SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો ઃ ૧૨ શાસનની ધૂંસરીમાંથી મુક્ત કરવાની, લગભગ એક સૈકા સુધી ઉત્તરોત્તર વધતી રહેલી ઝંખના, તમન્ના અને ઝુંબેશને આભારી છે. અહિંસક સ્વાતંત્ર્યસંગ્રામના ત્રણ દાયકાના ગાંધીયુગે તો એ ભાવના ઉ૫૨ સુવર્ણકળશ ચડાવ્યો, અને સ્વરાજ્ય આવ્યા પછી દેશમાંનાં દેશી રાજ્યો કે બીજા સીમાડાઓના વિલીનીકરણ દ્વારા, સમગ્ર ઇતિહાસકાળ દરમ્યાન પહેલી જ વાર હિંદુસ્તાન સાચા અર્થમાં એક અને અખંડ બન્યું, ભારતની કાયામાં પ્રજાવ્યાપી રાષ્ટ્રભાવનાનું રસાયણ પ્રસરી ગયું. સ્વરાજ્યના આગમન બાદ પણ આપણી એક અને અખંડ હિંદુસ્તાનની રાષ્ટ્રીયતાની ભાવના તો કાયમ રહી, પણ સ્વાર્થપરાયણતા અને સત્તાની તાણખેંચમાં પડી જવાને કારણે, એ ભાવનાનું સંરક્ષણ અને સંવર્ધન ક૨વામાં આપણે કંઈક મોળા સાબિત થયા. વચમાં તો એમ જ લાગ્યું કે સ્વાર્થ અને સત્તાના અંધાપામાં આપણે ક્યાંક અંદરઅંદરની જાદવાસ્થળીમાં એવા તો અટવાઈ જઈશું કે દેશની એકતા અને અખંડિતતા વેરવિખેર બની ગયાનો પુરાણો ઇતિહાસ ફરી તાજો થશે ! જાણે રાષ્ટ્રની આ આંતરિક કટોકટીના કાદવમાંથી આપણને ઉગારી લેવા માટે જ ન હોય, એમ ત્રણ વર્ષ પહેલાં ચીને આપણા દેશ ઉપર આક્રમણ કર્યું અને અત્યારે ત્રણેક વર્ષ બાદ, ચીનના સાગરિત બનીને, પાકિસ્તાને પણ આક્રમણ કરી દીધું; આપણું સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વ જોખમમાં મુકાઈ ગયું. પણ એથી એક એ લાભ થયો કે આપણે જાગૃત થઈ ગયા અને એક પ્રાણવાન પ્રજાની જેમ એ આક્રમણને સફળતાપૂર્વક પાછું હઠાવ્યું. યુદ્ધ જીતવા માટે અને યુદ્ધમાં દેશને, પ્રજાને ટકાવી રાખવા માટે જે પૂર્વતૈયારીઓ કરવી અનિવાર્ય ગણાય એ માટે તો જેટલો ત્યાગ કરવામાં આવે તેટલો ઓછો. તનમન-ધનને દિલાવરીપૂર્વક પૂરેપૂરાં સમર્પણ કરવાની સાથે અન્નની બાબતમાં પણ, રઘવાટમાં પડ્યા વગર, સ્વસ્થ અને સ્વાવલંબી થવાનો અને ઊભી થયેલી તંગીને સમજપૂર્વક નિભાવી લેવાનો પુરુષાર્થ કરવામાં આવે તો જ પાર ઊતરી શકાય એવી કારમી આ કટોકટી છે. ४७ પણ, રાજી થવા જેવી વાત એ છે કે પ્રજા આ માટે પૂરેપૂરી જાગૃત બની છે, અને પોતાને જે ભોગ આપવાનો છે એ માટે એ લેશ પણ આનાકાની કરવા કે પાછળ રહેવા માગતી નથી. જૈનસમાજ પણ ભારતની પ્રજાનું એક અવિભાજ્ય અંગ છે; એટલે એ પણ આવી લાગણી અનુભવે એ સ્વાભાવિક છે. વળી, દેશસેવા અને દેશરક્ષાના કામમાં હમેશાં સહભાગી થવું અને વખત આવ્યે જોખમ પણ ખેડવું એવો ભવ્ય જૈનસંઘનો ઇતિહાસ છે. એટલે અત્યારની કટોકટીમાં પણ એ જરા ય પાછળ ન રહેતાં સૌની સાથે રહેવા પ્રયત્નશીલ રહે એ સ્વાભાવિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy