________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો ઃ ૧૧, ૧૨
૪૩ (તા. ૧૨-૬-૧૯૫૩ના રોજ મુંબઈમાં) સૂત્ર રૂપે કહ્યું હતું “જૈન શાસનની ઉન્નતિને માટે એક એવા વિશ્વવિદ્યાલયની સ્થાપના થાય કે જેમાં પ્રત્યેક જૈન શિક્ષિત થાય; અને ધર્મને બાધ ન પહોંચે એ રીતે રાજ્યાધિકારમાં જૈનોની વૃદ્ધિ થાય.”
(તા. ૨-૩-૧૯૬૮) સર્વજનકલ્યાણ એ રાજકારણનો આત્મા છે અને સર્વજીવકલ્યાણ એ જૈનધર્મનો આત્મા છે; એ બે વિખૂટા પડી ગયા છે. તેમાં એકતા સ્થાપી જગતુ-કલ્યાણમાં આપણો અદનો ફાળો નોંધાવવા આપણે રાજકારણમાં પ્રવેશ કરવો જ જોઈએ એટલું કહી અમે વિરમીએ છીએ.
(તા. ૧૬-૨-૧૯૫૨, તા. ૨-૩-૧૯૬૮)
(૧૨) રાષ્ટ્રરક્ષાનું વિરાટ કાર્ય અને જૈન સમાજ દેશમાં સુખ-શાંતિ પ્રવર્તતી હોય, તો જ ધર્મનું પાલન નિરાકુળપણે થઈ શકે છે અને દેશનું ગૌરવ અને સ્વત્વ અખંડિત રહે તો જ ધર્મ પોતાનું મૂળભૂત હીર ટકાવી શકે છે. જે પળે દેશ ગુલામ કે ગૌરવહીન બની જાય છે, ત્યારથી ધર્મનું તેજ પણ ઝંખવાવા લાગે છે; કારણ કે ધર્મ અને રાષ્ટ્ર એ માનવજીવનનાં અને વિશેષે કરીને સામૂહિક જીવનનાં અવિભાજ્ય અંગો છે – એક જ સિક્કાની બે બાજુઓ છે. એટલે જેમ ધર્મના રક્ષણમાં રાષ્ટ્રનું રક્ષણ રહેલું છે, એ જ રીતે રાષ્ટ્રની સુરક્ષામાં જ ધર્મની સુરક્ષા સમાયેલી છે. જૈનધર્મે શાન્તિસ્તોત્રમાં જનપદો દેશના તળ વિભાગો)ની, રાજ્યકર્તાઓની, રાજ્યકર્તાઓનાં નિવાસસ્થાનોની, નગરજનોની અને સમસ્ત વિશ્વની શાંતિ માટે બુલંદ સ્વરે જે ઉદ્ઘોષણા અને પ્રાર્થના કરી છે, તેનું રહસ્ય આ જ છે.
અત્યારે, એક કાળનું વિશાળ વિશ્વ વિજ્ઞાનની શોધોને લીધે એવું તો સાંકડું બની ગયું છે કે એક રાષ્ટ્રના પતન કે ઉત્થાનની અસર કેવળ એ રાષ્ટ્ર પૂરતી જ સીમિત ન રહેતાં, વિશ્વવ્યાપી બની જાય છે, અને એમાંથી ક્યારેક વિશ્વશાંતિ કે વિશ્વવિનાશનો પ્રાદુર્ભાવ થવાની શક્યતા પણ ઊભી થાય છે. એટલે પોતાની જાત, પોતાના ધર્મ અને પોતાના રાષ્ટ્રની શાંતિની સાથોસાથ વિશ્વશાંતિની દષ્ટિએ પણ પોતાના દેશની આઝાદીનું રક્ષણ કરવું એ સૌ કોઈનું સર્વપ્રથમ કર્તવ્ય બની જાય છે. આજે ચીનના આક્રમણ ટાણે ભારતવર્ષની સામે આવું કર્તવ્ય બજાવવાનો સમય આવી પડ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org