________________
૨૨૨
જિનમાર્ગનું જતન અમારી સમજ પ્રમાણે નીચેની બાબતો ધ્યાનમાં રાખીને તે પ્રમાણે સાહિત્યનું - સર્જન કે પ્રકાશન થવું જોઈએ?
(૧) પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી કે રાજસ્થાની ભાષાનાં મૌલિક પુસ્તકોને સંપાદિત અને સંશોધિત કરીને પાઠાંતરો સાથે શુદ્ધ રૂપમાં છપાવવાં અને એમાં ઐતિહાસિક, તુલનાત્મક સામગ્રીની તેમ જ બીજી ધ્યાનપાત્ર બાબતોની માહિતી આપતાં અનેક પરિશિષ્ટો, શબ્દસૂચિ અને ગ્રંથનું હાર્દ સમજાવતી અને ગ્રંથકારનો પરિચય આપતી તેમ જ બીજી મહત્ત્વની માહિતી તરફ ધ્યાન દોરતી અધ્યયનપૂર્ણ વિસ્તૃત પ્રસ્તાવના આપવામાં આવે. આ દિશામાં અમુક કાર્ય ચાલી રહ્યું છે તે વાતની સહર્ષ નોંધ લેવી ઘટે.
(૨) પ્રાચીન ગ્રંથોમાંથી પસંદ કરેલા ગ્રંથોના સુવાચ્ય અને સરળ અનુવાદો કે છાયાનુવાદી પ્રગટ કરવા જોઈએ. આવા અનુવાદની શૈલી જાણે મૂળ ગ્રંથ જ વાંચતા હોઈએ એવી રોચક અને મૂળ વિષયને સ્પર્શ કરતી હોવી જોઈએ. છાયાનુવાદના ઉત્તમ નમૂના તરીકે શ્રીયુત ગોપાળદાસ જીવાભાઈ પટેલનાં પુસ્તકો સામે રાખી શકાય. આવા અનુવાદો જુદીજુદી ભાષાઓમાં મધુર શૈલીમાં પ્રગટ થવા જોઈએ. આ દિશામાં હજુ બહુ જ થોડું કામ થયું છે. એટલે એ તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ. આમપ્રજા તો મૂળ શાસ્ત્રીય ગ્રંથોના બદલે આવા અનુવાદો કે છાયાનુવાદોનો જ વિશેષ ઉપયોગ કરી શકે.
(૩) જૈનધર્મ અને જેને સંસ્કૃતિનાં જુદાજુદાં અંગોનો પરિચય આપી શકે એવાં સ્વતંત્ર પુસ્તકો-પુસ્તિકાઓ કે પ્રાચીન પુસ્તકોના કલાપૂર્ણ દોહન કે સંકલનરૂપે લોકભોગ્ય પુસ્તકો જુદીજુદી ભાષાઓમાં તૈયાર કરવાં જોઈએ.
(૪) આપણાં બાળકોને, જૈનધર્મના કોઈ પણ જિજ્ઞાસને અને ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા કોઈ પણ વિદ્યાર્થીને ઉપયોગી થઈ શકે એવાં જુદીજુદી જાતનાં અને જુદીજુદી કક્ષાના પદ્ધતિસરનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાં જોઈએ. અત્યારે કૉલેજોના અભ્યાસક્રમમાં જૈન તત્ત્વજ્ઞાન, પ્રાકૃત ભાષા કે જૈન સાહિત્યને સ્થાન મળવા છતાં એ માટે કામ લાગે એવાં પુસ્તકો લગભગ નહીં જેવો જ છે. અને ઊછરતા વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપી શકે એવાં સરળ પાઠ્યપુસ્તકો તો હજી તૈયાર થવાં બાકી જ છે. અત્યારે વિદ્યાર્થીઓને એમના સામાન્ય અભ્યાસ માટે બીજું એટલું બધું વાંચવાનું હોય છે, કે તેઓ અનેક પુસ્તકો વાંચીને જૈન ધર્મ કે સંસ્કૃતિનું સર્વાગી જ્ઞાન મેળવે એવી અપેક્ષા અસ્થાને છે. એટલે એમને માટે તો જુદાજુદા વિષયોનો એક સ્થળે પ્રારંભિક ખ્યાલ આપી શકે અને એમની બહુમુખી જિજ્ઞાસા જાગૃત કરે અને પોષે એવાં (વાચનમાળાની શૈલીનાં) પાઠ્યપુસ્તકોની ખાસ જરૂર છે. આ કામ જેટલું શ્રમસાધ્ય છે એટલું જ અગત્યનું છે, અને એ કર્યા વગર ચાલવાનું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org