________________
૨૮૩
તીર્થરક્ષા અને તીર્થસેવન : ૧ અનુયાયીઓનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ જાય છે, ત્યારે એ ધર્મનાં ગૌરવરૂપ તીર્થસ્થાનો અને દેવમંદિરોની હાલત શોચનીય બની જાય એમાં શી નવાઈ? સાધર્મિકોનું રક્ષણ એ પણ એક ધર્મ અને સંઘના યોગક્ષેમની દષ્ટિએ ગંભીર વિચાર માગી લે એવી બાબત છે. પણ અહીં આ નોંધનો ઉદ્દેશ એની વિશેષ ચર્ચા કરવાનો નથી; એટલે એ અંગે આટલો નિર્દેશ જ પૂરતો માનીએ.
અહીં અમારે જે મુખ્ય વાત કહેવાની છે, તે જૈન-સંઘની જીર્ણોદ્ધાર-પ્રવૃત્તિને વધુ વેગવાન અને વધુ વ્યાપક બનાવવાને લગતી છે. આ લખીએ છીએ, ત્યારે એ વાત અમારા ધ્યાન-બહાર નથી, કે જેમ અત્યારે નાનાં-મોટાં સંખ્યાબંધ નવીન જિનમંદિરો ઊભાં કરવાની પ્રવૃત્તિનો વિકાસ થયો છે, તેમ જીર્ણોદ્ધારની બાબતમાં પણ આપણો સંઘ વિશેષ પ્રયત્નશીલ બન્યો છે અને એને લીધે પ્રાચીન અનેક જિનમંદિરો સુરક્ષિત બની શક્યાં છે. આમ છતાં આ દિશામાં હજી પણ ઘણુંઘણું કરવાનું બાકી છે, અને એ તરફ આપણો સંઘ વિશેષ ધ્યાન આપે એ જરૂરી છે, તેથી જ અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ.
આ લખવાનું ખાસ નિમિત્ત તો એ છે, કે અત્યારે પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ વગેરે મહોત્સવોને કારણે દેવદ્રવ્યમાં પહેલાંની આવકની સરખામણીમાં અસાધારણ કહી શકાય એવો મોટો વધારો થવા લાગ્યો છે, આ આવકોનો ઉપયોગ જિનમંદિર અને જિનબિંબો માટે જ થઈ શકે છે એ દેખીતું છે. જ્યાં જેનોની વસ્તી સારા પ્રમાણમાં હોય. ત્યાં જિનમંદિર ન હોય તો એ માટે આવી રકમમાંથી નવું જિનમંદિર ઊભું કરવામાં આવે એ તો સારું છે જ, પણ જે આપણા પૂર્વજોની ધર્મભાવનાની સાક્ષી આપતાં અને જૈન-ધર્મની ગૌરવગાથા સંભળાવતાં પ્રાચીન જિનમંદિરો કે તીર્થો ધ્વસ્ત હાલતમાં મુકાઈ ગયાં છે એનો જીર્ણોદ્ધાર કરવાનું કામ પણ, ધર્મ અને સંસ્કૃતિને ટકાવી રાખવા જેવું મહત્ત્વનું છે એ વાત આપણે બરાબર સમજી લેવી ઘટે છે.
એક બીજી રીતે પણ જીર્ણોદ્ધારની પ્રવૃત્તિને વેગ મળે એ જરૂરી છે. આપણી શક્તિ હોવા છતાં આપણે કોઈ સત્કાર્યનાં સહભાગી ન થઈએ તો તેથી આપણે વીર્યાતિચાર' નામના દોષના ભાગીદાર થઈએ છીએ એમ ધર્મશાસ્ત્રો આપણને સ્પષ્ટપણે જણાવે છે. આ જ વિચારને જરાક વ્યાપક બનાવીને કહેવું હોય તો કહી શકાય કે કોઈ પણ તીર્થમાં કે જિનમંદિરમાં દેવદ્રવ્યનો વધારો હોય અને એમ છતાં એનો ઉપયોગ બીજા જીર્ણ થતા તીર્થ કે દેરાસરના ઉદ્ધાર માટે કરવામાં ન આવે તો તેથી એ દ્રવ્યનો વહીવટ કરનાર સંચાલકો વીર્યાતિચારના દોષના ભાગીદાર થયા વગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org