________________
જૈન ફિરકાઓની એકતા
(૧) સંપની ભૂમિકા પાંચ પાંડવો અને સો કૌરવોના પરસ્પર સંબંધ માટે મહાભારતમાં જે કહેવામાં આવ્યું છે, તે સાચા સંપના હરેક ચાહકે સમજવા જેવું છે. મહાભારતમાં પાંડવો કહે છે : “આપણી અંદર-અંદર વિવાદ જાગે, ત્યારે અમે પાંડવો પાંચ અને તમે કૌરવોસો – એમ સમજવું, પરંતુ જો બીજા કોઈની સાથે વિવાદ ઊભો થાય, તો આપણે એકસો પાંચ ભાઈઓ છીએ એમ સમજવું.”
આ કથન ઉપરથી સમજી શકાય છે, કે પાંડવો અને કૌરવો વચ્ચેની સંપની ભૂમિકા અંતરમાંથી ઊગેલી ન હતી, પરંતુ જો કોઈ બહારનું આક્રમણ ઊભું થાય તો બધા ભેગા મળીને એનો સામનો કરવાની મનોવૃત્તિ તેઓ સેવતા હતા.
આ રીતે આ સંપનું અધિષ્ઠાન અંતરંગ નહીં, પણ બહિરંગ હોવાનો આખરી અંજામ મહાભારતના સર્વવિનાશક યુદ્ધમાં આવ્યો, અને છેવટે અસંખ્ય સૈનિકો અને અતિનિકટના સ્વજનોનો સંહાર થયો, પરાજિતોને જીવન અકારું થઈ પડ્યું અને વિજેતાઓને વિજય અકારો થઈ પડ્યો. પાયો કાચો હોય, પછી ઉપરની ઈમારત ગમે તેવી આલીશાન અને સોહામણી હોય તો પણ કોઈક વખત તો એ દગો દેવાની જ. પાંડવ-કૌરવોના સંપનું પણ આમ જ થયું !
મહાભારતની આ ઘટનાને એક રૂપક તરીકે સમજીએ તો એનો બોધપાઠ વ્યક્તિ અને સમાજને પળેપળે ઉપયોગી થઈ પડે એવો છે.
ધર્મના નામે જે અનેક પંથો ચાલી રહ્યા છે, એ બધા વચ્ચેની એકતાની સ્થિતિ પણ આવી જ પાંગળી છે એ પંથો-પંથો વચ્ચેની સાઠમારીઓ જોનાર કોઈને પણ સમજાયા વગર નહીં રહે.
અહીં બીજા પંથોની વાતને બાજુએ રાખીને કેવળ જૈનધર્મપંથોનો જ થોડોક વિચાર કરવો ઈષ્ટ છે.
જ્યારથી આપણે જૈનધર્મનું ધર્મમય રૂપ ભૂલીને એને પંથ કે સંપ્રદાયનું રૂપ આપ્યું અને તત્ત્વજ્ઞાન અને જીવનશુદ્ધિના પ્રેરક આચારની મૂળભૂત ભૂમિકાને ભૂલીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org