની શ્રદ્ધા વ્યક્ત થાય છે. શેઠ શ્રી જીવાભાઈએ આ અંગે પોતાના વક્તવ્યમાં સાચું જ કહ્યું છે – એટલું તો મારે કબૂલ કરવું પડશે કે જૈન સમાજ તેની દાનવીરતાને માટે ભારતમાં અજોડ છે. નાણાંના અભાવે કોઈ પણ કામ અટકી પડતું નથી. માત્ર નિષ્ઠાવાન પ્રામાણિક કાર્યકર્તાઓ અને સંસ્થાની પ્રવૃત્તિઓ જાગૃત ચેતનવંતી હોય તો પૈસા મળી જ રહે છે.” શ્રી જીવાભાઈ વગેરેની આ શ્રદ્ધા અનુભવમૂલક છે. તેમણે આ યોજના મારફત પાંચ લાખનું સ્થાયી ફંડ એકત્ર કરવાની વાત કહી છે. આ યોજના મારફત પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy