SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૫ ૧૯૭ ચાંડાલિનીના પુત્ર અને શ્રેષ્ઠીને ત્યાં ઊછરેલા તરીકે ઓળખાવ્યા છે, અને કરકંડ મુનિને ચેડા મહારાજાની પુત્રી પદ્માવતીના પુત્ર તરીકે અને ચાંડાલને ઘેર ઊછરેલ તરીકે ઓળખાવ્યા છે. આમ પુણ્યસાર, મેતારજ મુનિ અને કરકંડ મુનિ નીચ કુળ કે નીચ સંસર્ગ હોવા છતાં ઉચ્ચ જીવન જીવી ગયાના દાખલા પૂરા પાડે છે. (૧૦) જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્ય શ્રી વિજયસેનસૂરિકૃત “સેનપ્રશ્ન” (પત્ર ૯૮-૧)માં પ્રશ્નોત્તર આવે છે – तथा यवन-धीवरादय: श्राद्धा जाता:, तेषां प्रतिमापूजने लाभो न वा ? इति प्रश्न: । अत्रोत्तरम् - यदि शरीरस्य तथा वस्त्रादीनां च पावित्र्यं स्यात् तदा निषेधो ज्ञातो नास्ति, परं तेषां प्रतिमापूजने लाभ एव ज्ञातोऽस्तीति । આ પાઠનો પૂ. આ. મ. શ્રી વિજયકુમુદસૂરિકત અનુવાદ આ પ્રમાણે છે : પ્ર. - યવન, માછીમાર વગેરે શ્રાવકો બન્યા હોય, તો તેઓને તીર્થંકરની પ્રતિમા પૂજવામાં લાભ થાય કે નહિ? ઉ. જો શરીર અને વસ્ત્ર વગેરેનું પવિત્રપણું હોય, તો પ્રતિમાપૂજનમાં નિષેધ જાણેલો નથી, પરંતુ તેઓને પૂજન કરવામાં લાભ જ થાય એમ જાણેલ આ પાઠમાં શ્રાવક થયા પછી પ્રતિમાપૂજનની વાત મૂકી છે. પણ મુખ્ય વાત તો યવન અને માછીમારો વગેરેને શ્રાવક બનાવવામાં આવતા હતા એ છે. વળી સમ્રાટ અકબરના રાજ્યકાળમાં અથવા મુસ્લિમ રાજ્યકાળમાં જૈનાચાર્યો સામે સંઘરક્ષાના કેવા સવાલો ખડા થતા હતા અને એનો નિકાલ તેઓ કેવી રીતે કરતા હતા એનું પણ સૂચન આમાંથી મળી રહે છે. (૧૧) તીર્થાધિરાજ શત્રુંજયની સ્તુતિ કરતાં કવિવર વીરવિજયજી મહારાજે ગાયું છે કે – ચાર હત્યારા નર પરદાચ, દેવગુરુદ્રવ્ય ચોરી આવે; ચૈત્રી કાર્તિકી પૂનમ યાત્રા, તપ-જપ-ધ્યાનથી પાપ જલાવે. જે તીર્થ આવું પતિતોદ્ધારક હોય, તે તીર્થ, જેને આપણે હલકાં કુળ, જ્ઞાતિ, વર્ણ કે જન્મના લેખીએ એમના સ્પર્શથી અશુદ્ધ બની જશે એમ માનવું એ એ તીર્થના તારક તરીકેના મહિમાને ઘટાડવા બરોબર નથી? આવી બધી શાસ્ત્રોની વાતો વાંચ્યા પછી કોઈને એવો સવાલ થાય કે જૈનધર્મ ધાર્મિક ક્ષેત્રમાં જાતિ, વર્ણ વગેરેને કારણે કોઈને હલકા નહીં ગણતો હોવા છતાં આપણામાં ઊંચ-નીચપણાનો ભાવ ક્યાંથી આવી ગયો? તો આનો જવાબ સ્પષ્ટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy