SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ III માર્ગદર્શન કરનાર સર્વ સ્વજનોનો આભારી છું. આમ તો આ સંપાદન એક પાંખ વિનાના પંખેરુની નાનકડી ઠબકયાત્રા જ લાગે છે. આ લેખોમાં છેડે અને એકાધિક લેખોના સંયોજનના કિસ્સાઓમાં વચ્ચેવચ્ચે પણ તેને લેખની તારીખો આપી છે તે ધ્યાનમાં લેવી. તેતે લેખની વિગતો તે-તે તારીખે જેવી હતી તેવી આલેખાઈ છે તે ન ભુલાય. અનેક લેખોમાં અન્યનાં અવતરણોની વિપુલતા જોવા મળશે. તેમાં સંજોગવશાત્ અન્ડરપેરાની સુવ્યવસ્થા એકધારી નથી જળવાઈ તે બદલ ક્ષમાપ્રાર્થના.) બરોબર વિચારતાં આમાં લેખકની કતજ્ઞતા અને ઉદ્યમી ખબરદારી દેખાય છે. પોતાની વાત અન્યોના પ્રતિસાદથી દઢ કરવાની તાલાવેલી પણ જણાય છે. આ સંપાદનમાં અનેકોનો નાનો-મોટો સહયોગ ભળ્યો છે. આ લેખો છાપવાની અનુમોદના કરી, ૧૯૫૮ના વર્ષ સિવાયની જેન’ની ઉપર્યુક્ત ૩૧ બાંધેલી ફાઈલો યથેચ્છ ઉપયોગ માટે આપનાર, જૈનના વર્તમાન પ્રતિનિધિઓ શ્રી વિનોદભાઈ, મહેન્દ્રભાઈ શેઠનો, લેખકશ્રીના જૈનમાંના લેખોની વર્ષવાર સુઘડ યાદી તૈયાર કરી આપનાર ભત્રીજી બહેન શિલ્પાનો, કઠણાઈભર્યા મૅટરનું ધીરજભર્યું ટાઈપસેટિંગ કરનાર વિવિધ સંસ્થાઓનો, કામની ઝડપ વધારે તેવા બહારગામના નિવાસ અને આતિથ્યની હૂંફ આપનાર ભાવનગરસ્થિત ભગિની માલતી તથા શ્રી કિશોરભાઈનો, (ત્યારે) લીંબડીસ્થિત સાળા શ્રી સુરેશભાઈ અને ભારતીબેનનો, સાકવાસ્થિત મિત્રદંપતી શ્રી ધીરેન્દ્રસ્મિતાનો, તેમ જ અમદાવાદમાંનાં સાળી પૂ. વિમળાબેનનો તથા સાળા શ્રી કાંતિભાઈ તેમ જ શારદાબેનનો આભારી છું. મારાં પત્ની ઉષાએ લેખોનું કરકસરચીવટભર્યું ઝેરોક્સ કરાવવામાં, સ્લિપો બનાવવામાં, વિષયવાર ફાઈલો બનાવવામાં બધાં પ્રફોને મૂળ સાથે સરખાવી જોવામાં ને જરૂરી ચર્ચા-વિચારણામાં પૂરો સાથ, બે જણના ઘરની પૂરી જવાબદારી નિભાવવા સાથે આપ્યો એ અમારું એક આનંદભર્યું સંભારણું છે. એ કર્મશક્તિ મારે માટે દઝંતરૂપ છે. આ કામમાં લાઘવથી હૂંફાળું માર્ગદર્શન આપનાર બંધુ ને સુવિદ્વાનું એવા ડો. નગીનભાઈ શાહને ન ભૂલું. વાચકોના એક અદના પ્રતિનિધિ બની આમાંનો એક મોટો અંશ વાંચી પ્રોત્સાહક પ્રતિભાવ આપનાર મારા પ્રેમળ કૉલેજ-સાથી પ્રા. દામુભાઈ ગાંધીનો પણ ઋણી છું. પ્રતિભાવ અને શુભેચ્છાનાં લખાણ લખી આપનાર સ્વજન ડૉ. ધીરુભાઈ ઠાકર, તથા મિત્ર બની રહેલા વિદ્યાનિષ્ઠ મુનિવરો પૂ. પ્રદ્યુમ્નસૂરિજી તથા પૂ. શીલચંદ્રવિજયજીએ અમને ઊલટભરી હૂંફ આપી છે. આવા અતિ-વિષમ સમયમાં પણ સંસ્થાના અમૃત મહોત્સવ નિમિત્તે આ ગ્રંથોસહિત ચાર જૈન વિદ્વર્યોના કુલ તેર ગ્રંથો પ્રગટ કરનાર ગૂર્જર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy