________________
જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૩, ૪
બધા પ્રકારનાં પુસ્તકો છાપકામની દૃષ્ટિએ સુઘડ અને કિંમતની દૃષ્ટિએ સસ્તામાં સસ્તાં હોય એ કહેવાની જરૂર નથી. આ માટે સંઘ જે કંઈ ખર્ચ કરશે એ લેખે લાગવાનું જ છે એમાં શંકા નથી.
આશા રાખીએ કે શ્રી મહાવીર જૈન વિદ્યાલય કે આપણી અન્ય સંસ્થાઓ આનો ગંભીરપણે વિચા૨ ક૨શે, અને આ કાર્ય વિના વિલંબે હાથ ધરવામાં આવશે.
(તા. ૧૭-૧-૧૯૫૯)
(૪) ધિંગા જૈન સંસ્કારોના પ્રબોધક સાહિત્યની આવશ્યકતા
પોર્ટુગીઝ ઇસ્ટ આફ્રિકાના ‘વીલા-દેજુઆઉ-બેલ' નામના ગામમાં રહેતા એક ગુજરાતી ભાઈ શ્રીયુત ચુનીલાલ જમનાદાસ શાહ અમારા ઉપર લખેલ તા. ૫-૬-૧૯૪૮ના એક પત્રમાં જણાવે છે
Jain Education International
૨૨૩
-
“અત્રે પોર્ટુગીઝ ઇસ્ટ આફ્રિકા અને સાઉથ આફ્રિકા(યુનિયન)માં જૂજ જૈન ભાઈઓની વસતી છે. પણ તેઓમાંથી જૈનના સંસ્કાર જતા રહ્યા છે; કોઈ આર્યસમાજી જેવા અગર તો બીજા મતના થતા જાય છે. અને જૈન દર્શનનો મુખ્ય સિદ્ધાંત કે જગત્ અનાદિ છે, જગત્કર્તા ઈશ્વર નથી, ઈશ્વર કાંઈ આપે નહીં અને કાંઈ લે પણ નહીં – એ બધું ભૂલીને અહીંના જૈન ભાઈઓ તેમના મુખેથી ‘ઈશ્વરકૃપાથી કમાણી થઈ’. ‘ઈશ્વરકૃપાથી પુત્ર સાંપડ્યો’, ‘પરમેશ્વરની દુનિયામાં પરમેશ્વર રાખે તેમ રહેવું’ તેવી રીતે બોલે છે. તે ઉપરાંત પ૨-ધર્મની માનતાઓ પણ કરે છે. જૈનધર્મ તો કર્મના સિદ્ધાંત ઉપર રચાયેલો છે. મારા મત મુજબ ત્યાં (હિંદુસ્તાનમાં) પણ કેટલાક જૈન ભાઈઓમાં આ બાબતનું ઘોર અજ્ઞાન પ્રવર્તતું લાગે છે. તો મારો મત છે કે જૈનધર્મના સઘળા સિદ્ધાંતોનું ગુજરાતી અનુવાદમાં પ્રચારકાર્ય થવું જોઈએ. તેથી જૈન ભાઈઓનું જૈન દર્શન અંગેનું પરમેશ્વર પ્રત્યેનું અજ્ઞાન ટળે. આપણા ગુજરાતી જૈન ભાઈઓને ગુજરાતી ભાષામાં જ શિક્ષણ મળવું જોઈએ કે પરમેશ્વર જન્મતા નથી, પણ ઊંચે ચઢતો આત્મા અંતે પરમેશ્વર બને છે, પછી તે કાંઈ આપે નહીં.
“જો પરમેશ્વર કાંઈ પણ આપે અથવા લઈ લે તો તે કર્મબંધન તેને પણ થાય. તેથી મોક્ષ પામેલ પરમેશ્વર કાંઈ પણ આપે નહીં. પણ આપણે (જૈનોએ) જે માર્ગે પ્રભુ મોક્ષ પામ્યા તે માર્ગ ગ્રહણ કરી તેને પગલે ચાલી મોક્ષ મેળવવા પ્રયત્ન કરવાનો છે. આ બધું જ્ઞાન ગુજરાતી ભાષામાં મળે એવો ગુજરાતી જૈન ભાઈઓએ પ્રચાર
For Private & Personal Use Only
www.jainelibrary.org