________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૧૬
(૧૬) કાશ્મીરમાં જૈનધર્મનો પ્રચાર
સ્થાનકવાસી જૈન સમાજના ભાઈશ્રી ચન્દ્રનમલજી બનવટ થોડાક મહિનાઓ પહેલાં પંજાબમાં આચાર્યશ્રી આત્મારામજી મહારાજના દર્શને લુધિયાના ગયા હતા. ત્યાંથી તેઓ કાશ્મીરના પ્રવાસે ગયા હતા. તેમના આ પ્રવાસનું વર્ણન સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના મુખપત્ર ‘જૈનપ્રકાશ’ના તા. ૧૯-૧૦-૧૯૫૬ના અંકમાં છપાયું છે. તેમાં કાશ્મી૨માં જૈનધર્મના પ્રચાર અંગે એમણે જે લખ્યું છે તે જાણવા જેવું હોઈ અહીં રજૂ કરવું ઉચિત માન્યું છે :
“જમ્મુમાં પણ જૈનો રહે છે, કારણ કે અહીં સુધી જૈન મુનિઓનો, ખાસ કરીને પંજાબી જૈન મુનિઓનો વિહાર થયો છે. ઉધમપુર, જ્યાં શેખ અબ્દુલ્લા કેદ છે, ત્યાંની દુકાનોમાં, પૂજ્યશ્રી આત્મારામજીએ આપેલ ઉપદેશના આધારે બનાવેલાં જૈનધર્મનાં ચિત્રો જોવા મળ્યાં. લોકોની સાથે ચર્ચા થઈ. તેઓ જૈન ન હતા, પણ જૈનધર્મથી પ્રભાવિત હતા, કેમ કે ત્યાં જૈન મુનિઓએ ઉપદેશ આપેલો છે. કાશ્મીરમાં જૈનધર્મના પ્રચારની જરૂ૨ અને એ માટેનો અવકાશ છે. પં. રત્નવિમળમુનિનો પ્રભાવ દેખાય છે.
૬૩
“કાશ્મીરની આખી ખીણમાં વસતા પહાડી લોકો તથા કાશ્મીરીઓ સીધાસાદા મુસલમાન છે, જે બહુ જ ભોળા છે. જો એમનામાં જૈન સિદ્ધાન્તોનો પ્રચાર કરવામાં આવે, તો જેવી રીતે ત્યાં ઇસ્લામનો પ્રચાર થયો એવી રીતે જૈનધર્મનો પણ પ્રચાર થઈ શકે એમ છે. કાશ્મીરની ભોળી અને અભણ જનતા ઉપર જો જૈનધર્મનો પ્રભાવ પડે, તો માંસાહાર, જે ત્યાં બધે ફેલાયો છે, એમાં ઘણી ઓછાશ થઈ શકે એમ છે.”
ભાઈ ચન્દનમલજીએ જે લખ્યું છે તે ઉ૫૨થી એટલું સમજી શકાય છે કે બીજા પ્રદેશોની જેમ કાશ્મીરમાં પણ જૈનધર્મનો પ્રચાર કરીને ત્યાંની જનતાને સંસ્કારી બનાવવાને અવકાશ છે.
અમને લાગે છે કે જૈનધર્મને સાંપ્રદાયિકતાના બંધનમાંથી મુક્ત બનાવીએ તો આખી દુનિયાને અપનાવવાનું મન થાય એવાં ઉમદા તત્ત્વો જૈન સંસ્કૃતિમાં ભરેલાં છે; જરૂર છે ફક્ત મારા-તારાના મમતમાંથી બચીને અને સાંપ્રદાયિક મોહને દૂર કરીને વિશુદ્ધ ધાર્મિક ભાવનાને અપનાવવાની અને એનો ઉદાર દિલે પ્રચાર કરવાની. આમ થાય તો ધર્મ તો સૌને માટે ઉઘાડી એવી પરબ જ બની રહે.
(તા. ૨-૨-૧૯૫૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org