________________
તીર્થરક્ષા અને તીર્થસેવન
(૧) જીર્ણોદ્ધાર માટે વિશેષ ધ્યાન આપીએ
આપણાં ધર્મશાસ્ત્રોએ નવું જિનમંદિર ચણાવવામાં થતા પુણ્ય કરતાં પણ જીર્ણ થયેલા તીર્થ કે જિનમંદિરનો ઉદ્ધાર (જીર્ણોદ્ધાર) કરાવવામાં વધારે પુણ્ય થતું હોવાની જે વાત કરી છે, તે બહુ જ મહત્ત્વની, અનુભવયુક્ત અને ધ્યાન આપવા જેવી છે. પ્રાચીન જિનમંદિરોને કાળપ્રવાહને કારણે કે કોઈ આક્રમણ જેવી ઘટનાને કારણે અથવા તો આપણી પોતાની ઉપેક્ષાવૃત્તિને કારણે જે કંઈ નુકસાન કે ઘસારો પહોંચ્યાં હોય, તે દૂર કરવા રૂપ સમુચિત જીર્ણોદ્ધાર દ્વારા એની સાચવણી થતી રહે એવો ઉદાર ભાવ આપણાં ધર્મશાસ્ત્રોના આ પ્રતિપાદનની પાછળ રહેલો છે, અને તે જૈનસંઘની એક અનિવાર્ય ફરજનું સતત ભાન કરાવે છે.
જો આપણે અણગમતા સત્યને ગમાડવા અને કડવી હકીકતનો સ્વીકાર કરવા તૈયાર હોઈએ, તો આપણને એ સમજતાં જરા ય વાર કે સંકોચ ન થવાં જોઈએ. કે જૈનસંઘની પોતાની ઉદાસીનતા કે ઉપેક્ષાવૃત્તિને કારણે કેટલાંય સ્થાનોનાં જાજરમાન તીર્થ જેવાં વિશાળ જિનમંદિરો બિસ્માર હાલતમાં જ મુકાઈ ગયાં છે; એટલું જ નહીં, પણ એ ઘેટાં-બકરાંને બેસવાનાં આશ્રયરૂપ કે ઉકરડાની જગ્યા જેવા બની ગયાં છે. મેવાડ અને મારવાડમાં (રાજસ્થાનમાં) તેમ જ ઉત્તર પ્રદેશમાં અને મધ્યપ્રદેશમાં પણ આવાં સંખ્યાબંધ જિનમંદિરોના ભગ્નાવશેષો જૈનસંઘમાં વિસ્તરેલી ઉપેક્ષાવૃત્તિની સાક્ષી પૂરી રહ્યાં છે. નયન-મનોહર અને વિશાળ જિનમંદિરોને એના બંધાવનારાઓએ કેવીકેવી ધર્મભાવનાથી પ્રેરાઈને બંધાવ્યાં હતાં, અને આપણો સંઘ એનું જતન પણ ન કરી શક્યો !
આમ બનવાનું એક કારણ એ પણ ખરું કે આવાં ધર્મતીર્થોની સ્થાપના કરનાર તેમ જ એની સાચવણીની જવાબદારીને સફળતાપૂર્વક નિભાવી જાણનાર શ્રાવક-સંઘની સાચવણી માટે આપણા સંઘનાયકોએ ન તો જોઈએ તેવી ચિંતા સેવી છે કે ન એ માટે કારગત કહી શકાય એવી પ્રેરણા આપી છે. અને જ્યારે કોઈ પણ ધર્મના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org