________________
૭૧
જૈન ફિરકાઓની એકતા : ૩ હોય નહીં – આટલી અનાસક્તિ તો એણે કેળવવી જ જોઈએ. આનું ફળ જનસમૂહને લાભકારક આવે કે ન આવે એ જુદી વાત છે; પણ નિષ્ઠાપૂર્વક સાચા દિલથી આવો લોકોપકારક પ્રયત્ન કરનારને તો એથી ચોક્કસ લાભ થવાનો છે. એકતાના આશકના અંતરમાં આટલી આસ્થા તો વજ જેવી મજબૂત હોવી જોઈએ; એકતાના પ્રયત્ન માટે આ સૌથી પહેલી શરત છે.
પણ આ તો સામાન્ય કે તાત્ત્વિક વાત થઈ. હવે એકતાની સાધનાના માર્ગમાં આડે આવનારી કેટલીક વિશિષ્ટ બાબતોનો વિચાર કરીએઃ (આ નોંધનો મુખ્ય હેતુ આ જ છે.)
તેરાપંથના આચાર્ય તુલસીજી મહારાજે જૈન ફિરકાઓની એકતાની સ્થાપનાની દિશામાં આગળ વધવાના પ્રાથમિક ઉપાયરૂપે ત્રણ બાબતો સૂચવી છે: (૧) સંવત્સરી મહાપર્વની એક જ દિવસે આરાધના, (૨) જેમાં બધા ફિરકાઓનું પ્રતિનિધિત્વ હોય એવી અખિલ ભારતીય દરજ્જો ધરાવતી સંસ્થાની સ્થાપના અને (૩) ભગવાન મહાવીરના ૨૫૦૦મા મહાનિર્વાણ-દિનની સંયુક્ત અને સંગઠિત રૂપે આખા દેશના ધોરણે વ્યાપક ઉજવણી.
વળી, દિલ્હીમાં ગત દિવાળી પછી દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી ફિરકાના આચાર્યો બધા જૈનોની એકતાનો વિચાર કરવા મળ્યા ત્યારે એમણે ઉપરના ત્રણ ઉપાયો ઉપરાંત (૧) જેનધર્મના અહિંસા વગેરે સર્વમાન્ય સિદ્ધાંતોના પ્રસારનો અને જૈનધર્મ કે સંસ્કૃતિ ઉપર કરવામાં આવતા આક્ષેપોના પ્રતિકારનો પ્રયત્ન, તેમ જ (૨) આપસઆપસમાં ભ્રાંતિ ફેલાવે કે વિષમતા જગાવે એવી પ્રવૃત્તિનો ત્યાગ – એ બે બાબતો સૂચવી હતી.
આના જ અનુસંધાનમાં દિલ્હીમાં ગત નવેમ્બરની અધવચ્ચે મળેલ જૈન-એકતાવિચાર-પરિષદે આ પાંચે બાબતો ઉપરાંત (૧) વાર્ષિક પર્વો અને ઉત્સવોની સંયુક્ત ઉજવણી, (૨) શિક્ષણ સંસ્થાઓમાં સર્વસંમત અભ્યાસક્રમ અને અભ્યાસ પદ્ધતિનો સ્વીકાર, (૩) સર્વસંમત સાહિત્યનાં સર્જન, પ્રકાશન અને પ્રચાર, (૪) જૈન તત્ત્વજ્ઞાનના સંશોધન માટે ખાસ છાત્રવૃત્તિઓ આપવાની યોજના અને (૫) એકતા માટે સમાજનો સંપર્ક – આ બાબતો પણ સૂચવી .
આ રીતે એકતાની ભાવનાને અમલી બનાવવા માટે જુદાજુદા દસ જેટલા ઉપાયો સૂચવવામાં આવ્યા છે, અને એમાં બીજાનો ઉમેરો કરવો હોય તો તે થઈ શકે એમ પણ છે. પણ સૌથી મોટો સવાલ એ ઉપાયોનો અમલ કોણ, કેવી રીતે કરે એ છે. કેટલીક વાર, દેખીતી રીતે તો ઉપાય સારો જ હોય છે, પણ તેનો અમલ કરવાની વાત આવે છે ત્યારે એની સ્થિતિ “બિલાડીની ડોકે ઘંટ બાંધવા કોણ જાય ?' એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org