________________
૭૩
જૈન ફિરકાઓની એકતા : ૩
એક જ તિથિએ સંવત્સરીપર્વની આરાધના કરવાની બાબત સિવાયની બીજી બાબતો – દાખલા તરીકે જેનોના બધા ફિરકાઓનું પ્રતિનિધિત્વ ધરાવતી હોય એવી સંસ્થાની સ્થાપના, ભગવાન મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણદિનની સંયુક્ત અને દેશવ્યાપી ઉજવણી માટેની પૂર્વતૈયારી તેમ જ ઉજવણી, જેનધર્મના સર્વમાન્ય સિદ્ધાંતોનું નિરૂપણ કરતાં પુસ્તકોનું સરળ અને લોકભોગ્ય શૈલીમાં સર્જન અને પ્રકાશન, જૈનધર્મ ઉપરના આક્ષેપોનો પ્રતિકાર, બધા ફિરકાઓને માન્ય હોય એવો જૈનધર્મ અને સંસ્કૃતિને લગતો વિશિષ્ટ અભ્યાસક્રમ તૈયાર કરીને એની કક્ષાવાર પરીક્ષાઓ યોજવી અને એમાં ઉત્તીર્ણ થનારાઓને ખૂબ આકર્ષક ઇનામો કે છાત્રવૃત્તિઓ આપવાની યોજના કરવી - એવી છે કે જેને મૂર્તરૂપ આપવામાં વિશેષ મુશ્કેલીઓ પડે એમ નથી. અલબત્ત, આ બધા માટે શરૂઆતમાં ઘણી જહેમત તો ઉઠાવવી પડવાની, અને કામ ચાલુ થયા પછી પણ એમાં કોઈની સરતચૂકથી કોઈ ગરબડ ઊભી ન થાય એની પણ હમેશાં જાગૃતિ રાખવી પડવાની; છતાં એક વાર એ કાર્ય ગતિમાં આવી ગયું, પછી એ આપમેળે જ ચાલતું રહેવાનું. - એક સંવત્સરીનો વિચાર અમને અતિમુશ્કેલ એટલા માટે લાગે છે કે એનો બધો જ આધાર સાધુ-સંતો અને આચાર્યો ઉપર છે; જ્યારે બીજી બાબતોમાં કોઈ પણ ફિરકામાંથી જે થોડાઘણા સમય પારખુ, ઉદાર, અને સમજુ સાધુ-સંતોનો સહકાર મળી શકે એનાથી પણ ગૃહસ્થવર્ગ પોતાનું કામ આગળ વધારી શકે. એમાં એમનો ઓછો કે નહીં જેવો સાથ મળે તો પણ બહુ ચિંતા કરવા જેવું નહીં રહે. કામ જો સારું અને કલ્યાણલક્ષી હશે, તો એમાં પોતામાં જ એવી શક્તિ પેદા થશે કે જે સમય જતાં બીજાઓને પોતા તરફ આકર્ષ્યા વિના નહીં રહે એટલી શ્રદ્ધા આપણે જરૂર રાખી શકીએ. આમાં સાધુસંતો કે આચાર્યો પ્રત્યે ઉપેક્ષા દાખવવાની તો કોઈ વાત જ નથી; સાધુસમુદાયના નાનામાં નાના મુનિવરનો અને એમના ઓછામાં ઓછા માર્ગદર્શનનો પણ ઘણો ઉપયોગ છે. ફક્ત જેઓ પોતાની ઘાતક અને ભેદકારી સાંપ્રદાયિક કટ્ટરતાને લીધે અલગતાવાદનો આશ્રય લઈને આવી એકતાપ્રેરક પ્રવૃત્તિઓમાં અવરોધરૂપે આડે આવવા માગતા હોય, એમના લીધે આવી શુભ પ્રવૃત્તિઓ અટકી જવા ન પામે એટલા પૂરતું જ એમના સાથની ચિંતામાં અટવાયા વગર આગળ વધવાની વાત છે. બાકી તો સાધુમહારાજો, શ્રાવકસમુદાય કે અન્ય હિતચિંતકોનો આ વિરાટ કાર્યમાં જે કંઈ અલ્પ-સ્વલ્પ સાથ અને સહકાર મળે એનું તો સાભાર હાર્દિક સ્વાગત’ જ હોય.
એકતા માટેના તત્કાળ ફળદાયી ઉપાયો તરીકે પર્વો અને ઉત્સવોની સામૂહિક ઉજવણી, રાષ્ટ્રીય ધોરણે આપણે જે કંઈ માગણી જ્યાં-ક્યાંય પણ કરવાની હોય તેની સામૂહિક રજૂઆત, એકબીજા ફિરકાનાં ધર્મસ્થાનોનો સામૂહિક રીતે લાભ લેવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org