SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ જિનમાર્ગનું જતન દધિવાહનના પુત્ર કરકંડુ રાજાએ વાટહાનકના રહેવાસી ચાંડાલોને બ્રાહ્મણો બનાવ્યા.” આનો અર્થ એ કે બ્રાહ્મણ કુળમાં જન્મે તે બ્રાહ્મણ નહીં, પણ જે બ્રાહ્મણ તરીકેનું કર્મ (કર્તવ્ય) બજાવે તે બ્રાહ્મણ. (૮) શબ્દ “પ્રાપ્યકારી' (ઇન્દ્રિય સુધી પહોંચીને પછી જ્ઞાત થનારો) છે કે અપ્રાપ્યકારી એની ચર્ચા કરતાં નન્દીસૂત્રની મલયગિરિકૃત ટીકા (પત્ર ૧૭૨-૨)માં કહ્યું છે – यदपि चोक्तं - 'चाण्डालस्पर्शदोषं प्राप्नोति' इति तदपि चेतनाविकलपुरुषभाषितमिवासमीचीनम्, स्पर्शास्पर्शव्यवस्थाया लोके काल्पनिकत्वात् । तथा हि - न स्पर्शस्य व्यवस्था लोके पारमार्थिकी । तथा हि - यामेव भुवमग्रे चाण्डाल: स्पृशन् प्रयाति तामेव पृष्ठतः श्रोत्रियोऽपि, तथा यामेव नावमारोहति स्म चाण्डालस्तामेवारोहति श्रोत्रियोऽपि । तथा स एव मारुतश्चाण्डालमपि स्पृष्ट्वा श्रोत्रियमपि स्पृशति, न च तत्र लोके स्पर्शदोषव्यवस्था । જો શબ્દને પ્રાપ્યકારી માનવામાં આવે તો બ્રાહ્મણને) ચાંડાલને સ્પર્શ કર્યાનો દોષ લાગે એમ જે કહેવામાં આવ્યું, તે પણ જડ માણસના બોલ જેવું અયોગ્ય છે, (કારણ કે, દુનિયામાં સ્પર્શાસ્પર્શની જે વ્યવસ્થા છે તે કાલ્પનિક છે, દુનિયામાં સ્પર્શની વ્યવસ્થા તાત્ત્વિક નથી; જેમ કે જે જમીનને અડકીને આગળ ચાંડાલ ચાલે છે, તેને જ પાછળથી અડકીને બ્રાહ્મણ ચાલે છે. વળી જે વહાણમાં ચાંડાલ બેસે છે તેમાં જ બ્રાહ્મણ પણ બેસે છે. જે પવન ચાંડાલને સ્પર્શે છે તે જ બ્રાહ્મણને પણ સ્પર્શે છે. અને એ સ્થળોએ તો દુનિયામાં સ્પર્શદોષની કોઈ માન્યતા નથી.” આમાં ટીકાકારે સ્પર્શાસ્પર્શની વ્યવસ્થા કાલ્પનિક હોવાનું કહ્યું છે તે જૈન સંસ્કૃતિની સાથે બરાબર સુસંગત છે. અમુક માનવીને અડકવા માત્રથી દોષ આવી જાય એમ જૈન સંસ્કૃતિ માનતી જ નથી. (૯) “શ્રાદ્ધવિધિ' (પત્ર ૪૯/૧)માં “ામરૂપપત્તને માતાસ્થય પુત્રી નીતિ:” કામરૂપ નગરમાં એક ચાંડાલને ત્યાં પુત્રજન્મ થયો – એમ કહીને પુણ્યસાર રાજાની કથા આવે છે. તેમાં એને ચાંડાલનો પુત્ર કહ્યો છે, અને એનો પાલક પિતા એને રાજગાદી સોંપીને દીક્ષા લે છે એમ જણાવ્યું છે. ભરફેસરની સઝાયમાં મહર્ષિ તારજ અને મુનિ કરઠંડુનાં નામ આવે છે. મેતારજ મુનિનું ચરિત્ર આવશ્યક નિર્યુક્તિ (ગાથા ૭૬ ૭૭૭૦)માં તેમ જ ભરતેશ્વર-બાહુબલિવૃત્તિમાં આવે છે, અને કરકંડ મુનિનું ચરિત્ર ઉત્તરાધ્યયન સૂત્રની ભાવવિજયજીકૃત ટીકા (પૃ. ૨૦૩)માં, આવશ્યક ભાષ્ય (ગાથા ૨૦૫)માં તથા ભરતેશ્વર-બાહુબલિવૃત્તિમાં આવે છે. એમાં મેતારજ ઋષિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy