SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું જતન ૧. ચિકિત્સાલય ઃ યપુરનિવાસી દાનવીર શ્રી હરિશ્ચંદ્રજી બડે૨નાં ધર્મપત્ની શ્રી સરદારબાઈ બડેરના શુભ હસ્તે તા. ૧૬-૮-૧૯૭૫ના રોજ એક ભવ્ય, સાધનસંપન્ન ચિકિત્સાલયનું ઉદ્ઘાટન થયું હતું. હમેશાં ૧૦૦-૧૨૫ ૨ોગીઓ આ ચિકિત્સાલયનો તદ્દન મફત લાભ લઈ રહેલ છે. સર્વ-સાધારણ જનતા માટે આ ચિકિત્સાલય આશીર્વાદરૂપ બની ગયું છે. ૨. ચલચિકિત્સાલય (ફરતું દવાખાનું) જયપુરનિવાસી દાનવીર શ્રી મિલચંદજી સુરાણાના સહયોગથી ચલ-ચિકિત્સાલય રાજગૃહની આસપાસનાં અનેક ગામડાંમાં જઈને ગામડાંનાં રોગીઓની તદ્દન મફત સેવા કરી રહેલ છે. એક દાક્તર અને બે કમ્પાઉન્ડર ગામડાઓમાં ફરીને સેવાનું આ પવિત્ર કાર્ય દિલચસ્પીથી કરી રહેલ છે. દરરોજ ૧૪૦-૧૫૦ રોગીઓનો ઇલાજ નિઃશુલ્ક કરવામાં આવે છે. આ પ્રયોગ આમજનતાના માનસમાં જૈન શાસનનું ગૌરવ વધારી રહેલ છે. “૩. શિક્ષા-નિકેતન : વીરાયતનના પ્રાંગણમાં સ્થાપિત શિક્ષા-નિકેતનમાં આજે ૧૫૦ બાળકો-બાલિકાઓ પ્રાથમિક કક્ષાનું શિક્ષણ લઈ રહેલ છે. વ્યાવહારિક શિક્ષણની સાથેસાથે નૈતિક તેમ જ ધાર્મિક શિક્ષણ પણ આપવામાં આવે છે. પાસેનાં ગામોમાં પણ શાળાનું નિર્માણ કરવામાં આવેલ છે. પ્રાચીન ધર્મ, દર્શન આદિના ગંભી૨ અધ્યયનની પણ અત્રે વ્યવસ્થા છે. ૩૬૦ : “જ. પુસ્તકાલય ઃ વીરાયતનમાં એક વિશાળ પુસ્તકાલયની જરૂરિયાત હતી. સન્મતિ-પુસ્તકાલય (આગ્રા) અત્રે ફેરવવાથી આ પુસ્તકાલયની પૂર્તિ થવા પામી છે. તેમાં પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી આદિ લગભગ ૧૫૦૦૦ છાપેલા તથા હસ્તિલિખિત ગ્રંથો તથા મહત્ત્વપૂર્ણ પુસ્તકો છે. શોધકાર્ય કરનાર માટે આ પુસ્તકાલય વિશેષ ઉપયોગી થાય તેવું છે. નાલંદા પાલિ બૌદ્ધ મહાવિદ્યાલયના વિદ્વાનો પણ વીરાયતન ગ્રંથાગારનો લાભ ઉઠાવી રહેલ છે. એક વિશેષ આનંદની વાત એ છે કે વીરાયતનના કાર્યથી પ્રભાવિત થઈને સુપ્રસિદ્ધ જૈન વિદ્વાન પંડિત શ્રી બેચરદાસજી દોશી(અમદાવાદ)એ પોતાનો મહત્ત્વપૂર્ણ પ્રાચીન ગ્રંથોનો સંગ્રહ ‘વીરાયતન 'ને અર્પણ કરી દીધો છે. : પ. નેત્ર-દાન શિબિર ઃ બિહારની નેત્રરોગથી પીડિત ગામડાની જનતા પૈસાના અભાવે નેત્રરોગનો ઇલાજ કરાવી શકતી નથી; તેથી વીરાયતન’ના પ્રાંગણમાં ઉદારહૃદયી મહાનુભાવોના સહયોગથી નેત્ર-દાન-શિબિરનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. સુપ્રસિદ્ધ નેત્રવિશેષજ્ઞ દાક્તરોના સહકારથી રોગોનો ઇલાજ તથા ઑપરેશનયોગ્ય આંખોનું ઑપરેશન કરવામાં આવે છે. રોગીઓને ઊતરવાનો તેમ જ ભોજન, દૂધ, દવા, ચશ્મા આદિનો સમગ્ર પ્રબંધ ‘વીરાયતન’ દ્વારા મફત કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy