________________
૧૫૦
જિનમાર્ગનું જતન
ફરજ થઈ પડે છે. દયાના પ્રચાર માટે દુનિયામાં કયાં-કયાં આવાં આંદોલનો ચાલી રહ્યાં છે એની પૂર્ણ માહિતી મેળવવી એ પણ આપણું કર્તવ્ય છે. આ અમેરિકાનાં દયાપ્રેમી બાનુનો પરિચય આપણને આવી એક તક પૂરી પાડે છે. અમે ઇચ્છીએ છીએ કે જ્યાં-જ્યાં આ બાનુ જાય ત્યાં તેઓની માગણીથી જ નહીં, બલ્ટે આપણે સામે જઈને તેમના કાર્યમાં સહયોગ આપીએ અને તેઓની પાસેથી મળી શકે એટલી વધુમાં વધુ માહિતી દયાપ્રચારની પ્રવૃત્તિ સંબંધી મેળવી લઈએ, અને જીવમાત્ર પ્રત્યેની મૈત્રીની આપણી ભાવનાને ચરિતાર્થ કરવા માટે આપણે નિરામિષ ખાન-પાનના પ્રચારમાં આપણી શક્તિ અને સંપત્તિનો જરૂર સદુપયોગ કરીએ.
(તા. ૯-૫-૧૯૫૩)
(૧૭) સોનેરી અવસર: ભારતમાં મળતી વિશ્વવનસ્પત્યાહાર કોંગ્રેસ
અહિંસા, પ્રાણીરક્ષા અને જીવદયાના પાલન અને પ્રચારનાં કાર્યોમાં રસ ધરાવતા સૌ કોઈને માટે આનંદજનક અને આવકારપાત્ર એક સોનેરી અવસર આવી રહ્યો છે. અહિંસા અને ધર્મની ભૂમિ લેખાતા ભારતને આંગણે વિશ્વવનસ્પત્યાહાર-કોંગ્રેસ(વર્લ્ડ વેજિટેરિયન કોંગ્રેસ)નું ૧૫મું અધિવેશન, આગામી નવેમ્બર (૧૯૫૭) માસમાં મળી રહ્યું છે.
આ કોંગ્રેસ સંબંધી ખાસ નોંધપાત્ર બીના તો એ છે, કે આજથી લગભગ પાંચેક દાયકા પહેલાં, વિલાયતના કેટલાક વિચારકોને, જીવદયાની લાગણીથી પ્રેરાઈને, જનતામાં માંસાહારના બદલે શાકાહારનો પ્રચાર કરવાનો વિચાર આવ્યો; અને એમણે લંડનમાં ઇન્ટરનેશનલ વેજિટેરિયન યુનિયન(આંતરરાષ્ટ્રીય શાકાહારી સંઘ)ની સ્થાપના કરી. એ સંસ્થાએ દુનિયાના જુદાજુદા દેશોમાં શાકાહારના પ્રચારને વેગ આપવાના હેતુથી વિશ્વવનસ્પત્યાહાર કોંગ્રેસ (વર્લ્ડ વેજિટેરિયન કોંગ્રેસ)નું સંયોજન કર્યું, અને જુદાજુદા દેશોમાં એનાં અધિવેશનો ભરાવા લાગ્યાં.
આ કોંગ્રેસનું પહેલું અધિવેશન સને ૧૯૦૮ની સાલમાં ડેન્ડનમાં ભરાયું અને ત્યાર પછી યુરોપના જુદા-જુદા દેશોમાં એનાં અધિવેશનો ભરાયાં. પહેલા વિશ્વયુદ્ધના કારણે સને ૧૯૧૪થી ૧૯૨૨ સુધીમાં અને બીજા વિશ્વયુદ્ધના કારણે સને ૧૯૩૯થી ૧૯૪૬ સુધીમાં કોંગ્રેસનાં અધિવેશનો ન ભરી શકાય. એટલે અત્યાર અગાઉં એનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org