SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૧૦, ૧૧ ૩૬૫ મુજબ, આ સંસ્થાનો લાભ કોઈ અમુક જ જૈન ફિરકાના મહાનુભાવોને નહીં, પણ સંપ્રદાય-ફિરકાના ભેદભાવ વગર બધા જૈન ફિરકાના મહાનુભાવોને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેથી બધા ફિરકાઓના નિવૃત્ત વિદ્વાનો તેમ જિજ્ઞાસુઓને લાભ લેવા વિનંતી છે. પત્રવ્યવહારનું ઠેકાણું – શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર, (સંચાલક: શ્રી સાંડેરાવ જૈન સ્થાનકવાસી સંઘ) બસસ્ટેન્ડ પાસે, માઉન્ટ આબુ (રાજસ્થાન) આ પરિપત્ર પોતાની વાત બહુ જ સ્પષ્ટતાપૂર્વક કરે છે, એટલે એ અંગે વિશેષ વિવેચન કરવાની જરૂર નથી. જે મુનિરાજે આવા દાખલારૂપ કામ માટે પ્રેરણા આપી છે અને જે ગૃહસ્થ મહાનુભાવોએ આ પ્રેરણાને ઝીલીને આવી એક ઉત્તમ સંસ્થાની સ્થાપના કરવાનું પુણ્યકાર્ય કર્યું છે તેમને આપણે જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. આ સંસ્થા ખૂબ ફૂલેફાલે અને એનો લાભ વ્યાપક પ્રમાણમાં લેવામાં આવે એવી શુભેચ્છા મોકલતાં અમે આનંદ અનુભવીએ છીએ અને આ સંસ્થાનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. (તા. ૧૦-૧૨-૧૯૭૭) (૧૧) જૈનસાહિત્ય-પ્રકાશનમાં “શ્રી જૈન આત્માનંદ સભા'નો માતબર ફાળો. ભાવનગરની સુપ્રસિદ્ધ પ્રકાશન-સંસ્થા “શ્રી જૈન આત્માનંદ સભા એ જૈન સાહિત્યનાં પ્રાચીન શાસ્ત્રીય તેમ જ અન્ય વિવિધ વિષયનાં સંખ્યાબંધ પુસ્તકોનું આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન-સંપાદન કરાવીને, સુઘડ, આકર્ષક અને સ્વચ્છ રૂપમાં પ્રકાશન કરીને જૈનવિદ્યાના ક્ષેત્રમાં કામ કરતા દેશ-વિદેશના જૈન તેમ જ અન્ય વિદ્વાનોમાં ઘણી નામના મેળવી છે; અને એ રીતે જૈન ધર્મ, સંઘ અને સાહિત્યની ખૂબ મહત્ત્વની સેવા બજાવીને જૈનશાસનની મૂકપણે પ્રભાવના કરવામાં અગત્યનો અને નોંધપાત્ર ફાળો આપ્યો છે. શ્રી જૈન આત્માનંદ સભાની આવી ઉજ્વળ અને યશસ્વી કારકિર્દીમાં પ્રશાંતમૂર્તિ અને જીવંત સમભાવ સમા શ્રમણ શ્રેષ્ઠ પ્રવર્તકજી શ્રી કાંતિવિજયજી મહારાજ, આજીવન વિદ્યાસાધક અને વ્યવહારદક્ષ એમના શિષ્ય મુનિરત્ન શ્રી ચતુરવિજયજી મહારાજ અને તેમના શિષ્યરત્ન આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy