SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ જિનમાર્ગનું જતન પુસ્તકના “કપરી સાધના' નામે પુરોવચનમાં સાક્ષર શ્રી નગીનદાસભાઈ પારેખે એક પ્રશ્ન મૂક્યો છે : “આ કથા વાંચીને બીજો વિચાર એ આવે છે, કે ખિસ્તીધર્મમાં એવું શું છે, જે તરુણ-તરુણીઓને પોતાનાં કુટુંબ, ઘરબાર, દેશ અને સમાજ છોડીને દૂર અજાણ્યા અને તદ્દન ભિન્ન જીવનપદ્ધતિ અને આબોહવા ધરાવતા દેશોમાં જઈ ત્યાંનાં દીનહીન, ત્યજાયેલાં માંદાં અને રક્તપિત્ત જેવા ભયંકર મનાતા રોગોનો ભોગ થઈ પડેલાં મનુષ્યોની સેવામાં, સમગ્ર જીવન સમર્પણ કરવાને પ્રેરે છે? બીજા કોઈ ધર્મે દુનિયાભરમાં આવું કાર્ય કરવા પ્રેર્યાના દાખલા ઝાઝા જોવા મળતા નથી.” શ્રી નગીનભાઈએ બીજા ધર્મના નાયકો સમક્ષ વિચારણીય વાત કેવી સચોટ કહી છે ! મધર ટેરીઝામાં ઊછરતી ઉંમરથી જ માનવસેવાના યજ્ઞને પોતાનું જીવન સમર્પિત કરવાની સજીવ કરુણાભાવના વણાઈ ગઈ હતી. આ ભાવનાને સફળ બનાવવા, આપણા દેશમાં સ્વરાજ્યનો ઉદય થયો તે સમયથી – સને ૧૯૪૮થી, એમણે દીનહીન જનોની સેવાનું કાર્ય શરૂ કર્યું હતું. સમય જતાં એ કાર્ય સરખી રીતે ચાલી શકે એ માટે ૧૯પરમાં “નિર્મલ હૃદય' નામે આશ્રમની, ૧૯૫૭માં રક્તપિત્તિયાઓની સેવા માટે “શાંતિનગરની અને તે પછી અનાથ બાળકો માટે “શિશુ ભવન'ની સ્થાપના થઈ. પછી તો એમના દ્વારા ચાલતી માનવસેવાની પ્રવૃત્તિનાં અનેક કેન્દ્રો ભારતમાં સ્થપાતાં ગયાં, એ માટે અનેક સેવાવ્રતી ભાઈ-બહેનો મળતાં ગયાં, અને આ કાર્ય સારી રીતે ચાલતું રહે એ માટે દેશ-વિદેશના ધનિકો તરફથી ધન પણ પૂરતા પ્રમાણમાં મળવા લાગ્યું. શ્રી નટવરભાઈ રાવળે પોતાના આ પુસ્તકમાં (પૃ. ૬૨) આપેલી નીચેની થોડીક માહિતી ઉપરથી પણ જાણી શકાય છે, કે મધર ટેરીઝાની માનવસેવાની પ્રવૃત્તિ કેટલા વ્યાપક રૂપમાં અત્યારે ચાલી રહી છે : તેઓએ લખ્યું છે – “ભારતનાં પાંત્રીસ મોટાં શહેરોમાં તેમનાં સેવાકેન્દ્રો આવેલાં છે. સાતસો જેટલાં સાધક-સાધિકાઓ. તેમાં માનવસેવાનું મંગલવ્રત લઈને બીજાને જિવાડવા કાજે જીવે છે. મધર ટેરીઝાએ સ્થાપેલી ૭૦ શાળાઓમાં ૬,૨૧૯ બાળકો શિક્ષણ લઈ રહ્યાં છે. તેમનાં ર૫૮ દવાખાનામાં ૧૫,૦૮,૯૪૬ દર્દીઓ આજે સારવાર લઈ રહ્યાં છે. રક્તપિત્તિયાં માટેનાં ૫૮ કેન્દ્રોમાં ૪૬,૭૦૨ દર્દીઓ છે. જીવનમાં છેલ્લા શ્વાસ ખેંચતા લોકો માટેનાં ૨૫ હોમ(ઘર)માં ૫,૧૦૪ બીમારો-અશક્તો આજે વસી રહ્યાં છે. તેમની સંસ્થાની શાખાઓ હવે તો દુનિયાભરમાં પથરાઈ ગઈ છે. તેમના પ્રેમ ને સેવાના પાવક સંદેશ પૃથ્વી પર ચોમેર આજે પ્રસરી રહ્યા છે. આખી ય વસુંધરાને જાણે મધર ટેરીઝા વહાલનો વીંઝણો ઢોળે છે. સંસાર સમસ્તને મધર ટેરીઝા સારપનો (goodnessનો) સબક શિખવાડે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy